ત્યારે સમજી લેજો પાસ થઇ ગયા | ગુજરાતી પ્રેરક વાર્તા | Then understand that you have passed in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
૧ ) રાજા અને ચાર રાણીઓની વાર્તા :
સ્કુલ , કોલેજની પરીક્ષામાં
ભલે લોકો નાબરથી પાસ થતા હોય પણ જ્યારે કોઈ વ્યક્તિ તમને હદયમાં જગા આપી દે ત્યારે
સમજી જજો પાસ થઇ ગયા તમે .
આ વાર્તા એક રાજા
અને રાણીઓની છે , જેમાં રાજા ધરડો થઇ જાય છે અને અંતિમ દિવસો જંગલમાં વિતાવવા હોય
છે પણ રાણીઓની વાત સાંભળીને હદય ખુબ દુભાય છે . અંતે એક અવાજ આવે છે , અંતરઆત્માનો
અવાજ .
કેમ છો મિત્રો હું
છું મૃત્યમ .
હું લઇ આવ્યો છું
તમારા માટે એવી વાર્તા કે જેને વાંચી તમે જીવનમાં સાચી દિશા શોધી શકશો . તો ચાલો
શરુ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા .
એક રાજા હતો .
તેને ખુબ જ મોટું સામ્રાજ્ય હતું . એને ચાર રાણીઓ હતી . જીવનના એટલા દિવસો તેને
ખુબ સારી રીતે વિતાવ્યા . જે ચાહ્યું એને હાસિલ પણ કરી બતાવ્યું . બધું જ સારું
ચાલતું હતું . હવે સંતાનો મોટા થઇ ગયા હતા અને રાજા ધરડો થઇ ગયો હતો .
એક દિવસ રાજમહેલમાં
એક વૈદ્યને બોલાવવામાં આવ્યો . એને કહ્યું કે હવે રાજા બહુ દિવસ નહિ જીવી શકે .
ત્યાના કોઈ ઋષિ હતા એમને કહ્યું કે ...
હે રાજન હવે તમેં
આ બધું રાજપાઠ છોડી દો , અને કોઈ જંગલમાં વધ્યું જીવન વિતાવો . કોણ જાને કોઈ
ચમત્કાર થઇ પણ જાય .
એટલે રાજા પોતાનામોટા સંતાનને રાજપાઠ સોપી દે છે . અને વિચારે છે ચારમાંથી કઈ રાણીને મારી સાથે લઇ
જાઉં . જો એની મરજી હશે તો જ લઇ જઈશ , પરાણે નહિ લઇ જઉં . હું એમ કરું ચાર રાણીને
હું જાતે જ પૂછી જોઉં આખરે મારી સાથે કોણે આવવવું છે .
ત્યારે તે પોતાની
પહેલા ચોથી રાણીના જોડે જાય છે . અને કહે છે કે ..
મારે હવે જીવનના
છેલ્લા દિવસો જંગલમાં વિતાવવા છે . હું તને ખુબ જ પ્રેમ કરું છું . હું એવું
ઈચ્છું છું કે તું તમે મારી સાથે મારા છેલ્લા દિવસોમાં સાથ આપો .
ત્યારે ચોથી રાણી
કહે છે મારે તમારી સાથે જંગલમાં નથી આવવું અને તમે પણ અહી રહોને , જંગલમાં જઈ શું
કરશો , હું તો કહું છું કે અહી જ જીવન વિતાવો .
આવું સાંભળી રાજાદુઃખી થઇ ગયો . હમણાં જ લગ્ન થયા હતા . એટલે પ્રેમ પણ ખુબ હતો રાજાને એની પત્ની
પ્રત્યે પણ પત્નીએ પ્રેમની કદર ના કરી . એટલે એ ઓરડામાંથી બહાર નીકળી ગયો .
એને થયું લાવ હું
મારી ત્રીજી રાણીને મળું એ શું કહે છે . એટલે રાજા ત્રીજી પત્નીના ઓરડામાં જાય છે .
અને કહે છે ....
મારે હવે જીવનના
છેલ્લા દિવસો જંગલમાં વિતાવવા છે . હું તને ખુબ જ પ્રેમ કરું છું . હું એવું
ઈચ્છું છું કે તું તમે મારી સાથે મારા છેલ્લા દિવસોમાં સાથ આપો .
ત્યારે ત્રીજી રાણી
કહે છે કે ...
મારે નથી આવવું .
વળી જંગલમાં તો રહેવાતું હશે . તમને અચાનક શું થઇ ગયુ છે . હું તો કહું છું તમે પણ
અહી જ રહો મહેલમાં , ત્યાં જાનવર કેટલા બધા હોય અને ત્યાં જઈને રહીને કરવાનું શું ?
એના કરતા અહી જ મહેલમાં રહોને .
ત્રીજી રાણી જે
બોલી એનું પણ દુઃખ લાગ્યું અને રાજા ત્રીજી રાણીના ઓરડામાંથી બહાર નીકળી ગયો .
બીજી રાણી બુદ્ધિવાન
હતી રાજાને લાગતું હતું કે આ બીજી રાણી મારી સાથે જરૂરથી આવશે . કેમ કે એને મારો
વહીવટમાં , હિસાબોમાં હમેશા સાથ આપ્યો છે . રાજ્યનું કોઈ કોઈ પણ વહીવટી ખાતું હોય
એને મને મદદ જરૂર કરી છે .
આવું વિચારીને
રાજા બીજી રાણીના ઓરડામાં જાય છે . અને કહે છે ...
મારે હવે જીવનના
છેલ્લા દિવસો જંગલમાં વિતાવવા છે . હું તને ખુબ જ પ્રેમ કરું છું . હું એવું
ઈચ્છું છું કે તું તમે મારી સાથે મારા છેલ્લા દિવસોમાં સાથ આપો .
ત્યારે બીજી રાણી
કહે છે...
ના રાજા હું તમારી
સાથે ના આવું . હા પણ એક વચન આપી શકું ...
તમારી જ્યારે
અંતિમ ક્ષણ હશે ત્યારે શાહી અંદાજથી તમને સ્મશાને લઇ જવાની જવાબદારી મારી . હું એમાં
કોઈ કસર બાકી નહિ મુકું .
આવું સાંભળી જ્યારે
રાજા બહાર નીકળવા જાય છે ત્યારે એને એક અવાજ સંભળાય છે ....
હું જરૂર તમારી
સાથે આવીશ . આ અવાજ રાજાની પહેલી રાણીનો હતો .
એ પણ રાજાની જેમ ધરડી
થઇ રહી હતી . એની સેવા ચાકરીના પણ દિવસો નજીક હતા . છતાં એને રાજા જોડે જવાનું કહ્યું
.
ત્યારે રાજાને
સમજાયું કે આખરે મેં જેને ખુબ પ્રેમ કર્યો એને મારી સાથે આવવાણી ના પાડી અને મેં
જેને ગણકારી નહિ એ આજે મારા સાથે આવવા પણ તૈયાર છે .
બોધ : બસ હદયમાં
જગા બનાવો બધા સાથ આપશે .
આ વાર્તા મારી કે
તમારી નથી આ વાર્તા આપણા બધાની છે .
જો વાર્તાનો સારાંશ
સમજીએ તો કશુક આવો થાય .
રાજાની ચોથી રાણી
એટલે કે...
આપણું શરીર જેને
ગમે ગમે તેટલું તૈયાર કરી લો છતાં એ તમારી સાથે નહિ આવે .
રાજાની ત્રીજી
રાણી એટલે કે ...
બાહ્ય વસ્તુઓ .
જેમ કે મોધો મોબાઈલ , લેપટોપ , ગાડી આ બધી એવી વસ્તુઓ છે જે તમને આનંદ તો આપે છે ,
ગમેતો બહુ જ છે પણ તમારા અંતિમ દિવસોમાં તમારી સાથે નહિ આવે .
રાજાની બીજી રાણી એટલે કે...
આપણો પરિવાર જે આપણને
મદદ તો કરશે . સારું શું , ખોટું શું એનાથી પરિચિત પણ કરાવશે . એટલું જ નહિ સ્મશાન
સુધી પણ આવશે પણ તમારી સાથે તો નહિ આવે .
રાજાની પહેલી રાણી
એટલે કે...
આપણી આત્મા જે
તમારા અંતિમ ક્ષણ સુધી સાથે રહે છે .
અહી કહેવાય છે જે
મફતમાં મળ્યું હોય એની કદર કોઈ દિવસ નથી થતી .આત્મા પણ આવું જ કશુક છે . માટે તેની
સંભાળ રાખવા માટે ધ્યાન કરો . તો જ સમજાશે કે તમે પોતે કોણ છો .
આ ચાર રાણીની
વાર્તા જો તમને ખુબ જ ગમી હોય તો તમારા સ્નેહીને જરૂરથી શેર કરજો . જેથી કરી એ પણ
પોતાને સરખી રીતે જાણે .
૨ ) એક અમેરિકન છોકરાની વાર્તા :
કહેવાય છે કે માતૃભૂમિનું ઋણ જો બાકી હોય તો આજે નહિ તો કાલે જરૂર ચુકવવું પડે છે .
આ એક એવી વાર્તા છે જે અમેરિકામાં જન્મેલું બાળક ભારત આવીને પોતાનું ઋણ અદા કરે છે .
પણ કહેવાય છે ને ઋણ કોઈ પણ હોય પૂરું તો કરવું જ પડે છે . તમે ધર્મથી તો ભાગી શકો છો કર્મથી નહિ .
હવે થયું એવું કે આ જે મિહિર હતો એ અભ્યાસ જ કરી રહ્યો હતો અમેરિકામાં . બસ થોડા જ મહિના બાકી હતા પૂર્ણ થવામાં . એક એનો ખાસ મિત્ર હતો જે ભારતથી અમેરિકા અભ્યાસ હેતુ આવ્યો હતો . એ બંને એક જ ક્લાસમાં હતા .
એના મિત્રે મિહિરને કહ્યું હતું કે , જો અભ્યાસ પૂર્ણ થયા બાદ ઠીક બે મહિના પછી મારો જન્મદિવસ છે . બીજા કોઈ આવે કે ના આવે તારે તો જરૂર આવવાનું છે . એ બહાને તુ મારું ઘર પણ જોઈ લેજે અને મારા શહેરની શેર પણ કરાવીશ .
પાક્કો મિત્ર હતો એટલે એ મિહિરને ના પાડી શક્યો નહિ . અને અભ્યાસ પૂર્ણ થયા બાદ બે મહિના પછી જ્યારે મિહિર ભારત આવે છે ત્યારે કોઈ પોતાનું હોય એવો અહેસાસ થાય છે !
જયારે એનો મિત્ર પોતાના ઘરે લઇ જાય છે ત્યારે દીવાલ પર પોતાના માં બાપનો ફોટો જોવે છે તો હેરાન થઇ જાય છે . જયારે તે એની જાણકારી મેળવે છે તો જાણ થાય છે કે એ ફોટામાં એના જ માતા પિતા છે . અને જે મિત્ર છે એ તેનો કાકાનો છોકરો છે . એટલે એનો ભાઈ થયો . અને એ ઘર એના દાદા - દાદીનું છે .
જ્યારે દાદા - દાદીને મિહિર વિષે જાણ થાય છે ત્યારે તે લોકો રડી પડે છે . અને બધું પહેલાનું યાદ કરાવે છે .
હવે મિહિરને પણ પોતાનાં માં બાપને ભારત બોલાવા હોય છે , પણ એવું તો એ શું કરે જેથી કરી તે ભારત આવે.
એટલે મિહિર પોતે પોતાના અકસ્માતનું બહાનું બતાવે છે અને પોતાના માં બાપને પાછા ભારત આવવા મજબુર કરે છે .
અને આખરે પોતાના જ માં બાપને દાદા - દાદી જોડે મિલાપ કારાવે છે . અને હમેશ માટે અહી ભારતમાં રહી જવા મજબુર કરી દે છે .
વાર્તા નાની જરૂર છે પણ જીવનનો સંદેશ કહી જાય છે .
એક પિતા જ પૈસા માટે પોતાના માં બાપને ભૂલી જાય છે અને પોતાનો જ દીકરો પિતાના માં બાપ નો ભેટો કરાવે ત્યારે કેવો માહોલ ઉભો થાય તમે લોકો સારી રીતે જાની શકો છો .
બોધ : જીવનમાં પૈસા જરૂરી છે પણ એટલા પણ નહિ જેના લીધે પરિવારને ભૂલવો પડે .
૩ ) એક વૃદ્ધ દાદીની અને નવ વર્ષના બાળકની વાર્તા :
કહેવાય છે કે એવું ભણતર શું કામનું જે માત્ર ભણતર જ આપે ગણતર નહિ .
એક નાનું એવું સુખી કુટુંબ હતું . એમાં કમળા નામની મહિલા રહેતી હતી . લગ્નના ત્રીસ વર્ષ તો એને સંઘર્ષમાં જ વિતાવ્યા . પતિ શારીરિક રીતે નબળો હોવાથી ઘરની બધી જ જવાબદારી એને પહેલેથી જ ઉપાડી લીધી હતી . જો કે બધું ઠીક ઠીક ચાલતું હતુ .
એક દિવસ શું થયું પરિવારના બધા લોકો માતાજીના દર્શને ગયા . સારા એવા દર્શન પણ થઇ ગયા . જયારે તેઓ પાછા આવતા હતા ત્યારે તેમની બસનો અકસ્માત થઇ ગયો . જ્યારે બસ ખાઈમાં પડવાની હતી એના પહેલા જ કમળા બારીમાંથી બહાર ફેકાઈ ગઈ અને બાકીનાનું ખાઈમાં પડતા મૃત્યુ થઇ ગયું .
જે ઉમરે વ્યક્તિની ઘરે બેસવાની , આરામ કરવાનો સમય હોય એ ઉમરે મજુરી કરવાનો વારો આવ્યો . પતિ અને બાળકના મૃત્યુ પછી કમળા નિરાધાર જ બની ગઈ . કોઈ સહારો રહ્યો નહિ .
એકવાર શું થયું, ...
કમળા ફળની લારી લઇ રસ્તામાં જતી હતી ત્યારે એક મોટો ઢાળ આવ્યો . કમળા એ રસ્તા પર પહેલી વાર આવી હતી . એ સાવ એ એરિયામાં પણ અજાણી હતી . હવે ફળ ભરેલી લારી ઢાળ પર ચડાવી કેવી રીતે . શરીરમાં એટલી હિંમત પણ નહતી .
જોકે એ જ રસ્તા પર આવનારા જનારા લોકોની સંખ્યા તો હતી . પણ કોઈ તેની મદદ નહતું કરતુ . સુરજ માથે આવી ગયો હતો . લગભગ બપોરનો એક વાગ્યો હશે . એટલામાં જ શાળા છૂટી .
અને કમળાને આવું કરતા જોઈ એ તરત જ દોડી આવ્યા મદદ માટે . આખરે કમળાબેનની ફળ ભરેલી લારી ચડી ગઈ .
જે કામ મોટા લોકોએ કરવું જોઈતું હતું એ નાના નાના ભુલકાઓએ કરી બતાવ્યું .
બોધ : એવું ભણતર શું કામનું જે એક વૃદ્ધ મહિલાની લાગણી ના સમજી શકે !
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ