લાલચનું પરિણામ ખરાબ જ હોય છે | The Result of Temptation is Bad in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
લાલચનું પરિણામ ખરાબ જ હોય છે
૧ ) ચમત્કારી સરોવરની વાર્તા :
કહેવાય છે કે જે
નશીબમાં નહતું એનાથી વધારે મળ્યું છે તો થોડો સંતોષ મેળવો નહિ તો જે મળ્યું છે એ
પણ ચાલ્યું જશે .
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ
આજની વાર્તા કંઈક
એવી છે કે જેને વાંચી તમે વધારે પડતી લાલચ કરવાનું ભૂલી જશો .
તો ચાલો મિત્રો
શરુ કરીએ .
એક ચમત્કારી
સરોવર હોય છે. પણ આ સરોવર વિષે અમુક વિદ્વાનોને ખબર હોય છે . વાત એમ છે કે એ
વિદ્વાનોને ખબર તો હોય છે પણ જગ્યાની . પણ ચોક્કસ સ્થળ ખબર હોતી નથી . જેને આ સ્થળ
વિષે ખબર હોય છે એ બધા આવા ચમત્કારી સરોવરની શોધમાં હોય છે .
હવે વાત એમ છે કે
એક વિદ્વાનને આ સરોવર પહાડોની વચ્ચે મળી જાય છે . એટલે એ સરોવરમાં નાહવા પડે છે . અને
દેવતા થઇ બહાર આવે છે .
હવે આ બધુ ઝાડ પર
બેઠેલા વાંદરો અને વાંદરી જોઈ રહ્યા હતા . વાંદરો વાંદરીને કહે અરે આ તો ચમત્કારી
સરોવર છે . આપણે અહીં રહીએ છીએ છતાય ખબર નથી આના વિષે .
હવે વધારે વાર નાકર વાંદરી , અ સરોવરમાં નાહવા પડીએ . કોઈ ચમત્કાર થઇ જાય . એટલે હવે તો કશું
વિચાર્યા વગર એ બંને જણા સરોવરમાં નાહવા પડી જાય છે . અને વાંદરો પુરુષ અને વાંદરી
સુંદર મહિલા થઇ બહાર આવે છે .
આ જોઈ બે જણા
નવાઈ પામે છે . અને વાંદરો હવે વાંદરીને કહે છે , ચલ વાંદરી હવે બીજીવાર નાહવા
પડીએ . આપણે પણ દેવતા બની જઈએ .
તો વાંદરી કહે ના.. મારે હવે વધારે લાલચ કરવી નથી . મને આ સરોવરે સુંદર મહિલા બનાવી દીધી . હું ખુશ
છું અને હું આ સરોવરને આભારી છું . બસ વાંદરીએ તો સંતોષ માણી લીધો . પણ વાંદરો તો
ધરાયો નહિ . એને પુરુષ અવતાર તો મળ્યો હતો પણ એને દેવતા થવું હતું . એટલે એ બીજીવાર
એ ચમત્કારી સરોવરમાં પડ્યો . પણ જેવો બહાર આવ્યો તો પાછો વાંદરાના રૂપમાં આવ્યો .
હવે જે સુંદર મહિલાબની હતી એના લગ્ન કોઈ રાજા સાથે થઇ ગયા . અને જે વાંદરો હતો એને કોઈ મદારી પકડીને
લઇ ગયો .
થોડા સમય પછી એ મદારી રાજમહેલમાં એ જ વાંદરાને ખેલ બતાવા માટે લાવે છે .
વાંદરો જ્યારે પેલી સુંદર મહિલાને જોવે છે ત્યારે થાય છે આ તો મારી વાંદરી છે , પણ
જોવું સરસ જીવન જીવી રહી છે . અને હું એની સામે ખેલ કરી રહ્યો છું .
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ