Fixed Menu (yes/no)

header ads

આટલી વાત ના ભૂલતા | Do Not Forget This in Gujarati

આટલી વાત ના ભૂલતા | Do Not Forget This in Gujarati


Never forget the meaning in Gujarati | I forget the meaning in Gujarati | Don't forget the meaning in Hindi |English to Gujarati | You forget my meaning in Gujarati | want to mean in Gujarati | forget meaning in English | bifurcation meaning in Gujarati



જીવનમાં આટલી વાત કોઈ દિવસ ના ભૂલતા 



  1.     જીવનમાં પૈસાની સાથે સાથે વ્યવહાર કમાવો કેમ કે તમારા અંતિમ સમયમાં રૂપિયા ચાર કરોડ નહિ ચાર લોકો આવશે કાંધો આપવા .  


                    જીવનમાં ખાલી પેટ અને ખાલી ખિસ્સું જે શીખવાડે છે એ કોઈ દિવસ સ્કુલ , કોલેજ                     , કોઈ યુનીવર્સીટી અને કોઈ શિક્ષક પણ નહિ શીખવાડે . 


                 )

            આખી જીંદગી પસાર થઇ જાય છે એક વૃક્ષને પાણી પાતા પાતા માટે જ લાકડું             કોઈ દિવસ પાણીમાં ડૂબતું નથી . 

             આના પરથી એ શીખવા મળે છે કે પોતાઓનો સાથ કોઈ દિવસ ના છોડવો . 


ત્રણ ઉદાહરણ જોઈ લો તમારી જીંદગી બદલાઈ જશે 

૧)    આશા :    

આપણે જયારે રાત્રે સુઈ જઈએ છીએ ત્યારે એલારામ લાગાવીને સુઇએ છીએ , પણ આપણાને પોતાને પણ ખબર હોતી નથી કે કાલે શું થવાનું છે તો પણ એલારામ લાગાવીને સુઇએ છીએ આને કહેવાય આશા .

૨ )    વિશ્વાસ  :    

એક ગામમાં બે વર્ષથી વરસાદ નહતો પડ્યો અને ગામવાળાઓએ નક્કી કર્યું કે કાલે બધા એક જગ્યાએ ભેગા થઇ પ્રભુને રીઝવીએ કાશ વરસાદ પડી જાય આજે . 

એટલામાં તો એક સાત વર્ષનું બાળક છત્રી લઈને ત્યાં આવ્યો , આને કહેવાય વિશ્વાસ . 

૩ )     ભરોષો : 

જ્યારે પિતા પોતાના ત્રણ વર્ષના બાળકને હવામાં ઉછાળે છે ત્યારે એ બાળક રોતું નથી પણ હસે છે કેમ કે એને પોતાને પોતાના પિતા પર ભરોષો છે કે જમીન પર પાડવા નહિ દે . 


કહેવત 


જેને કહ્યું છે એને સાચું જ કહ્યું છે જે લોકો દિલમાં વસી જાય એને સંભાળીને રાખો અને જે દિલથી ઉતરી જાય એનાથી થોડું સંભાળીને રહો . 

 

ત્રણ કડવી પણ સાચી વાતો :  

૧ ) 
    વ્યક્તીની પહેલી કમાણી એનું પોતાનું સ્વાથ્ય  હોય છે . 

કેમ કે જો સ્વાસ્થ્ય બગડી જશે તો તમે બીજા પર બોઝ બનશો . 


૨ ) 

    એકલા ચાલતા શીખો  

કેમ કે સાથીદાર ભલે તેટલો વફાદાર હોય એક દિવસ તો છૂટી જ જાય છે . 


૩ ) 

    હંમેશા હસતા શીખી લો  

કેમ કે અપને સૌ રોતા જ જન્મીએ છીએ . 


ત્રણ વાતો મગજમાં રાખી લો :  

૧ )     બુદ્ધિમાન : 

જે વ્યક્તિ પોતાની ભૂલોનું વિશ્લેષણ કરે છે એ જ સાચો બુદ્ધિમાન સાબિત થાય છે . 

૨ )     સમજદાર : 

સમજદાર વ્યક્તિ એને કહેવામાં આવે છે જે 
આંખો અને કાન ભલે ખુલ્લા રાખે પણ મો બંધ રાખે . 

૩ )     મજબુત : 

દુનિયામાં રોવડાવવાળા અને ડરાવવાળા લોકો ઘણાય હશે જો રડી ગયા , જો ડરી ગયાતો માર્યા સમજો . 
માટે મજબુત બનો તો જ જીવનમાં આગળ વધશો . 


કોઈ કોઈ વાર કશુક છોડી દેવું પણ સારું ; 


  • જ્યાં કદર ના થાય એ સબંધ છોડી દેવો સારો . 

  • જેમનો હાથ પકડ્યો હોય એ જ હાથ અંતિમ સમયમાં કોઈ કામમાં ના આવે એ હાથને છોડી  દો . 

  • જે વ્યક્તિ મતલબ જોઈ દોસ્તી કરતો હોય એ દોસ્ત છોડી દો .

પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માગતા હોવ તો આ પાંચ વાતો યાદ રાખો : 


  • ઘરમાં જે જગ્યાએ તમને ભણવાનું વધારે ગમે એ જ જગ્યા પર હંમેશા બેસો . 
  • લાંબા નહિ પણ નાના નાના ધ્યેય બનાવો જેથી સહેલાઈથી પાર થઇ શકે . 
  • જો તમારે વાંચવું જ હોય સાચા માંથી હંમેશા સારા દોસ્ત જોડે વાંચો , એવા દોસ્તો સાથે ના વાંચો જે તમારી સાથે ફાલતુની વાત કરતા હોય . 
  • એવું પણ બનતું હોય છે કે ભણતા ભણતા તમે કંટાળી પણ જાઓ , તો એવું કંઇક કરો જેથી તમને મજા આવે ભણવાની . 
જેમ કે નોટબુક સારી રીતે સજાવો જેથી તમને નોટ વાત્ર્ધાદિયે લેવાનું મન થાય . 

  • જો તમને વાંચતા વાંચતા ઊંધ આવતી હોય તો સુઈ જાઓ કેમ કે જબરજસ્તી વાંચવાથી કશું યાદ રહેશે નહિ , એટલો સમય તમારો નકામો જ જશે . માટે ઊંધ આવતી હોય તો સુઈ જાઓ પછી ફ્રેશ થઇ વાંચો . 

હોળીથી ચાર વાતો શીખવા મળે છે : ( Four things can be learned from Holi ) 


  • જો તમારી પાસે કોઈ શક્તિ હોય તો એનો કોઈ ખોટો ઉપયોગ ના કરતા , કેમ કે હોળીકા ને વરદાન હતું કે અગ્નિમાં નહી બળે પણ જ્યારે તે ભક્ત પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી તો હોલિકા પોતે બળી ગઈ પણ ભક્ત પ્રહલાદનો વાળ પણ વાંકો ના થયો . 
  • કોઇ દિવસ પોતાની શક્તિનો ઘમંડ ના કરવો કેમ કે હિરણ્યકશ્યપ ને હતું કે મને કોઈ મારી નહિ શકે પણ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો અને તેનો વધ કર્યો . 
  • દરેક ખરાબ વસ્ત્તુંનો કે વ્યક્તિનો અંત થાય છે . હિરણ્યકશ્યપને એવું વરદાન હતું કે એને કોઈ મારી ના શકે , ના કોઈ અશ્ર , ના કોઈ શસ્ર , ના ઘરની બહાર ના ઘરની અંદર , ના સવારે ના રાત્રે , ના દાનવાથી કે ના માનવથી  ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇ સાબિત કરી બતાવ્યું કે ખરાબ વ્યક્તિનો ખરાબ રીતે જ અંત થાય છે . 
નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપનો  પોતાના હાથમાં વધેલા જે નખ હતા તેનાથી વધ કર્યો . 

  • હોળીનો તહેવાર દોસ્તો જોડે ઉજવો , કેમ કે જે મજા દોસ્તો જોડે તહેવાર ઉજવવામાં છે એ બીજા એકેય જોડે નથી . 
  • કેમ કે એમાં દુઃખની માત્રા ઓછી અને સુખની માત્રા વધારે હોય છે . 

હસતા રહેવાના ફાયદા : 


  • જો ડોક્ટર હસતા ચહેરે દર્દીનો ઈલાજ કરે તો દર્દીમાં એક નવા પ્રકારની એનર્જી જોવા મળે છે . 
  • જો તમે એક શિક્ષક છો તો તમે વર્ગખંડમાં હસતા ચહેરે જાઓ તો છોકરાઓ ખુશ થઇ જાય છે . 
  • જો તમ એક ગૃહિણી હોવ અને તમે હસતા ચહેરે ખાવાનું બનાવો છો તો ઘરમાં ખુશી છવાઈ જાય છે . 
  • જો તમે એક ઘરના વડીલ હોવ અને નોકરી કે ધંધાથી ઘરે હસતા ચહેરે આવો છો તો ઘરનું વાતાવરણ ખુશનુમા થઇ જાય છે . 
  • જો તમે એક મોટા બીઝનેસમેન હોવ અને ઓફિસે હસતા ચહેરે દાખલ થવાથી ત્યાના કામ કરતા લોકો ખુશ થઇ જાય છે અને માંથી કામ કરે છે . 
  • જો તમે એક દુકાનદાર હોવ અને તમે ગ્રાહક જોડે હસતા ચહેરે વસ્તુ વેચતા હોવ તો તે ગ્રાહક બીજીવાર વ, ત્રીજી વાર દરેક વાર આવતો રહે છે . 
  • દરિયા કિનારે કોઈ એકલો વ્યક્તિ હોય કને સામે મીઠું સ્મિત કરશો તો એ પણ એકવાર તો મીઠું સ્મિત અવશ્ય કરે છે . 
જીવનમાં હંમેશા હસતા રહો કેમ કે હસવા માટે પૈસા ચુકવવા નથી પડતા , હા તમે કોઈ ટીવી શો માં કે કોમેડી શો માં જાઓ એ વસ્તુ અલગ છે . 


હાર માનતા પહેલા આટલું જાણી લો : 


  • આ દુનિયામાં સો માંથી પચાસ ટકા લોકો એક જ મહિનામાં જલ્દી હાર માણી લે છે . 
  • સો માંથી ત્રીસ ટકા લોકો ત્રણ મહિનામ હાર માણી લે છે . 
  • સો માંથી દશ ટકા લોકો દસ મહિનામ હર માણી લે છે . 
  • સો માંથી પાંચ ટકા લોકો પાંચ વર્ષમાં હાર માણી લે છે . 
  • જે પાંચ ટકા વધ્યા એ કોઈ દિવસ હાર નથી માનતા , માટે તે સફળ વ્યક્તિ છે . 

હવે તમારે વિચારવાનું કે તમારે તમારી ગણતરી શેમાં કરવી છે . 


સફળ બનવા ઈચ્છો છો તો આ પાંચ વાતોને કચરાના ડબ્બામાં નાખી દો :


  • મારાથી આ કામ નહિ થાય 
  • મારો મુડ નથી 
  • મારા જોડે સમય નથી 
  • મારું નશીબ ખરાબ છે .
  • મારો સમય ખરાબ ચાલી રહ્યો છે .

ત્રણ આદતો જે અમીર લોકો કોઈને કહેતા નથી : 

  • એ લોકો પૈસાનો ઉપયોગ દેખાડવા માટે નથી કરતા પણ એ કેવી રીતે વધે એના માટે કરે છે .
  • અમીર લોકો જીતની ખુશી બધા જોડે નથી કરતા , જે પોતાનું હોય જેના પર વિશ્વાસ હોય એની જોડે જ કરે છે . .. કેમ કે અમુક લોકો આ ખુશી જોઈ નથી શકતા . 
  • આ લોકો એવી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરે છે કે એ ભલે સુતા હોય પણ પૈસા એમના રોજ રોજ વધતા જાય . 

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે . 

  1. એક જે કમજોર હોય છે જે હંમેશા બદલાની ભાવના રાખે છે .
  2. તાકાતવાળા લોકો જે માફ કરી દેતા હોય છ 
  3. ત્રીજા છે સમજદાર વ્યક્તિ જે બીજાને ઇગ્નોર કરે છે . 
તમને જે વ્યક્તિ હેરાન કરતુ હોય , તમારી વેલ્યુ ના સમજતી હોય તેને હંમેશા ઇગનોર કરો . 


આજની યુવાપેઢી ચાર વાતો સ્વીકારતા નથી . 


  1. અ લોકો સુરજની જેમ ચમકવા તો માંગે છે પણ સુરજ ઉગતા પહેલા ઉઠી શકતા નથી . 
  2. પૈસા કમાવવા તો છે પણ કામ કરવા જવું નથી 
  3. ગાડી અને બંગલો ખરીદવા માંગે તો છે પણ પૈસા સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરતા નથી . 
  4. જ્ઞાન તો એમને પણ લેવું છે પણ પુસ્તક વાંચવા અને શિક્ષકનું સમ્માન કરતા નથી . 

નવા વર્ષમાં જીતવા માટે આટલું યાદ રાખો 


  1. જે વ્યક્તિ હાર્યું હોય એની સલાહ જરૂર લેવી .
  2. જે જીત્યું હોય એનો અનુભવ જરૂર લેવો .
  3. અને ત્રીજી તમારી બુદ્ધિ વાપરો જે તમને કોઈ દિવસ હારવા નહિ દે . 

કોઈએ સાચું જ કહ્યું છે માણસ જો નીચે ઉતરે તો પરની કરતાય વધારે નીચે ઉતરી શકે છે અને જો ઉચે જવા મથે તો દેવતાઓ કરતાય પણ ઉચો થઇ શકે છે . 


જીવનમાં આ ચાર બહાના તમને આગળ વધવા નહિ દે . 


  1. મારો તો સમય ખરાબ ચાલી રહ્યો છે .
  2. હું આ કામ માટે છું જ નહિ 
  3. હું બહુ બધું કામ કરવા માંગુ છું પણ , સાચા સમયની રાહ જોઈ બેઠો છું 
  4. મારું નશીબ જ ખરાબ છે , કશું સારું થતું જ નથી .

પ્રેમ ત્રણ પ્રકારના હોય છે :


  1. જે કોઈ મળી જાય એને પ્રેમ કરી લો એમ કહી મન મનાવી લેવું 
  2. જેના જોડે પ્રેમ કરો એ ખરેખર મળી જાય એને પ્રગતિ માનો 
  3. જેને પ્રેમ કરીએ અને એ ના મળે તો પણ તમે એને જ પ્રેમ કરતા રહો આ જ સાચો પ્રેમ છે .

  • જો તમેં કોઈ જીતની નજીક હોવ તો પહેલેથી એની ખુશી ના મનાવો થોડી ધીરજ રાખો કે પરિણામ શું આવે છે પછી જીતની ખુશી મનાવો . 

  • કોઈ દિવસ કોઈને નાનું ના સમજવું કેમ કે કીડી હોય છે નાની એ તમારા પગે બટકું પણ ભરી શકે છે એ કામ તમારાથી ના થઇ શકે .

જો તમે ઓમ નું ઉચ્ચારણ કરતા હોવ તો આટલું જાણી લો : 

  1. તમને શારીરિક અને માનસિક શાંતિ મળશે 
  2. ઓમ નું ઉચ્ચારણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે .
  3. ઓમનો જાપ તમારા કામ કરવાની વૃતીમાં વધારો કરે છે .જ્ઞાનમાં વધારો કરે છે 
  4. ઓમ નો જાપ કરવાથી અનિદ્રાની સમસ્યાથી દુર રહેશો .
  5. ઓમ નો જાપ કરવાથી શરીરમાં એક પ્રકારની કંપન ઉત્પન થાય છે જેના લીધે એક નવી ઉર્જાનો સંચય થાય છે જેના લીધે તમે  સ્વસ્થ્ય રહી શકો છો .


ભગવાન ગણેશથી શીખવાની પાંચ વાતો .

  1. પોતાની શક્તિનો કોઈ દિવસ દુરપયોગ ણા કરવો .
  2. જીવનમાં બધાની વાતો સાંભળતા શીખો કે જેથી તમે એમને સમજી શકો 
  3. ગણેશની સવારી જે છે મુષક એના પરથી એ શીખવા મળે છે પોતાની ઈચ્છા હંમેશા લીમીટ પુરતી રાખો , પોતાના ખર્ચા લીમીટમાં રાખો .
  4. ગણેશનું મુખ આટલું મોટું છે એના પરથી પણ શીખવા મળે છે , હંમેશા ઊંચું વિચારો તો જ જીવનમાં આગળ વધી શકશો . 
  5. હંમેશા માતા પિતાનો આદર અને સમ્માન કરતા સીખો કેમ કે એ જ પોતાની સંપૂર્ણ દુનિયા છે . માટે જ ગણેશજીએ સંકર અને પાર્વતીના સાત ચક્કર લગાવ્યા હતા . 

પાંચ પ્રકારના લોકો હંમેશા સિંગલ રહી જાય છે .

  1. એવા લોકો જે બીજા પર હંમેશા શક કરતા હોય છે , એટલે એમને કોઈ પસંદ નથી કરતા 
  2. બીજા એવા લોકો જે બીજા જોડે હંમેશા ગુસ્સેથી જ વાત કરતા હોય છે .
  3. ત્રીજા પ્રકારના એ લોકો જે એવા લોકોને શોધતા હોય છે જેમાં કોઈ કમી ના હોય 
  4. ચોથા એવા લોકો જે હંમેશા ઘમંડમાં જીવતા હોય .
  5. પાંચમાં એવા લોકો જે બીજા લોકોને ઝગ્દાવવાનું કામ છે જેથી આવા લોકો પણ કોઈને પસંદ નથી હોતા . 

સ્વાર્થી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકાય : 


  1. પહેલુ એ વ્યક્તિ તમારી દરેક વાતમાં હા માં હા પાડશ ત્યાં સુધી કે જ્યારે તેનું કામ પૂરું ના થઇ જાય . 
  2. તમારી સામે મીઠું મીઠું બોલશે . 
  3. તમે એને ગમે તેટલું ખરાબ બોલો તો પણ એ ખોટું નહિ લગાડે , એ પણ ત્યાં સુધી જ તેનું કામ પૂરું ના થઇ જાય . 
  4. એ ખુબ ઉતાવળ કરાવશે પોતાનું કામ કઢાવવા માટે . 

આપણી આજુબાજુ બનતી એવી ધટના જેનાથી નવું સીખી શકાય છે .

  1. પહેલી વાત ધડીયાળથી શીખવા માળે છે જે શીખવે છે કોઈ દિવસ સમય વેસ્ટ ના કરો .
  2. ગુલાબના ફૂલોમાંથી પણ સીખવા મળે છે , એ શીખવે છે કે દુઃખના સમયમાં પણ ખુશ રહેતા સીખો . કાંટા જેવા વ્યક્તિ આજુબાજુ હશે એમને ઇગનોર કરી ખુશ રહેતા સીખો .
  3. દીવાથી એ સીખ મળે છે કે તમે પોતે બળી જાઓ પણ બીજાને અજવાસ પાથરો .
  4. કીડીથી પણ સીખ મળે છે , ચાલતા રહો એકના એક દિવસ મંજિલ જરૂર મળશે .
  5. પાળેલા કુતરાથી અને ગલીમાં રખડતા કુતરાથી એ સીખ મળે છે કે રોયલ બનો , વફાદાર બનો . 

નાના બાળકથી શીખવા મળતી ત્રણ વાત : 

  1. કોઈ કારણ વગર પણ ખુશ રહી શકાય છે .
  2. હંમેશા કોઈના કોઈ કામમાં વ્યસ્ત રહેવું જરૂરી છે .
  3. નાના બાળકની જેમ મોટાઓ પણ પોતાનો ગ્રોથ કરતા રહેવું જોઈએ , કંઇક ના કંઇક શીખતા રહેવું જોઈએ . 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ