કર્મોનું ફળ મળીને જ રહે છે | ગુજરાતી પ્રેરક વાર્તા | The Fruits of Karma Remain Together in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with honest | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
૧ ) એક શેઠની વાર્તા :
કહેવાય છે કે લોકો કીચ્ચડથી એટલા માટે ચાલે છે કે કપડા ગંદા ના થઇ જાય અને કીચ્ચડને ઘમંડ આવી જાય છે કે મારાથી પણ લોકો ડરે છે .
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ
હું લઈને આવ્યો છું એક એવી વાર્તા કે જેમાં એક કંપનીના શેઠનો જ ગુસ્સો તેમને પોતાને જ નડે છે . . કમરમ કોઈને છોડતો નથી . જેવું કર્મ કરશો તેવું ફળ મળશે . બસ આવું જ આ શેઠ જોડે થાય છ . તો આવો મિત્રો શરુ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા મૃત્યમની .
એક શેઠ હતો. તે હતો તો સુખી સંપન . સવાર સવારમાં પોતાની કંપનીમાં ખુબ ગુસ્સેથી આવ્યો . કોણ જાણે ગુસ્સો કઈ વાતનો હતો .
એને પોતાના મેનેજરને બોલાવ્યો . અને એક મહિનામાં જે કંઈક કામ થયું હોય એ બધાનો રીપોર્ટ મંગાવ્યો . રીપોર્ટ બધા બરાબર હતા છતાય , એમાં કશી ભૂલ નાતી છતાય શેઠે એ મેનેજરને ખુબ બોલ્યા . ભૂલ નહતી તો પણ ભૂલ નીકાળી . બધો ગુસ્સો એ મેનેજર પર ઉતાર્યો .
મેનેજરને વિચાર આવ્યો બધો રીપોર્ટ બરાબર છે , કોઈ ભૂલ નથી છતાય શેઠ મને કેમ બોલ્યા . આ કંપની મેં મારા ઘર જેમ સાચવી . છતાય શેઠ મને બોલ્યા . મારા આટલા વર્ષોનું આવું પરિણામ મળ્યું .
એટલે મેનેજરે પણ એક મીટીંગ બોલાવી અને એમને જે કામ કર્યું હોય એનો રીપોર્ટ મંગાવ્યો . એમાંથી જેનો રીપોર્ટ નહતો સારો એને મેનેજરે ખુબ બોલ્યો . તારું કામ બરાબર નથી . બરાબર કામ કર નહિ તો કાઢી મુકીશ .આવું જ સીધું કહી દીધું મેનેજરે પોતાનો બધો ગુસ્સો પેલા કામ કરતા મજુર પર ઉતારી દીધો .
હવે મજુર પણ વિચારમાં પડી ગયો કે આટલી ઓછી ભૂલમાં મેનેજરે મને આટલું કેમ બોલ્યો . મેં આટલી મહેનત કરી છતાય આટલું બધું બોલ્યો . મારું બધા સામે અપમાન કરી નાખ્યું . મજુર બિચારો પોતાનું કામ સાંજ સુધી કરતો રહ્યો રડતા મોઢે .
જયારે કામ પત્યું ત્યારે મજુર વોચમેનને બોલ્યો . ખબર નથી પડતી દરવાજો આખો ખોલવાની . હમણાં હું પડી ગયો હોત તો બાઈક લઈને .
વોચમેન પણ વિચારમાં પડી ગયો , રોજ હું અડધો દરવાજો જ ખોલું છું તો આ ભાઈ આજે મને આવું કેમ બોલ્યા . વોચમેનનો પણ પારો ઉચે આવી ગયો હતો .
હવે વોચમેન ઘરે જઈને પોતાની પત્નીને બોલ્યો . તને શું સમજણ નથી પડતી એક માણસ થાક્યો પાક્યો ઘરે આવે તો એને એનું ગમતું શાક બનાવી આપવાની .
એની પત્નીને થયું આજે વળી શું થઇ ગયું આજે તેઓ મને આટલું બધું કેમ બોલ્યા . રોજ તો ખાઈ લે છે .
હવે તેની પત્ની પોતાના બાળક પર ગુસ્સે થાય છે . અને બે લાફા ગાલ પર છોડી દે છે . આ શું આખો દિવસ ટીવી જોયા કરે છે , છાનો માનો ભણવા બેસ. બધો ગુસ્સો હવે એને પોતાના બાળક પર ઉતારી દીધો .
બાળક રડતું રડતું બહાર જાય છે અને ભસતા કુતરાને એક જોરથી પત્થર મારે છે . બાળકે પણ રડતા રડતા પોતાનો બધો ગુસ્સો પેલા ભસતા કુતરા પર નીકાળે છે .
એક વ્યક્તિ જામી કરીને બહાર આંટો મારવા નીકળે છે . એટલામાં કુતરૂ પાછળથી આવે છે અને પેલો ભાઈ જે જામી કરીને આંટો મારવા માટે ઘરની બહાર નીકળે છે એને બટકું ભરી દે છે .
હવે જે કુતરાએ જે ભાઈને બટકું ભર્યું હતું એ અસલમાં પેલો શેઠ જ હતો જેને સવાર સવારમાં પોતાની કંપનીમાં કામ કરતા મેનેજરનું અપમાન કર્યું હતું .
હા હા હા...
બોધ : આ વાર્તા પરથી એ સીખ મળે છે કે જેવું કામ કરશો એવું ફળ મળશે . સારનું સારું ફળ અને ખરાબનું ખરાબ .
૨ ) એક શિક્ષકની વાર્તા :
કહેવાય છે કે ના આપ ખોટું જ્ઞાન કે ખોટા રસ્તે ચાલ્યું જવાય આપવું જ હોય તો સાચું જ્ઞાન આપ સફળતાની ચાવી છે જ્ઞાન .
એક શિક્ષક હોય છે . એ પોતાના કામ પ્રત્યે ખુબ જ બેદરકાર હોય છે . મજાની વાત એ હોય છે કે એ પોતે સરકારી શાળામાં નોકરી કરતો હોય છે . એટલે જ પોતાના કામ પ્રત્યે બેદરકાર હોય છે . જો પ્રાઈવેટ શાળામાં નોકરી હોત તો સમજાત કે કામનું ભારણ કેટલું બધું હોય છે .
અજાણતા કોઈ ભૂલ થઇ હોય તો એની માફી યોગ્ય હોય પણ જો જાણી જોઇને જો કોઈ વ્યક્તિ ભૂલ કરે તો ભૂલનું ભાગ્યે જ સારું પરિણામ જોવા મળે .
એ જ સરકારી શાળામાં એક વિધાર્થી હોય છે . પોતાની ગરીબી સ્થિતિને લીધે એને ખુબ ભણવું પડે તેમ હતું . એવું નહિ કે માત્ર કહેવા પુરતું . ખરેખર એ બાળકને ભણવું હતું .
એકવાર શું થયું એ વિધાર્થીએ પેલા સાહેબની ફરિયાદ શાળાના પ્રિન્સીપાલને કરી . જો કે એને પણ કોઈ જાતની વાત ના સાંભળી . વિધાર્થી ખુબ દુઃખી થઇ ગયો . હવે કરે શું . એની વાત કોણ સાંભળે .
કહેવાય છે ને આ દંભી દુનિયામાં સારા માણસો પણ રહે છે , જરૂર છે તો એમને ઓળખવાની .
એ જે બાળક જ્યાં રહેતો હતો ત્યાં જ એક પરિવાર હ્રહેવા આવ્યો હતો . એ પોતે પ્રાઈવેટ શાળામાં નોકરી કરતો હતો . ત્યાં એક કામવાળી બાઈની જરૂર હતી એટલે એ બાળકની માતા જ ત્યાં કામ કરવા લાગી .
બાળકને શાળામાં તો ભણવું હતું પણ કેવી રીતે ભણે પેલો શિક્ષક ભણાવે તો ભણે ને . શિક્ષક રોજ મોડો આવે . અને એક જ કામ ચા - નાસ્તો કરવાનું , ગપાટા મારવાના અને પાછું ઘરે જતું રહેવાનું .
બાળક દુઃખી થઇ ગયો . આ વાત હવે એની માં ને કહી . કહ્યું કે માં મારે ભણવું છે પણ આ શિક્ષક શાળામાં ભણાવવા નહિ પણ વાતોના ગપાટા કરવા આવે છે . બાળકના અંતરથી એ શિક્ષક વિષે ખરાબ બોલાઈ ગયું .
પછી એ બાળકની માં જ્યાં કામ કરતી એને સાથે લઇ જતી . સાંજની રસોઈ તો ત્યાં કરવાની અને જમીને જવાનું . આ જે નવા આવનારો પરિવાર ખુબ સારો હતો . એ ભાઈએ પેલા બાળકને પાસે બોલાવ્યો અને કહ્યું તું ભણવા જાય છે .
બાળક કહે હા જઉં છું પણ ત્યાં ...
સાહેબ ભણાવતા જ નથી. અને એમ પણ કહ્યું કે મારે ખુબ ભણવું છે . પેલા ભાઈને બાળકની ભણવાની લગન જોઈ પોતે જ ભણાવવાનું શરુ કર્યું . એ પણ કોઈ જાતના સ્વાર્થ વગર .
સમય વીતતો ગયો. પેલો બાળક આજે એક શિક્ષકની ભજવી રહ્યો હતો .
એકવાર શું થયું. પેલો સરકારી નોકરી કરતો સાહેબ પાર્કમાં પોતાના છોકરા સાથ બેઠો હોય છે . એ જ સમયે પેલો બાળક હતો એ આજે મોટો થઇ ગયો હતો એ પણ પોતાના બાળક સાથે આવે છે . અચાનક જ એમનો ભેટો થઇ જાય છે . પેલો વિધાર્થી સાહેબને ઓળખી જાય છે . અને વાત કરે છે .
કેમ તમારા દિકરાને શું થયું છે , કેમ આવી રીતે વર્તે છે . હવે શું કહું ..
એક કાર અકસ્માતમાં નાના મગજમાં વાગવાથી માનસિક સંતુલન બગડી ગયું .
બોધ : આ વાર્તા પરથી એટલું સીખી શકાય છે કે ખરાબ કર્મ એક યા બીજી રીતે તમને નડે જ છે .
0 ટિપ્પણીઓ