સૌથી મોટું પાપ કોણે લાગ્યું ? ગુજરાતી પ્રેરક વાર્તા | Who Felt The Biggest Sin? in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
સૌથી મોટું પાપ કોણે લાગ્યું ? ( Who Felt The Biggest Sin? )
વાર્તા પાપ – પુણ્યની છે જેમાં રાજા પાપી થતા બચી જાય છે .
કહેવાય છે કે
નિંદા કોઈની ના કરો , કરો તો ભક્તિ કરો . નિંદા કરવી એ પણ પાપ જ છે . કોઈના વિષે
કશું જાણ્યા , જોયા જાણ્યા વગર કોઈના વિષે ખરાબ કોઈ દિવસ ના બોલવું .
એક દાનવીર રાજા
હોય છે . એનું નામ મહાવીર હોય છે . એ પોતે તો સુશી હોય છે બધી રીતે , પ્રજા પણ
રાજાના લીધે સુખી હોય છે . રાજા દરરોજ સો (૧૦૦) ગરીબ લોકોનો ખાવાનું ખવડાવતો . અને
બદલામાં લોકોના આશીર્વાદ અને દુઆ લેતો . આવું તો ઘણા મહિના ચાલ્યું .
પણ કહેવાય છે કે
સુખ લાંબા સમય સુધી એક જગ્યાએ ટકતું નથી . કોઈના કોઈ માથા પર વિરાજમાન થતું રહે છે
.
એકવાર થયું એવું
કે જયારે રસોઈયો ખાવાનું બનાવતો હતો ત્યારે મોટા ભાગનું ખાવાનું બની ગયું હતું .
છેલ્લે રસોઈયો ખાવાનું બનાવેલું હતું તેના પર છીબુ કે અન્ય વાસણ ઢાંકવાનું ભૂલી
ગયો . જે વાસણ ઢાંકવાનું ભૂલી ગયો હતો એ વાસણમાં સ્વાદીસ્ટ ખીર બની હતી . થોડીવાર
થઇ એટલામાં ત્યાં જ ઝેરીલો સપ આવ્યો . અને થોડું ઘણું ઝેર એ ખીરમાં જ ઓકીને ત્યાંથી
જતો રહ્યો . જો કોઈને કરડ્યો હોત તો પાછી ખબર પડી હોત કે સાપ આવ્યો હતો , પણ સાપ
ક્યાંથી આવીને ક્યાં ગાયબ થઇ ગયો એ કોઈને જાણ સુદ્ધા પણ ના રહી .
રજા જે સો લોકોને
ખાવાનું આપતો હતો એ ખાવાનું ખાઈને પેલા સો લોકો ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા . રાજાથી
આ જોવાયું નહિ . રાજાને કશું સમજાયું નહિ કે આવું એકદમ શું થઇ ગયું . મારાથી આ
કેવડું મોટું પાપ થઇ ગયું .
હવે રાજાએ બધું
છોડી દેવાનો નિર્ણય કર્યો . બધું ત્યજી દેવાનો નિર્ણય કર્યો . રાજપાઠ છોડી દઈ કોઈ એકાંત
જગ્યા પર જતા રહેવાનો નિર્ણય કર્યો . જેથી જે પાપ થયું હોય જાણતા અજાણતા એનું
પ્રસ્યાતાપ થઇ શકે .
આખરે એ દિવસ આવી
ગયો . આખરે રાજાએ રાજપાઠ છોડી દીધો અને કોઈ અન્યને થોડા સમય માટે આપી દીધો .
રાજા જતો હતો
માર્ગમાં પણ ક્યા જતો હતો એને પોતાને પણ ભાન નહતું . સાંજ પડી ગઈ હતી હવે વિશ્રામ
કરવો હતો . આખો દિવસ બસ ચાલ ચાલ કર્યું હતું એટલે થાકી પણ ગયો હતો અને ભૂખ પણ લાગી
હતી . રસ્તામાં એક ગામ આવ્યું , વિચાર કર્યો આજની રાત આ ગામમાં જ કોઈના ઘરે વિતાવી
લઉં અને સવાર પડતા હું મારા માર્ગે જતો રહીશ .
હવે પ્રશ્ન એ હતો
કે કોણે ઘરે રોકાવું . પછી વિચાર કર્યો કે કોઈ એવા ઘરમાં રોકાવું જે ઘરમાં લોકો ભક્તિવાળારહેતા હોય . સવાર સાંજ ભગવાનની પૂજા , અર્ચના થતી હોય . એટલે ગામમાં કોઈ ભાઈને
પૂછ્યું ....
આ ગામમાં કોઈ ભક્તિભાવવાળા
માણસો રહે છે !
એટલે પેલા ભાઈએ
કહ્યું હા રહે છે .
એક ભાઈ અને એક
બહેન છે , બે જણા જ રહે છે .
રાત્રે સારું એવું ભોજન કરાવે છે અને સુવા માટે સારું એવુંપાથરણું પાથરે છે .
એ બહેનનો રોજનો
એવો નિત્યક્રમ હોય છે કે વહેલા ઉઠીને ભગવાનની ભક્તિ કરી , પૂજા કરી અને છેલ્લે
ધ્યાન ધરવાનું . પછી જ બીજું બધું કરવાનું .
એ દિવસે ખબર નહિ
કેમ આટલું મોડું થઇ ગયું , સુરજ ઉગી ગયો પણ બહેનનું ધ્યાન હજુ પણ પૂરું ના થયું .
ભાઈ ગુસ્સામાં આવી ગયો અને પોતાની બહેનને બોલવા લાગ્યો ....
તને આજે શું થઈ
ગયું!
આપણા ઘરે યજમાન
આવ્યા છે અને તે એમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી .
ત્યારે બહેન કહે
છે કે ભાઈ આજે હું એવું તો ધ્યાનમાં મગ્ન થઇ ગઈ હતી કે મને ખુદને પણ ભાન ના રહ્યું
. ત્યાં ભગવાનની સભા ભરાઈ હતી . કોઈ રાજાને દંડ કરવો કે નહિ એની સભા યોજાઈ હતી .
એના પર સો લોકોનો મૃત્યુનો આરોપ હતો . એ સો લોકોનું મૃત્યુ ઝેરના કારને થયું હતું ,
એવું લોકો વાત કરતા હતા પણ ન્યાય નહતા કરી શકતા . પાસે બેઠેલો રાજા આ બધું સાંભળતો
હતો અને કહ્યું તો શું ન્યાય થયો ! પછી કોઈ ચર્ચા થઇ . તો બહેન બોલી ના કાલે ખબર
પડે .
રાજાને ખબર પડી ગઈ
આ ચર્ચા મારી જ થતી લાગે છે , હવે ન્યાય શું થયો એ જાણવા માટે મારે હજુ એક રાત્રી
રોકાવું પડશે . એટલે એ કહે છે ભાઈ શું આજની રાત પણ તમારા ઘરે રોકાઈ શકું છું કાલે
સવાર પડતા જ હું મારા માર્ગે જતો રહીશ .
એટલે ભાઈ પ્રેમથી હા
પાડે છે , અને કહે છે હા હા યજમાન તમે રોકાઈ શકો છો .
હવે પછી સવાર પડે
છે અને રાજા એ બહેનને પૂછે છે !
બહેન , તમે જે પેલા
રાજા વિષે વાત કરતા હતા એના ન્યાય નું શું થયું ?
તો બહેન કહે છે કે
એ તો જે પાપ હતું એ અમારા જ ગામમાં ચોકે બેઠેલા લોકોએ ભાગે પડતું વહેચી લીધું કેમ
કે એમને એ રાજાની નિંદા કરી હતી , ખોટી ખોટી વાત કરીને ફેલાવી હતી . એ રાજા સારો
હતો એને બદનામ કરવાનો કોઈ માર્ગ બાકી નતો રાખ્યો .
બસ આટલું સાંભળતા
રાજાને સંતોષ થયો અને પછી પોતાના માર્ગે ચાલ્યો ગયો .
બોધ : આ વાર્તા પર્થોઈ
એ સમજાય છે કે ખોટી નિંદા હંમેશા પોતાનું નુકશાન કારાવે છે અને ના છૂટકે પાપના
ભાગીદાર બનવું પડે છે .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ