Fixed Menu (yes/no)

header ads

ગરીબી કેટલી હદ સુધી ગુજરાતીમાં | To What Extent is Poverty? in Gujarati | Gujarati Motivational Story

ગરીબી કેટલી હદ સુધી ગુજરાતીમાં | To What Extent is Poverty? in Gujarati | Gujarati Motivational Story


Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf


 

તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ

આ વાર્તા સુધા મૂર્તિનાં પુસ્તકમાંથી લેવામાં આવી છે . જેમાં મહેમાનની આગતા સ્વાગતતા માટે દૂધ માટે પતિ – પત્ની વચ્ચે ઝગડો થઇ જાય છે . તો ચાલો પૂરી વાર્તા જોઈ લઈએ .


 ૧ )     એક મહિલાની વાર્તા : 




કહેવાય છે ભાવ હંમેશા સારો રાખવો કેમ કે હદયમાં જગા બનાવવા માટેનો રસ્તો છે . 

  

એક મહિલા હોય છે . એ બાળકોના શિક્ષણ માટે ખુબ જ પ્રયાસ કરી રહી હોય છે . બધી જગ્યાએ પહોચી ના વળે એટલા માટે તે ગામમાં શાળા બને માટે પ્રયાસ કરતી હોય છે .

 

એક વાર થયું એવું કે એ મહિલા આસામના કોઈ ગામડે ગઈ . શાળા બને એની જગ્યા જોવા માટે . અચાનક ત્યાં ભારે વરસાદ પડવા લાગ્યો . એમની જોડે બે લોકો બોલ્યા મેડમ લાગે છે આ વરસાદ બંધ નહિ થાય કલાકો માટે . આપણે કોઈ ઘરે આશરો લેવો જોઈએ . નજીકમાં એક ઝુપડી હતી . એ લોકો ત્યાં પહોચી ગયા . 


અને કહ્યું શું અમે આ વરસાદ થોભી જાય ત્યાં સુધી અહી આશરો લઇ શકીએ . તો પેલા ઘરમાં રહેનારા લોકો બોલ્યા ..


હા જરૂરથી તમે લોકો રહી શકો છો . તમે તો અમારા મહેમાન કહેવાઓ . 


પછી એ લોકો ત્યાં બેઠા . હવે પેલી મહિલા જોડે બે લોકો આવ્યા હતા એમને વરસાદમાં નહાવું હતું . એમને વરસાદ ખુબ જ ગમતો હતો . એટલે એ લોકો તો બહાર ચાલ્યા ગયા પેલી મહિલાને એકલી મુકીને . 


હવે મજાની વાત અહી એ છે કે ઝુપડી નાની પણ નહતી , મોટી પણ નહતી . ઝુપડી એવી રીતે બનાવેલી હતી કે એક બાજુ બેઠકરૂમ અને બીજા ભાગે રસોડાનો ભાગ . વચ્ચે પરદો એવી રીતે લાગાવેલો હતો કે બહાર બેઠેલું કોઈ અંદર જોઈ ના શકે . 


અને આવું હોવું જરૂરી પણ છે . એક માં પોતાના બાળકને લઇ બેઠી હોય , સ્તનપાન કરાવતી હોય , માટે રૂમની વચ્ચે પરદો હોવો જરૂરી છે . 


પછી તો ઘરમાં રહેતા પુરુષે મહિલાને ચા , કોફી પીવાનો આગ્રહ કર્યો , પણ પેલી મહિલાએ ના પાડી . પછી એના સિવાય બીજું કશુક ખાવાનો આગ્રહ કર્યો , તો પણ તે મહિલાએ કશી પ્રકારની વસ્તુ ખાવાની કે પીવાની ના જ પાડી દીધી . 


પછી છેલ્લીવાર પેલા ભાઈએ કહ્યું , 

તમે અમારા મહેમાન છો , અમે મહેમાન ભગવાનની જેમ પૂજીએ છીએ . કોઈ અમારા ઘરેથી ભૂખ્યું ,તરસ્યું જાય એ અમને પણ ના ગમે . 


બીજું કશું નહિ તો ગરમ દૂધ તો પીલો ! 


હવે તો મહિલાને પણ થયું આ ભાઈ આટલા સમયથી આગ્રહ કરે છે તો લાવ હા પાડું . 


પેલો ભાઈ જેવો અંદર ગયો દૂધ લેવા , ત્યાંતો તેની પત્ની એને બોલવા લાગી . થોડીવાર પછી તો પતિ - પત્ની વચ્ચે ઝગડો શરુ થઇ ગયો . 


એ બંને વાત ચિત તો કરતા હતા પણ ભાષા આસામની હતી . પણ પેલી મહિલાને  સંકૃત થોડું આવડતું હતું . એટલે એ બંન્નેની થોડી ઘણી વાત સમજાતી હતી . 


એની પત્ની કહેતી હતી કે .. 

તમને કૈઇ ભાન બાણ પડે છે કે નથી પડતું . આટલો વરસાદ છે . દૂધ પણ થોડું છે . હવે આપણું બાળક રડે દૂધ માટે પછી ક્યાં લેવા જશો . સાંજ પડી ગઈ છે . કોઈ બહાર પણ નઈ હોય . 


પછી પતિ કહે  હવે કીધું છે તો હું પણ શું કરું , આટલા બધા આગ્રહ કર્યા બાદ એને દૂધ પીવાની જ હા પાડી . 


જેવો એલો ભાઈ દૂધ લઈને બહાર આવે છે અને પેલી મહિલાને આપે છે ત્યારે પેલી મહિલા બોલે છે . 


ભાઈ મારાથી ભૂલ થઇ ગઈ , મને માફ કરજો . આજે મારે ઉપવાસ છે . આજે મારે કશું ખાવાનું કે પીવાનું છે જ નહિ , માત્ર પાણી પર રહેવાનું છે આજનો દિવસ . 


પછી વરસાદ બંધ થતા મહિલા ચાલી જાય છે , પણ તે દિવસથી એ મહિલા દૂધ પીવાનું છોડી દે છે . 


બોધ : આ વાર્તાથી એટલું સીખવા મળે છે કે વ્યક્તિ ભાવની ભૂખી હોય છે . જો સારો ભાવ હશે તો હદયમાં પણ જગા આપોઆપ બની જશે . 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ