ભૂતકાળ ભૂલો વર્તમાનમાં જીવો | ગુજરાતી પ્રેરક વાર્તા | Past mistakes live in the present in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
એક રાજા અને ભિખારીની વાર્તા :
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ
આ વાર્તા એક એવા ભિખારીની છે , જેને બે સોનાના સિક્કા મળ્યા છતાય ગટરમાં હાથ નાખે છે , પહેલો સોનાનો સિક્કો શોધવા માટે .
તો ચાલો મિત્રો શરુ કરીએ વાર્તા :
કહેવાય છે
ભૂતકાળમાં જીવતો વ્યક્તિ હંમેશા દુઃખી જ જોવા મળે છે . એટલા માટે જ તે કોઈ દિવસ
આગળ વધી જ શકતો નથી .
એક રાજા હોય છે .
તે ખુબ સુખી હોય છે . રાજા સારો હોવાથી પ્રજા પણ શાંતિથી જીવતી હોય છે . રાજાને એક
જ લક્ષ્ય હતું કે રાજ્યમાં કોઈ દુઃખી અથવા ગરીબી રેખા નીચે ના જીવતું હોવું જોઈએ .
એટલે રાજ્યમાં આવા કોઈ ગરીબ અથવા દુઃખી વ્યક્તિને રાજા જોવે તો કોઈને કોઈ ભેટ આપી
દે . પછી ભલે એ સોનાનો સિક્કો હોય , ચાંદીનો સિક્કો હોય અથવા કોઈ કિમતી વસ્તુ જ
કેમ ના હોય આપી જ દેવાની .
આ રાજાનું નામ
તેના રાજ્ય સિવાય બીજા ઘણા આસપાસના રાજ્યમાં પણ ચર્ચામાં હતું . એટલું બધું નામ
હતું કે બીજા રાજ્યના સેનાપતિ આ વિષે ચકાસણી કરવા આવે ....
કે શું આ વાત સાચી
છે !
અહી જે કોઈ આવે એ
ખાલી હાથે કોઈ દિવસ ના જાય . અને જ્યાં જાય ત્યાં આ રાજ્યની અને આ રાજાની વાત કરે .
એક દિવસ શું થયું .
રાજાને મંદિરે જવાનું થયું . કોઈ વિધિ અર્થે . ત્યાં જ મંદિરની બહાર એક ભિખારી
બેઠો જોયો . રાજાને થયું આ વળી કોણ નવો ભિખારી આવ્યો .
રાજાએ તરત જ એ ભિખારીને
એક સોનાનો સિક્કો સોપ્યો અને કહ્યું ,
હવે અહીંથી ઉભો થા
અને મહેનત કરી પોતાનું જીવન સારી રીતે વિતાવ . એ ભિખારીએ આવો સોનાનો સિક્કો કોઈ
દિવસ નહતો જોયો . એટલે એ એટલો ખુશ થઇ ગયો કે એ સિક્કો ઉછળવા લાગ્યો . રાજાને પણ આ
જોઈ હસવું આવ્યું .
પણ આ શું થઇ ગયું .
એ સિક્કો ગટરમાં પડી ગયો . એ ભિખારીએ ગટરમાં હાથ નાખી સિક્કો બહાર નીકાળવાનો
પ્રયાસ કર્યો .
જો કે રાજા આ બધું
જોઈ જ રહ્યો હતો . એને બીજો સિક્કો આપ્યો . તો પણ એ ભિખારી પાછો ગટરમાં હાથ નાખી પહેલો સિક્કો શોધવા લાગ્યો . રાજાને થયું
લાગે છે આને બે સિક્કાની જરૂર લાગે છે . એટલે વળી રાજાએ ત્રીજો સિક્કો આપ્યો . એ
સિક્કો પણ પોતાના ખિસ્સામાં મૂકી એ જ પહેલો સિક્કો ગટરમાં શોધવા લાગ્યો .
રાજા આ જોઈ રહ્યો
હતો . રાજાથી રહેવાયું નહિ , અને અંતે ભિખારીને પૂછી લીધું ..
તારે આખરે જોવે છે
શું ?
તો પેલા ભિખારીએ
કહ્યું ..
એ જ પહેલો સિક્કો ,જે ગટરના પાણીમાં પડી ગયો .
બોધ : આ વાર્તાથી
એટલું સીખવા મળે છે કે ભૂતકાળને વાગોળવા જશો તો આવનારું ભવિષ્ય પણ વેડફી દેશો .
0 ટિપ્પણીઓ