પ્રેમ પરથી વિશ્વાસ ખોશો નહિ | વીરેન્દ્ર અને લીલાની પ્રેમ કહાની | Virendra and Lila Love Story In Gujarati | Don't lose faith in love in Gujarati | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
પ્રેમ પરથી વિશ્વાસ ખોશો નહિ | વીરેન્દ્ર અને લીલાની પ્રેમ કહાની | સાચી પ્રેમ કહાની
આ વાર્તા રાજસ્થાનમાં
રહેતા પતિ – પત્નીની છે , સાચી પણ છે વાર્તા . ધ્યાનથી વાંચજો .
પ્રેમ એવો કરો કે
તમેં લોકોના ચાહક થઇ જાઓ .
રાજસ્થાનનું એક
પરિવાર કે જે દર્શન કરવા ૨૦૧૩માં કેદારનાથ ગયું . પરિવારમાં પતિ – પત્ની અને બાળકો
આટલા ચાર લોકો હતા . દર્શન તો કરી જ રહ્યા હતા એટલામાં તો વાતાવરણે એવો તો પલટો
લીધો કે વાવાઝોડાનું અને વરસાદનું દ્રશ્ય સર્જાયું .
કોઈ સુરક્ષિત
સ્થાન પર જઈએ અથવા કોઈ એવી સેફ જગ્યા શોધીએ એ પહેલા તો મુશળધાર વરસાદ ચાલુ થઇ ગયો .
પાણી એટલું તો ભરાઈ ગયું હતું કે પુરની સમસ્યા સર્જાઈ . જોત જોતામાં તો કેદારનાથમાં
ઉભી કરાયેલી ઇમારતો , ઘરો એક ઝાટકે નીચે પાડવા લાગ્યા . પુર આવતા પાણીનું જોર એટલું
બધું વધી ગયું હતું કે કોઈ એની સામે ટકી ના શક્યું . એક ઝાટકે તો બધું જ ધરાસાયી
થઇ ગયું . આ પરિવાર પણ છૂટો થઇ ગયો . જોકે પિતાએ પોતાના બાળકોને તો પાસે મજબુતાઈથી
રાખી રાખ્યા પણ પત્ની લીલાને સાચવી ના શક્યો . જો કે વીરેન્દ્ર પોતાની પત્નીને ખુબ
ચાહતો હતો . એ એની યાદમાં એટલો તો ખોવાઈ ગયો હતો કે એને પોતાની પત્નીને શોધ્યા
સિવાય બીજું કશું સુઝતું ન હતું . જેમ જેમ થોડું થોડું વાતાવરણ સારું થાય તેમ તેમ
તે જગ્યા પર પોતાની પત્નીની શોધખોળ , તપાસ ચાલુ કરી દેતો .
લોકોની પણ સલાહ એ
હતી કે હવે જે થવાનું હતું એ થયું તારે હવે તારા સંતાનો માટે જીવવાનું છે . માટે
તું તારી પત્નીને ભૂલી જા અને બાળકોની સંભાળ રાખ . એથીય વિશેષ વિરેન્દ્રના માતા –પિતાએ પણ વિરેદ્રનો સંપર્ક કરીને કહ્યું કે બેટા તું તારું અને તારા બાળકોનું
ધ્યાન રાખ ને જેમ બને તેમ અહી ઘરે પાછો આવી જા . પણ ખબર નહિ કેમ વિરેન્દ્રનું મન
માનતું નહતું . તેને હજી પણ લાગતું હતું કે એની પત્ની હજી પણ જીવે છે . હજી પણ એની
પત્નીનો અવાજ સંભળાય છે , હજીય એમ સંભળાય છે કે હું જીવિત છું તમે મને લેવા આવો . આટલા
બધાની વાત ના માની અને ત્યાં બધી મિલકત વેચી નાખી અને બાળકોને કોઈ સારી જગ્યાએ
કોઈના ત્યાં મૂકી ખાવા – પીવાનો ખર્ચો આપી અને તેની પત્નીને શોધવા વીરેન્દ્ર તો
નીકળી પડ્યો .
આશરે ચાર પાચ
મહિના થઇ ગયા હતા હજી સુધી કોઈ અતો પતો મળ્યો નહિ . શોધતા શોધતા કોઈએ તેને
જણાવ્યું લો આ મરેલા વ્યક્તિઓના નામ . એમાં તમારી પત્નીનું નામ તો નથી ને જરા એક
વાર જોઈ લો . હું તમારું દિલ દુખાવા નથી માંગતો બસ દિલાસો આપવા માટે કહું છું . એ
ભાઈના કહેવાથી વીરેન્દ્ર એ મરેલા માણસનું લીસ્ટ જોઈ તો લે છે અને એમાં એની
પત્નીનું નામ પણ હતું . થોડીવાર તો શુનમુન થઇ જાય છે પણ હજીય મન નથી માનતું . દિલ
કહેતું હતું મારી પત્ની જીવે છે . હું હજુ પણ એને શોધીશ , મારા છેલ્લા શ્વાસ સુધી
એને શોધવાનો પ્રયાસ કરતો રહીશ .
આખરે ઓગણીશ મહિના
( ૧૯ ) પછી એની પત્ની એને મળી જાય છે . મોટો આધાત લાગવાથી મગજ થોડું ગાંડા જેવું થઇ જાય
છે . વીરેન્દ્ર ભગવાનનો અભાર માને છે . જો કે થોડા સમય પછી સુધાર તો આવી જાય છે . અને
ફરી પાછો હસતો ખેલતો પરિવાર એક સાથે ભેગો થઇ જાય છે .
વીરેન્દ્ર અને લીલાની પ્રેમ કહાની .
આ સાચો ફોટો છે .
વીરેન્દ્ર અને લીલા
તમને લાગશે કે આ
તો કોઈ ફિલ્મની કાલ્પનિક સ્ટોરી છે પણ આ સાચી હકીકત છે . આ કિસ્સો રાજસ્થાનના પરિવારનો
છે .
બોધ : સાચો પ્રેમ
કરનારને કોઈ પર્વત કે કોઈ અડચણ રોકી શકતી નથી . જો એકવાર વિશ્વાસ ડગમગ્યો સમજો તમે
લપસી ગયા પછી ઉભા થતા થતા આખી જીંદગી આમ જ વેડફાઈ જાય છે .
0 ટિપ્પણીઓ