Fixed Menu (yes/no)

header ads

About Us

About Us


  હું કોણ છું  :

મારું નામ પ્રજાપતિ ભાવેશ છે . હું પોતે એક ગ્રંથપાલ છું . હું ગુજરાતમાં આવેલા મહેસાના શહેરમા રહું છું . સારું એવું જીવન જીવી રહ્યો છું . કહેવાય તો સારું પણ સંઘર્ષમય જીવન છે . જેવું મેં મારું ભણવાનું એટલે કે લાઈબ્રેરી સાયંસ પૂરું કર્યું ત્યારે એ સમયે પુસ્તકાલયમાં નોકરી મળતી જ નહતી . એ ભણ્યા પછી મને જાણ થઇ કે આ વિષયની સરકારે છેલ્લા દશ વર્ષમાં જાહેરાત જ બાર નથી પાડી . એના પછી હું મુજવણમાં આવી ગયો . એવું લાગવા લાગ્યું કે મારું હવે શું થશે . પછી મેં મહેસાના માં જ આવેલી પુસ્તકાલયમાં સેવા આપી . લગભગ છ મહિના સેવા આપી . સેવા આપવાનું મૂળ કારણ અનુભવ છે . હાલના સમયમાં કોઈ પણ માણસને અનુભવ વગર કોઈ કામે નથી રાખતું . બસ આ જ મારી સાથે પણ થયું . ત્યારબાદ મહેસાણા માં જ આવેલા ભાંડું ગામમાં પુસ્તકાલય બની હોવાથી કોઈ ગ્રંથપાલની જરૂર હતી તો એ નોકરી મને અચાનક જ મળી ગઈ . પગાર ખુબ ઓછો હતો પણ મનમાં થયું કાંઈ નહિ કામ તો મળ્યું ભલે હાલ ઓછો પગાર હોય આના લીધે મારો પોતાનો ખર્ચો તો નીકળી જશે . ત્યારપછી મને મહેસાણા માં જ બજારમાં આવેલી એટલે કે તોરણવાળી માતાના ચોકે છાપી પુસ્તકાલય છે ત્યાં નોકરી મળી . ત્યાં પણ પગારના લોચા હતા .પહેલા જ્યાં નોકરી હતી એના કરતા તો સારું હતું . ત્યાં મારી મુલાકાત એક વાંચક જીતેન્દ્ર ભાઈ સાથે થઇ . એમને મને એ જ્યાં શાળામાં નોકરી કરતા હતા ત્યાં ગ્રંથપાલની જગ્યા ખાલી હતી તો તેઓ મને ત્યાં લઇ ગયા . ત્યાં મને અમુક સવાલો પૂછવામાં આવ્યા જો સવાલો સાચા હશે તો નોકરી પાક્કી . ત્યાં પણ નોકરી મળી તો ગઈ . પગાર પણ થોડો વધારો થયો પણ રોજનું અપડાઉન ભારે પડી જતું હતું . ત્યારપછી ત્યાં બે વર્ષ નોકરી કર્યા પછી ફરીપાછું મહેસાણા માં જ નોકરી મળી ગઈ સી.બી. એસ.સી સ્કુલમાં . હાલ હું મહેસાણા માં જ આવેલી એન્જી એન્ટર નેશનલ સ્કુલ માં નોકરી કરું છું .

 

કેવી રીતે બન્યો હું બ્લોગર :

વ્યવસાયે હું એક ગ્રંથપાલ છું . મને વાંચવાનો શોખ છે હા પણ એટલો બધો પણ નહિ . હા પણ મને લખવાનો શોખ ઘણો . મને લખવાનો શોખ મારી જ સ્કુલમાં નોકરી કરતા પંકજ શુકલા સર પાસેથી થયો . એમની સ્પીચ એટલી ખતરનાક હોય છે કે છેક હદય ને સ્પર્શી જાય . એમની એમના હિન્દી વિષય પ્રત્યે એટલી તો પક્કડ છે કે વાત જ ના પૂછો . સ્કુલના એન્યુવલ ડે માં રજુ થવાની સ્ટોરી એ પોતે જ તૈયાર કરે એટલે મને આ જોઈ ને ખુબ જ આંનદ થયો . એના પછી મેં પોતાના જ જીવન ઉપર એક પુસ્તક તૈયાર કર્યું . એ પુસ્તક આમ તો તૈયાર જ છે પણ હજુ પબ્લીશ નથી કર્યું . કારણ કે મારી હાલ કોઈ પહેચાન નથી . અને એટલું તો હું પણ સમજુ છું છે કોઈ જીવન ચરિત્ર પુસ્તક ફેમસ વ્યક્તિઓના નામના જ હોય . જે દિવસે મારી પોતાની એક આગવી છાપ ઉભી થઇ જશે ત્યારે એ નિયત સમયે જરૂર પબ્લીશ કરીશ . જ કે હાલમાં તો મારું એક પુસ્તક પબ્લીશ કરી દીધું છે તે ગઝલ પુસ્તક છે . તેનું નામ પ્રેમ નું પારેવું છે . આવા તો એક હિન્દી પુસ્તક પણ તૈયાર થઇ ગયું છે અને એક શોર્ટ સ્ટોરી નું પણ એક પુસ્તક તૈયાર થઇ ગયું છે ટૂંક સમય માં એ પણ રજુ થઇ જશે .






 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ