Fixed Menu (yes/no)

header ads

હંસ અને કાગડાની વાર્તા | ગુજરાતી બાળવાર્તા | The Story of The Swan and The Crow in Gujarati | Children's Story in Gujarati

હંસ અને કાગડાની વાર્તા | ગુજરાતી બાળવાર્તા | The Story of The Swan and The Crow in Gujarati | Children's Story in Gujarati


Children's Story in Gujarati | પ્રેરક  બાળવાર્તા | Motivational Children's Story in Gujarati |બાળવાર્તા pdf | ટૂંકી બાળવાર્તા | નવી બાળવાર્તા | નાના બાળકોની વાર્તા 



હંસ અને કાગડાની વાર્તા ( The Story of The Swan and The Crow in Gujarati ) 

 


કહેવાય છે કે ઘમંડ વ્યક્તીની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે માટે કોઈ દિવસ ઘમંડ ના કરવો .

 

કેમ છો મિત્રો હું છું મૃત્યમ . હું લઈને આવ્યો છું એક એવી પ્રેરક બાળવાર્તા જે વાંચીને તમારા જીવનમાં થોડો તો બદલાવ આવશે જ .

 

એક કાગડો હોય છે . તે સમુદ્ર કિનારે કોઈ ઝાડ પર રહેતો હોય છે . ત્યાં એક હંસ રહેતો હોય છે . કાગડો થોડો મસ્તીવાળો અને હંસ શાંત સ્વભાવનો હોય છે . કાગડાને કોઈ જગ્યાએ બેસી રહેવાનું ના ફાવે અને આમથી આમ ઉડે અને અખો દિવસ કા ... કા .. કા ... કરે જ જાય , થોડીવાર પણ ચુપ ના રહે .

 

કાગડો રોજ હંસને જોવે અને હસવું આવે આ તો કેવો હંસછે જે એક જ જગ્યાએ બેસી રહે . ના કોઈ જોડે આવવું અને ના કોઈ જોડે બોલવું . એ અને અને એનો પરિવાર આખો દિવસ એ બધા જોડે જોડે ને જોડે . કોઈ દિવસ મારા જોડે વાત પણ નથી કરતા . કેવા છે આ લોકો .

 

એક દિવસ તો કાગડાને મસ્તી સુજી . અને એ કાગડો હંસ જોડે જાય છે અને કહે છે કે શું તમે લોકો આમ શાંત બેસી રહો છો અને ઉડો એટલે સીધા જ ઉડો છો , શું તમને મસ્તી કરવી , કોઈ કરતબ કરવી પસંદ નથી .

 

તો હંસ કહે છે ના કાગડાભાઈ અમે તો આવા જ છીએ . અમને તો શાંત બેસી રહેતા અને સીધું એકધારું ઉડતા જ આવડે .

 

કાગડો કહે મારે તમારી જોડે હરીફાઈ કરવી છે મારે જોવું છે કોણ જીતે છે . હું જે કટબ કરું એ તમારે કરવાની ...

 

પછી એક હંસ બોલ્યો સારું પણ... મારી પણ એક શરત છે હું જે કરતબ કરું એ તારે પણ કરવાની .

તો કાગડાએ પણ હા પાડી દીધી .

હવે કાગડાએ પોતાની કરતબ બતાવવાનું શરુ કર્યું .ઘડીવાર ઉંધો ઉડે , આમ ઉડે , તેમ ઉડે જાત જાતની કરતબ બતાવી પણ આવું બધું હંસ કરી શક્યો નહિ .

 

પછી હંસે સમુદ્ર ઉપર ઉડવાનું શરુ કર્યું . એની પાછળ પાછળ કાગડો પણ ઉડ્યો . થોડીવાર થઇ છતાં હંસ કોઈ કરતબ ના કર્યું . કાગડો બોલ બોલ કરે અરે હંસ ભાઈ તમે માત્ર ઉડ ઉડ જ કર્યા કરો છો , કોઈ કરતબ તો બતાવો . પણ હંસ તો કોઈ જવાબ જ ના આપે . ખુબ દુર આવી ગયા હતા . કાગડો થાકી ગયો હતો .

 

લાગતું હતું કે કાગડાનું મૃત્યુ નજીક છે . કેમ કે નીચે તો દરિયો હતો , વિસામો ખાવા બેસે તો બેસે ક્યાં આખરે . કાગડો તો રડવા લાગ્યો અને હંસની માફી કાગડાભાઈ હવે તમે ઉડવાનું બંધ કરો મને દરિયા કિનારે લઇ જાઓ નહિ તો હું પાણીમાં પડી જઈશ અને મૃત્યુ પામીશ .

 

હંસભાઈ હવે મને સમજાયું કે મને અભિમાન હતું પોતાની જાત પર , પણ તમે બધું ઉતારી નાખ્યું . હવે જલ્દી કરો , મને તમારી પીઠ ઉપર બેસવા દો અને કિનારે લઇ જાઓ .

 

હંસ ત્યારે પણ કશું ના બોલ્યો , ચુપચાપ કાગડાને પોતાની પીઠ પર બેસાડી દરિયાના કિનારા પર લઇ આવ્યો . તે જ ક્ષણે કાગડાની બધી કરતબ પાણીમાં તણાઈ ગઈ . પોતાને અહેસાસ થયો કે બધામાં કશી ના કશી આવડત તો હોય જ છે . ઘમંડ ના કરવું જોઈએ .

 

બોધ : પોતાની જાતને એટલી પણ નીચી ના પાડવી જેથી કરી બીજા લોકો આપડી હસી ના ઉડાવે .

કોઈ દિવસ ઘમંડ ના કરવું જોઈએ નહિ તો કાગડા જેવી હાલત થાય . 

નમસ્કાર મિત્રો હું મૃત્યમ . હું તમારી સમક્ષ બાળવાર્તા લઈને આવ્યો ચુ . સારી લાગે તો તમારા મિત્રોને શેર જરૂર કરજો . 


આભાર 

" મૃત્યમ "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ