કામ કરો ના નથી કામ કરવાની રીત બદલો | ગુજરાતી પ્રેરક વાર્તા | Work No Change The Way You Work in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with honest | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
૧ ) એક આંધળા અને એક ઓફિસબોયની વાર્તા :
કોઈ સમય એવો પણ આવી જાય છે જે જીવન જીવવાની રીત પણ શીખવાડી જાય છે .
કેમ છો મિત્રો હું છું મૃત્યમ
હું આજે એવી એક વાર્તા લઈને આવ્યો છું જેથી તમને કામ કરવાની રીત સમજાઈ આવે . આ વાર્તા એક આંધળા વ્યક્તિ અને એક એવા ઓફીસબોયની છે જે વાંચી તમે પણ તમારા કામ કરવાની રીતમાં બદલાવ લાવશો . તો ચાલો શરુ કરીએ .
એક આંધળો વ્યક્તિ હોય છે . એ રસ્તામાં બેસી ભીખ માંગતો હોય છે . એને કોઈ જોડે બોર્ડ બનાવેલું હોય છે અને એમાં લખાવેલું હોય છે કે હું આંધળો વ્યક્તિ છું મને મદદ કરો . પણ કોઈ તેની મદદ કરતુ નથી . એ જે ભીખ માંગવાનું વાસણ લઈને બેઠો હોય છે એમાં કોઈ પૈસા નહતું નાખતું .
એ ભીખ માંગતો હતો એની પાછળની બાજુએ જ એક મોટી કંપની હતી . એમાં એક વ્યક્તિ ઓફીસ્વર્ક કરતો હતો . પણ લોકો તેને નકામો , નબળો વગેરે બોલતા હતા . કામ કરે છતાય આવું બોલતા હતા . એમના બોલવા પરથી લાગતું હતું એ લોકો પેલા વ્યક્તિથી અંદરો અંદર બળતા હતા . કેમ કે એનું કામ બીજા બધા લોકોથી સાવ જુદું જ હતું . એ કોઈ પણ કામ કરે એ જોવાની ખુબ જ મજા આવે . ખુબ જ સારું લાગી આવે એવું કામ .
પેલો જે ઓફીસબોય હતો એ પેલા અંધ વ્યક્તિને જોવે છે . અને તેની મદદ કરવાનું વિચારે છે . તો એ અંધ વ્યક્તિ પાસે જાય છે અને જે બોર્ડમાં જે કોઈ વાક્ય લખેલું હોય છે એ ભૂસી નાખે છે અને બીજું કશુક લખી દે છે . અને ત્યાંથી જતો રહે છે .
જયારે ઓફીસબોય આવતી કાલે આવે છે ત્યારે પેલા અંધ વ્યક્તિ પાસે જાય છે , એ જોવા કે મારું લખેલું જોઈ બીજા કેટલા લોકોએ મદદ કરી .
ત્યારે પેલો અંધ વ્યક્તિ પેલા ઓફીસબોયને ઓળખી લે છે . અને આભાર વ્યક્ત કરે છે . અને કહે છે ભાઈ મને એક વાત ના સમજાઈ , એવું તમે શું લખ્યું કે લોકોએ ખુબ મદદ કરી .
તો પેલો ઓસીસબોય કહે છે કે મેં બસ તમારા લખેલા વાક્ય્મામાં થોડો જ સુધારો કર્યો અને એવું લખ્યું કે ...
આજે દિવસ કેટલો સારો છે કાશ હું આ બધું જોઈ શકતો હોત .
બોધ: આ વાર્તાથી એ શીખવા મળે છે કે કામ કરતા રહો એની ણા નથી પણ જો તમારા કરેલા કામથી કોઈ ફર્ક ના પડતો હોય તો એમાં કશુક નવું ઉમેરો , એટલે કે કામમાં ક્રિએટીવીટી લાવો તમારું કામ જરૂર સફળ રહેશે .
૨ ) જીત મેળવવા માટેનો મંત્ર :
સમય કેવો છે એ ના જો બસ ધીરજ રાખ બસ એ જ પળમાં તું જરૂર જીતીશ
કેમ છો મિત્રો હું છું મૃત્યમ
વાર્તા અહી એક એવા શિક્ષકની છે જેને પોતાના વિધાર્થી પર સંશોધન કર્યું અને એનું અમુક વર્ષો પછી તારણ કાઢ્યું કે કયા વિધાર્થીઓ જીવનમાં કયા સ્થાને છે અને હાલમાં તેઓ શું કરી રહ્યા છે . તો આવો શરુ કરીએ વાર્તા .
એક શિક્ષકે ક્લાસરૂમમાં બધા વિધાર્થીઓને ચોકલેટ અને કેટબરી આપી અને કહ્યું આ ચોકલેટ અને કેટબરી તમારે હાલ નથી ખાવાની થોડીવાર રહીને દશ મિનીટ પછી ખાવાની છે . અને તે આપી શિક્ષક ક્લાસમાંથી બહાર જતા રહ્યા .
કોઈએ બે બિનીત રાહ જોઈ , કોઈએ પાંચ મિનીટ રાહ જોઈ , કોઈએ સાત મિનીટ રાહ જોઈ પછી એમનાથી રહેવાયું નહિ એટલે તેઓ પોતાની ચોકલેટ અને કેટબરી ખાઈ ગયા . બસ સાત છોકરાઓ એવા હતા કે જેમને શિક્ષકાના આવવાની રાહ જોઈ , દશ મિનીટ રાહ જોઈ .
જ્યારે શિક્ષક આવે છે ક્લાસમાં ત્યારે જોયું તો મોટા ભાગના છોકરાઓએ તો પોતાની ટોફી ખાઈ ચુખ્યા હતા માત્ર સાત છોકરાઓ એવા હતા કે જેમને પૂરી દશ મિનીટ રાહ જોઈ . શિક્ષકે એ સાત છોકરાઓના નામ પોતાની ડાયરીમાં નોધી લીધા . અમુક વર્ષ સુધી રાહ જોઈ .
સમય વીતતો ગયો . હવે સમય આવી ગયો હતો કે એ જે છોકરાઓના નામ નોધ્યા હતા એ હાલમાં કયા સ્થળે છે અને કઈ પોસ્ટ પર છે . જ્યારે એ શિક્ષક તપાસ શરુ કરે છે ત્યારે ઈ સાત છોક્રાઓમાથી કોઈ બીઝનેસમેન , કોઈ આર્ટીસ્ટ , કોઈ વિદેશમાં વસી ગયો પોતાની કંપની ખોલી વગેરે વગેરે . એ સાત છોકરાઓ પોતાના જીવનમાં ખુબ આગળ પડતા હતા .
જયારે બાકી વધેલા છોકરાની તપાસ કરે છે , એમના ઘરે જઈને જેમને એ ચોકલેટ , ટોફી દસ મિનીટ પહેલા ખાઈ લીધી હતી એ બધા મિડલક્લાસ જીવન જીવી રહ્યા છે . એ લોકો હતા ત્યાના ત્યાં જ છે . અગલ વધી શક્યા નહિ .
બોધ : આ વાર્તા પરથી એ શીખવા માળે છે કે જીવનમાં હંમેશા ધીરજ રાખવી જરૂરી છે . જો સમય સારો હોય તો સારું કહેવાય પણ જો સમય ખરાબ હોય તો ધીરજ રાખવાથી વિચારી શકાય કે હવે આગળ શું કરવાનું છે . તમને વિચારવાનો સમય મળી રહે છે . તેથી તમે આવા કપરા સમયમાં પણ જીવન સારું જીવી શકો છો .
૩ ) એક મુર્તીકારની વાર્તા :
કહેવાય છે કે જીવનમાંથી જો રંગ ઉડી જાય તો જીવન જીવતી લાશ જેવું થઇ જાય છે .
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ
આપણે અહી વાર્તા એની કરવાના છીએ જે એક મૂર્તિકાર હોય છે . એ ભલે મૂર્તિ બનાવતો હોય પણ રંગનું જીવનમાં શુમાંહ્ત્વ હોય છે એ જાણતો હોતો નથી . તો ચાલો મિત્રો આજે આપણે જીવનમાં રંગનું શું મહત્વ છે આવો જાણીએ .
ગણેશમહોત્સવ નજીક હોય છે . એક મુર્તીકારે ગણપતિની ઘણી બધી મૂર્તિ બનાવી હોય છે . હવે તે મૂર્તિ વેચાય તે માટે તેને પોતાના ઘરની બહાર જ ગણપતિની મૂર્તિ લાઈનસર મૂકી હોય છે .
આ બધું કામ લગભગ દશ દિવસ પહેલા જ શરુ થઇ ગયું હતું . જેથી તેની બધી મૂર્તિઓ વેચાઈ જાય .
મૂર્તિ બહાર ગોઠવ્યાને એક દિવસ વીત્યો , બે દિવસ વીત્યા , પાંચ દિવસ વીત્યા , સાત દિવસ વીત્યા . હવે તો ગણપતી મહોત્સવ માટે માત્ર ત્રણ જ દિવસ રહ્યા હતા . પણ કોઈ મૂર્તિ લેવા જ ના આવે .
શું કરવું હવે એ મૂર્તિકારને સમજાતું નહતું . એને મૂર્તિ બનાવવામાં તો ખુબ જ મહેનત કરી હતી છતાય કેમ નહતી વેચાતી એની ખબર નહતી પડતી .
એક દિવસ તેના ઘરે એનો મિત્ર આવ્યો . બહુ દિવસે મળ્યા હતા તેથી જૂની યાદો તાજી થઇ . જયારે બધી વાત પત્યા બાદ જયારે જીવનમાં હાલ શું ચાલે છે તેની વાત થઇ , ધંધાની વાત નીકળી ત્યારે તેનો મિત્ર રડવા જેવી હાલતમાં આવી ગયો .
અને તેને એના મિત્રને કહ્યું મિત્ર મેં એટલી બધી ગણેશની મૂર્તિ બનાવી છતાય વેચાતી નથી . મને મારી કળા પર નફરત થઇ ગઈ છે . હું એટલી સારી મૂર્તિ બનવું છું છતાય વેચાતી કેમ નથી એ સમજાતું નથી .
જ્યારે તેનો મિત્ર એ બધી મૂર્તિ જોવે છે તો વાહ શબ્દ નીકળી જાય છે . ત્યારે પેલાના મનમાં વિચાર આવ્યો કે અહી મારી મૂર્તિ વેચાતી નથી અને આ કેમ વાહ બોલે છે . ત્યારે તેને વાહ શબ્દ કેમ બોલ્યો એ કહ્યું .
ત્યારે એના મિત્રે સમજાવ્યો કે ....
શું પણ મિત્ર ...
પણ મિત્ર અ ગણેશઉત્સવના તો માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે . આટલી બધી મૂર્તિને હું કેવી રીતે રંગી શકું .
અરે મિત્ર હું છું ને આપણે આ કામ પૂરું કરીશું .
પછી તો એમના બીજા મિત્રોને તેના ઘરે બોલાવ્યા અને તેના મિત્રની મદદ માટે , એમને પણ મદદ કરવાની હા પડી . બે દિવસમાં તો બધું કામ પૂરું થઇ ગયું . અને સમયસર બધી મૂર્તિ વેચાઈ પણ ગઈ ;.
અને જીવનમાં રંગનું શું મહત્વ છે એ પણ સમજાવ્યું . એના મિત્ર એને પાણીના ઉદા . દ્વારા સમજાવ્યું કે જેમ પાણી બધા રંગોમાં ભળી જાય તેમ આપણે પણ ભળતા શીખવું જોઈએ . એટલે કે કશુક નવું કરવું જોઈએ જેથી કરી આપણું કામ અલગ દેખાઈ આવે .
બોધ : આ વાર્તા પરથી એ સીખવા મળે છે કે જો તમારા પાસે કોઈ કળા હોય તો એને દરેક સમયે એક નવા અંદાજમાં દર્શાવો જેથી કરી તમારી નવી ઓળખાણ ઉભી થાય .
૩ ) એક રાજા અને ખેડૂતની વાર્તા :
કહેવાય છે કે પૈસા હોવા છતાં શાંતિ જ ના હોય તો એ જીવન શું કામનું ?
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ
હું લઈને આવ્યો છું એક એવી વાર્તા કે જેમાં એક ખેડૂત રાજાને સમજાવે છે કે જીવનમાં પૈસાનું શું અને કેટલું મહત્વ છે . તો ચાલો શરુ કરીએ વાર્તા .
એક રાજા હતો એને ઘણું મોટું સામ્રાજ્ય હતું . છતાય ઉદાસ અને દુઃખી રહેતો હતો . કોણ જાણે એમને શું દુઃખ હતું . દરેક વખતે માત્ર એક જ વાત કહ્યા કરે આખરે શાંતિ પામવા માટે શું કરવું . મારા જોડે આટલું બધું છે છતાય હું ઉદાસ અને દુઃખી કેમ રહ્યું છું એ સવાલનો જવાબ શોધવાનો છે .
એક એમની સારી આદત હતી . એ મહિનામાં એક વાર તો પોતાના નગરમાં વેશ બદલીને પ્રજા સાથે સમય વિતાવે . જેથી કરી રાજા પ્રજાનું દુઃખ સારી રીતે સમજી શકે .
એક દિવસની વાત છે. એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો . એટલામાં ત્યાંથી રાજા વેશ બદલીને એ બાજુ આવ્યો . રાજાની નજર એ સુતેલા ખેડૂત પર ગઈ . એના ફાટેલા કપડા પર ગઈ . ખેડૂતની આવી દશા જોઇને રાજાને એના પર દયા આવી . અને એના ખેતરમાં ચાર સોનાના સિક્કા મૂકી દીધા .
અને પેલા ખેડૂતને કહ્યું ભાઈ આ ચાર સોનાના સિક્કા તારા પડી ગયા છે લે આલી લે આ સિક્કા . પેલો ખેડૂત કહે આ સોનાના સિક્કા મારા નથી . આ જેને જરૂર હોય એને આપી દો .
એક રાજા પણ નવાઈ પામ્યો કે આ ખેડૂત શું આટલો બધો સુખી કેવી રીતે હોઈ શકે . એટલે એનાથી રહેવાયું નહિ . તમે કેટલા પૈસા કમાઈ લ્યો છો .
ત્યારે ખેડૂત કહે છે ચાર આના !
રાજા કહે છે...
શું તમે આ જે ચાર આના કમાવો છો એનાથી ખુશ છો .
ખેડૂત કહે...
હા હું ખુશ છુ . હું આટલામાં સંતોષ માનું છું . અને સુખી સુખી પોતાનું જીવન જીવી રહ્યો છું .
પછી રાજા ત્યાંથી ચાલ્યો જાય છે . અને સભામાં એ ખેડૂતને બોલાવામાં આવે છે .
રાજા એ ખેડૂતને કહે છે ...
ભાઈ કાલે જે માણસ તારી જોડે આવ્યો હતો એ હું જ હતો . મને મારે એક વાત તારાથી સાંભળવી હતી . આ ચાર આના કમાય છે એમાં તું ખુશ કેવી રીતે રહી શકે છે .
તો ખેડૂત કહે છે...
જુઓ રાજાજી...
- એક આનામાં હું મારું ઘર ચલાવું છું
- બીજા આનામાં છોકરાઓનું ભણવાનું અને એમની જરૂરિયાતો પૂરી કરું છું
- ત્રીજો આનો હું મારા માં બાપ પાછળ ખર્ચું છું .
- હવે ચોથો જે આનો બચ્યો એ હું બચાવું છું જેથી કરી મુસીબતના સમયમાં કામ લાગે .
રાજા આ ખેડૂતની વાત સાંભળી એટલો તો પ્રભાવિત થયો કે એને લાગ્યું કે આ જ સુખી માણસ છે .
બોધ. આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે જીવનમાં પૈસા જ સુખ અપાવી શકતા નથી . થોડો સમય પોતાની માટે તો થોડો સમય પોતાના લોકો માટે ફાળવી જુઓ શાંતિ અને સુખ જરૂરથી મળશે .
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ