Fixed Menu (yes/no)

header ads

જ્યારે ભણવામાં ધ્યાન ના લાગે ત્યારે | ગુજરાતી પ્રેરક વાર્તા | When studying is not focused in Gujarati | Gujarati Motivational Story

જ્યારે ભણવામાં ધ્યાન ના લાગે ત્યારે | ગુજરાતી પ્રેરક વાર્તા | When studying is not focused in Gujarati | Gujarati Motivational Story


Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf




 જ્યારે ભણવામાં ધ્યાન ના લાગે ત્યારે : 

 

આજના મોટા ભાગના વિધેર્થીઓની ફરિયાદ એ હોય છે કે ભણવામાં ધ્યાન નથી લાગતું . હવે કેમ નથી લાગતું , શું કારણ છે એનું એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ .

 

એક સત્તર અઢાર વર્ષનો છોકરો હોય છે . એનું નામ મયંક હોય છે . બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હોય છે . એ ભક્તિભાવમાં ખુબ આગળ પડતો હોય છે . એનો રોજનો નિત્યક્રમ એ હતો ....

 

સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ભગવાનની પૂજા કરતો અને પછી શાળા જતી વખતે પણ કોઈ નજીકના મદિરમાં પણ દર્શન કરવા જતો . પણ તેને મંદિરમાં કોઈ સમસ્યા હતી એક પ્રકારનો ગુસ્સો હતો જે અન્દાને અંદર ભરાયેલો હતો . થોડા દિવસ તો કશું ના બોલાયું પણ એક દિવસ પારો ખુબ ઉચે આવી ગયો હતો . કેમ કે પરીક્ષા નજીક આવી રહી હતી અને એ જે વાંચતો એ કશું યાદ પણ નહતું રહેતું એટલે વધારે ગુસ્સો હતો .

 

એક દિવસ તો એને પુજારીને એના મનની વાત કહી દીધી . વાત એમ કહી કે પુજારી કાકા આ મંદિરમાં શું ચાલી રહ્યું છે તમને કંઈ દેખાય છે કે ..... તમે પણ કાળા ચશ્માં પરીને ફરો છો .

 

જ્યાં જોઉં ત્યાં લોકો મંદિરમાં પૂજા અર્ચના કરવા ઓછા ને સાસુ – વહુની પંચાત કરવા , ફોટા – સેલ્ફી લેવા અને બીજું શું કહુમાને પણ કહેતા થોડી અચકામણ આવે છે .

 

ત્યારે પુજારી કહે છે બેટા હું તારા બધા સવાલનો જવાબ જરૂરથી આપીશ બસ તારે મારા બે કામ કરવાના છે તું કરીશ તો જવાબ મળશે .

 

મયંક કહે છે બોલોપુજારી કાકા મારે શું કરવાનું છે હું કરવા તૈયાર છું .

 

પુજારી કહે બેટા કાલે તું મંદિરે આવે ત્યારે ઘરેથી તાંબાના લોટામાં પાણી ભરીને મંદિરે આવવાનું અને આ ઝાડ દેખાય છે ત્યાં ચાર આંટા મારી એ લાવેલું પાણી ચડાઈ દેવું .

 

મયંક કહે છે સારું પુજારી કાકા ...

 

એટલે મયંક સવારે નાહી ધોઈને શાળાએ જવા નીકળે છે ત્યારે એક તાંબાનો લોટો લઇ  એમાં પાણી ભરીને મંદિરે જવા નીકળી જાય છે અને થોડીવારમાં તો પહોચી જાય છે .

 

મંદિરે જઈ પાણી ઝાડે ચડાવી પુજારીને મળે છે અને કહે છે , પુજારી કાકા તમે કીધેલું કામ મેં પૂરું કરી દીધું હવે મને મારા સવાલઅ જવાબો આપો .

 

ત્યારે પુજારી કહેછે બેટા થોડી ધીરજ રાખ તું મને એ કહે પહેલા આજે તે કોઈને પંચાત કરતા , ફોટા લેતા કે સેલ્ફી લેતા જોયા અથવા અન્ય કામ કરતા જોયા .

 

મયંક કહે છે ના આજે તો મેં કોઈને નથી જોયા આવું કામ કરતા .

 

પુજારી કહે કેમ?

 

મયંક કહે મારું બધું ધ્યાન આ લોટામાં હતું , પાણી નીચે ના ઢળી જાય , જો ઢળી જાત તો હું મદિરમાં ઝાડ પર પાણી કેમનું ચડાવત .

 

પુજારી કહે બેટા તારો જવાબ તે જાતે જ આપી દીધો , હવે લાગે છે મારે જવાબ આપવાની જરૂર નથી .

 

હા પુજારી કાકા તમારી વાત એકદમ સાચી છે . મને હવે બધું સમજાઈ ગયું .

 

બોધ : જીવનમાં એકાગ્રતા ખુબ જ જરૂરી છે , જો એકાગ્રતા નઈ કેળવી શકો તો આ મયંક જેવો  હાલ થશે .

 

ઘણીવાર આપણે શું કરવાનું છે એ ભૂલીને બીજે કોઈ રસ્તે જતા રહીએ છીએ . પણ પોતાનામાં એકાગ્રતા કેળવી શકતા નથી .

 

આજના આ આધુનિક યુગમાં ભણતર ઓનલાઈન પણ થઇ ગયું છે . જેથી બાળકો ફોનના રવાડે ચડી ગયા છે . વાંચન ઓછું અને ગેમ અને કાર્ટુનમાં વધારે રસ દાખવતા થઇ ગયા છે . જેથી અવનવા કિસ્સા પણ જોવા સાંભળવા મળે છે . એના લીધે બાળકો એકાગ્રતા કેળવી શકતા નથી .

 

જીવનમાં જે તમે વિચાર્યું હોય જે કંઈ પામવાની મથામણ કરતા હોય બસ એના પર જ ધ્યાન રાખો જો મન ભટકી જશે તો કશું પણ પામી નહિ શકો .

 

વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?

આભાર

મૃત્યમ

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ