એક સોનેરી હિરણીની વાર્તા | ગુજરાતી બાળવાર્તા | The story of a golden deer In Gujarati | Children's Story in Gujarati | પ્રેરક બાળવાર્તા | Motivational Children's Story in Gujarati |બાળવાર્તા pdf | ટૂંકી બાળવાર્તા | નવી બાળવાર્તા | નાના બાળકોની વાર્તા
એક જંગલ હતું . એમાં ઘણાય પશુ પંખી રહેતા હતા . અત્યાર સુધી તો ઉનાળો ચાલતો
હતો પણ હવે તે પૂરો થવા આવ્યો હતો . ચોમાસાની ઋતુ નજીક હતી .
બપોરનો સમય હતો . આકાશે જોતા લાગતું હતું કે હવામાન પલટો ખાવાની તૈયારીમાં છે .
એટલો બધો બાફ હતો કે રહેવાય એમ નહિ . ઉપરથી ક્યાંકથી આગ લાગી ગઈ . તો બધા પક્ષીઓ
અને પ્રાણીઓની ભાગદોડ ચાલુ થઇ ગઈ .
બધા પ્રાણીઓની વાત છોડો એક હિરણી જે માં બનવાની તૈયારીમાં હતું . પ્રસુતિનો સમય
નિકટ હતો . એવામાં દોડીને જાય તો જાય ક્યાં ? એ મોટો સવાલ હતો . એક તો જંગલમાં આગ
લાગી હતી અને બીજી બાજુ વરસાદ પડું પડું થઇ રહ્યો હતો . એના બચ્ચા આ દુનિયામાં આવે
એ માટે સારી એવી સુરક્ષિત જગાની તલાસ હતી . પણ એના પહેલા પોતાનો જીવ બચાવવાની
ચિંતા હતી . જો જીવ બચશે તો બચ્ચા દુનિયામાં આવી શકશે .
ચારેબાજુ આગ લાગવાના કારણે હિરાણી ખુબ જ થાકી ગઈ હતી . એટલે એ નડી તરફ વળી
પાણી પીવા માટે . પાણી પીટી જ હતી એટલામાં પાછળથી કોઈ અવાજ અવાજ સંભળાયો . જેવું
પાછળ વાળીને જોયું તો એક શિકારી હતો એ શિકાર કરવા આવ્યો હતો . લાગતું હતું કે એનું
નિશાન મારા ઉપર જ છે . એટલે એ તરત જ બીજી દિશા તરફ તરફ ભાગવા ગઈ તો સામેથી વાધ પણ દેખાયો
. હવે જાય કઈ દિશા તરફ . સામે નદી હતી , પગ ભારે હોવાના કારણે નદી ઓળંગી કેવી રીતે
. સામે નદી , આ બાજુ શિકારી પેલી બાજુ વાધ અને પાછળની બાજુ આગ . સમસ્યા ચારેબાજુ
હતી . પણ થાય શું ?
હિરણી પાસે કશો રસ્તો બચ્યો નહતો . એટલે એને કશું કર્યા વગર આંખો બંધ કરી ભગવાનની
પ્રાર્થના કરવા લાગી . અને કહેવા લાગી હે ભગવાન મારું જીવનનો આધાર તારા ઉપર જ છે .
મને જીવાડવી કે મારવી બધું તારા ઉપર જ છે . મારા બચ્ચા હજી આ દુનિયામાં આવ્યા નથી તુ
જ હવે કોઈ ચમત્કાર કર .
જેવો શિકારી શિકાર કરવા માટે બાણ ચઢાવે છે અને હિરાણીનો શિકાર કરવા જ જાય છે
એવી આગનું એક નાનકડુ તણખલું શિકારીના
આંખમાં પડે છે અને બાણ છૂટી જાય છે પણ બાણ હિરાણીને ના વાગતાં વાધને વાગે છે . વાધ
તો ત્યાં જ મરી જાય છે અને શિકારી પણ પોતાની અંખ બચાવતા ત્યાંથી ભાગી જાય છે . અને
હિરાણી બચી જાય છે .
હિરાણી પછી ઊંડો શ્વાસ લે છે , ફરી પાછું થોડું પાણી પી ને સારી સુરક્ષિત જગા
શોધે છે . વરસાદ પણ પડવા લાગે છે અને જે આગ લાગી હતી એ પણ ધીમે ધીમે ઓલવાતી જાય છે
. અને આવા જ સુંદર વરસાદના માહોલમાં , પહેલા વરસાદે હિરાણી પોતાના બચ્ચાને જન્મ
આપે છે .
વાર્તા નાની છે પણ સમજવા જેવી છે .
જ્યારે ચારેબાજુથી સમસ્યા હોય ત્યારે ફક્ત ને ફક્ત ભગવાનની પ્રાર્થાના કરી જુઓ
, થોડો ઘણો તો ફર્ક દેખાશે જ .
આપણે બધા આવા સમયે જીવાવાની આશા છોડી દઈએ છીએ . પણ જેમ
એક મીણબત્તી છેલા શ્વાસ સુધી અજવાસ પ્રસરાવે છે તેમ આપણે પણ આશા કિરણને જાગતી
રાખવાની જરૂર છે .
સમસ્યા કોણે નથી આવતી . ગરીબ વ્યક્તિને પણ કોઈ
સમસ્યા હોય છે , મધ્યમ કક્ષાની વ્યક્તિ હોય એને પણ પોતાની કોઈ સમસ્યા હોય છે ,
અમીર વ્યક્તિ પણ કેમ ના હોય એને પણ પોતાની કોઈ સમસ્યા હોય જ છે . પણ જ્યારે સમસ્યા
ચારે બાજુથી ધેરી વળે ત્યારે એક જ રસ્તો છે હિરણીની જેમ આંખો બંધ કરી બસ ભવવાનને
યાદ કરવા અને કહેવું , હે ભગવાન મારી જીત પણ તારા હાથમાં છે , મારી હાર પણ તારા
હાથમાં છે , જો શક્ય હોય , જો ચમત્કાર થતો હોય તો મારી સમસ્યાનું નિવારણ કર .
આટલું જો કરશો તો ઘણો ખરો ફેર પડી જશે , સમસ્યા પૂરે
પૂરી જતી નહી રહે પણ થોડી રાહત તો થશે .
બોધ : ગમે તેવી પરિસ્થિતિમાં લડવાની વૃતિ રાખો ,
કદાચ તમે જીતી પણ જાઓ .
0 ટિપ્પણીઓ