Fixed Menu (yes/no)

header ads

મગજને નિયંત્રિત કરતા શીખો | કોરોના વાર્તા ગુજરાતીમાં | Learn to Control the Brain in Gujarati | કોરોના મહામારી નિબંધ ગુજરાતી 2022

મગજને નિયંત્રિત કરતા શીખો | કોરોના વાર્તા ગુજરાતીમાં | Learn to Control the Brain in Gujarati | કોરોના મહામારી નિબંધ ગુજરાતી 2022


coronavirus nibandh in gujarati | coronavirus wikipedia | corona rasi | corona rasi certificate | કોરોના નિબંધ ગુજરાતી pdf | કોરોના મહામારી નિબંધ ગુજરાતી 2022 | કોરોના વિશે નિબંધ | covid-19 vaccine sarti 


મગજને નિયંત્રિત કરતા શીખો ( Learn to Control the Brain in Gujarati )



૧ )     અમેરિકામાં રહેતા હર્ષિતની વાર્તા :


કહેવાય છે કે જેવું વિચારશો તેવું થશે .


માટે હંમેશા સારું વિચારો નહિ તો એવું ખરાબ પરિણામ આવશે તેને તમે સુધારી પણ નહિ શકો .

 

કેમ છો મિત્રો હું છું મૃત્યમ . આજે હું તમારી સમક્ષ એક એવી વાર્તા લઈને આવ્યો છું તેને વાંચીને તમે પોતાના મગજને કંટ્રોલમાં રાખતા સીખી જશો .

 

એક સત્યાવીસ વર્ષનો યુવાન , તેનું નામ હર્ષિત હતું . તે હાલમાં અમેરિકામાં રહેતો હતો . હતો તે મૂળ ભારતનો . પણ તે સારા કેરિયર માટે અમેરિકા આવ્યો હતો .

 

અમેરિકામાં સારી એવી નોકરી મળી હતી . એ કોઈ ભાડાના મકાનમાં રહેતો હતો . એ જે રહેતો હતો મકાનમાં એ એક મોટી ઉમરની મહિલાનું હતું . એની ઉમર આશરે ૬૫ વર્ષની હતી . નીચેના રૂમમાં એ મહિલા અને ઉપરના રૂમમાં હર્ષિત . અને બીજા આજુબાજુ ઘરો જે હતા એ બધા એ મહિલાના હતા .

 

એ મહિલા દયા વગરની હતી . એને કોઈ વ્યક્તિ દુઃખી હોય , મુસીબતમાં હોય તો એની મદદ કરવાને બદલે ધિક્કારે , હેરાન કરે . આ બધું ઉપર હર્ષિત જોયા કરે . એને એટલો બધો ગુસ્સો આવતો કે હાલ જ નીચે જઈ એનું ગળું દબાઈ દઉ . પણ શું કરે,  એ પોતે બંધાયેલો હતો . કેમ કે એ હર્ષિત એ મહિલાના ઘરમાં રહેતો હતો .

 

સમય વીતતો ગયો . જોત જોતામાં બે વર્ષ ક્યારે વીતી ગયા એની ખબર જ ના રહી . આ બે વર્ષ હર્ષિતે એ મહિલાનું ખરાબ વર્તન જોયું . હર્ષિતનો ગુસ્સો હજુ પણ એકબંધ હતો . હજી પણ એના મગજમાં એ જ વિચાર ચાલતો હતો કે ક્યારે એ મહિલાનું ગળું દબાવી દે .

થોડા દિવસ પછી કોરોનાકાળ શરુ થયો . બધી જગ્યાએ લોકડાઉન થઇ જવા તૈયારીમાં જ હતું . જે જે મજુરીયો વર્ગ હતો , જે કામ અર્થે અમેરિકા આવ્યા હતા એ બધા પોત પોતાના ઘરે જવા રવાના થયા .

 

હર્ષિતને પણ પોતાના વતને જવાનું હતું . પણ પૈસા ખૂટી પડ્યા . હવે કરવું શું . પૈસા વગર વતન ક્યાંથી જવાય . એના જોડે બીજો કોઈ રસ્તો નહતો સિવાય પેલી મહિલા પાસે પૈસા માગ્યા વગર . એટલે એ હર્ષિત કોઈ કિમતી વસ્તુ લઇ એ મહિલા પાસે પહોચ્યો . મહિલા કંઈ એમનેમ પૈસા કોઈને પણ આપતી નહતી . એટલે હર્ષિત કોઈ કિમતી વસ્તુ લઇ ગયો હતો .

 

એ મહિલા કિમતી વસ્તુ લઇ અંદર ગઈ સાચી છે કે ખોટી એ જોવા એટલે એ યુવાન પણ અંદર ગયો અને સીધો હાથ એના ગળા ઉપર મૂકી દીધો અને જોરથી ગળું દબાઈ દીધું . સેકન્ડમાં જ મો માંથી લોહી વહેવા લાગ્યું . એ લોહી એ યુવાનના હાથની આંગળી પર પડ્યું ત્યારે તેને તરત જ હાથ છોડી દીધો ગળા ઉપરથી . એકદમ એ યુવાન ડરી ગયો .

 

થોડીવારમાં તો પોલીસ આવી ગઈ . પોલીસ એ યુવાનને પકડીને જેલ લઇ જતી હતી એટલે એ કહેવા લાગ્યો , રડવા લાગ્યો આ ખૂન મેં નથી કર્યું , આ ખૂન મેં નથી કર્યું. પણ પોલીસ તો કશું ના સાંભળ્યું હર્ષિતને લઈને જતી રહી .

 

બોધ : જેવું વિચારશો તેવું મગજ કાર્ય કરશે . માટે હંમેશા સારું વિચારો .

 

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કરવું કશું બીજું હોય છે અને થઇ બીજું જાય છે , તેનું કારણ માત્ર ને માત્ર આપણો વિચાર જ છે .

 

કોઈ કામ કરતી વખતે , ગાડી ચલાવતી વખતે જો કોઈ વિચારે ચડી જઈએ તો પરિણામ ભયાનક આવી ચઢે છે કેમ કે મગજ તો પોતાની દિશામાં કાર્ય કરે છે પણ એક ખરાબ વિચાર આવતા મન પરથી કાબુ ગુમાવીએ છીએ . 




૨ )     કોરોનામાં હાથ ગુમાવાર પાંચ વર્ષના બાળકની વાર્તા :

કહેવામાં  આવ્યું છે કે જો તમે ગુસ્સા પર નિયંત્રણ નહિ રાખો તો જે હશે એ પણ ખોઈ બેસશો . 



તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ . 

વાર્તા એક એવા પિતા - પુત્રની છે જેમાં પિતાને ગુસ્સો આવતા પોતાના જ છોકરાનો હાથ છુંદી દે છે . એ પણ એવા સમયમાં કે લોકો કોરોના જેવી મહામારીમાં જીવન પસાર કરતા હોય . 


એક પરિવાર હતો . એ ઘણાય વર્ષોથી સંધર્ષમાં જીવન પસાર કરતો હતો . પરિવારમાં પતિ - પત્ની અને ચાર છોકરીઓમાં એકનો એક છોકરો હતો . 


જે કેટ કેટલીયે માનતા રાખવાથી , બાધાઓ રાખવાથી જન્મ્યો હતો . બાળકના બે વર્ષ તો બધી માનતા અને બાધાઓ પૂરી કરવામાં જ વીતી ગયા . 


આમ ત્રણ વર્ષ વીતી ગયા .


જો કે બાળકના આવવાથી ઘરમાં થોડી સ્થિતિ સારી થઇ હતી . એના પિતાને સારી નોકરી , રહેવા માટે સારું ઘર બધું જ મળ્યું હતું . 


પણ કહેવાય છે ને ખુશીની પળો બહુ ઝાઝો સમય રહેતી નથી . 


અને બીજું વધારે પડતો ગુસ્સો માણસ પર હાવી થઇ જાય ત્યારે તે ખુદ પોતાના કાબુમાં રહેતો નથી . 


એક દિવસ થયું એવું કે આખા દેશમાં લોકડાઉન થઇ ગયું . જે દિવસે લોકડાઉન થયું એના સાત દિવસ પહેલા મોધી ઘાટ ગાડી અને એક મોટો કપડાનો શો રૂમ ખોલ્યો હતો એ ભાઈએ એ પણ ભાગીદારીમાં . 


કેટલી ઉમ્મીદ , કેટલા સપના વાવ્યા હતા એ ધંધા પાછળ . બધું માથે પડ્યું . કેમ કે આવક જ્યાંથી આવવાની હતી તે રસ્તો જ બંધ થઇ ગયો . ઉપરથી મોધી ગાડી લીધી એ પણ ધૂળ ખાતી રહી . ખુબ પરેશાન હતો . શું કરવું એની સમજણ નહતી પડતી . 


હવે થયું એવું કે એનો બાળક બહાર ગાડી આગળ રમતો હતો . અને એટલામાં એના પિતા એબાજુ પસાર થયા . જેવા ગાડીમાં લીસોટા જોયા ખુબ જ ગુસ્સો આવી ગયો . કશું વિચાર્યા વગર નીચે પડેલો પત્થર લઇ એનાં જ બાળકની આંગળી છુંદી દીધી . 


બાળક તો એવું બુમો રાડો પાડે પણ પિતા ગુસ્સામાં એટલો હતો અને ઉપરથી ધંધાની ચિંતા એટલી હતી કે એ શું કરી રહ્યો છે એનું ભાન જ ના રહ્યું . 


જ્યારે ભાન આવ્યું ત્યારે જોયું તો એને એના જ સંતાનની હાથની આંગળી છુંદી નાખી . અને જયારે ગાડી જોઈ લીસોટાવાળી એમાં લખ્યું હતું ....


I Love You, Papa 


આટલું જયારે તેમણે જોયું તો જોર જોરથી રડવા લાગ્યો . બધું બંધ હવે જાય કયા . 


એ પોતાને માફ ના કરી શક્યો . 


બોધ: ગુસ્સો હંમેશા પોતાનું જ નુકશાન કરાવે છે . માટે જેમ બને તેમ ગુસ્સો કરવો જ નહિ .


ખરેખર એક પિતાએ પોતાના જ બાળકનો હાથ પથ્થરથી છુંદી નાખ્યો , માત્ર ગાડીમાં પડેલા લિસોટાને કારણે . પણ એ ડેમેજ તો ઠીક થઇ જશે પણ શું એક બાળકની હાથની આંગળીઓ ઠીક થઇ જશે . 


પછી એ પિતાએ એ ...

આઈ લવ યુ પાપા લખેલું વાક્ય જીવનભર સાચવી રાખ્યું . કેમ કે એ એના બાળકનું લખેલું છેલ્લું વાક્ય હતું . 


વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?

જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .



હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો . 


આભાર 

" મૃત્યમ "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ