સુખી રહેવાનું સિક્રેટ | ગુજરાતી પ્રેરક વાર્તા | The Secret to Being Happy in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
સુખી રહેવાનું સિક્રેટ ( The Secret to Being Happy in Gujarati )
રોકવા ટોકવાવાળું જો કોઈ હોય તમારા જીવનમાં તો તમે નશીબદાર છો , કેમ કે જે બાગીચામાં માળી ના હોય એ બગીચો ખેદાન મેદાન થઇ જાય છે .
કેમ છો બધા હું
છું મૃત્યમ તમારી સમક્ષ એવા પંદર વર્ષના બાળકની વાર્તા લઈને આવ્યો છો જેને વાંચીને
તમે પણ નવાઈ પામશો કે આવો વિચાર આટલી ઉમરે આવ્યો ક્યાંથી ?
૧ ) પંદર વર્ષના બાળકની વાર્તા :
માનું નામનો પંદર
વર્ષનું બાળક હોય છે . એ નાનપણથી જ દરેક બાબતે ઉત્સાહી હોય છે . તેને સવાલો કરવા
ખુબ જ ગમે . જો કોઈ તેની સામે હોય એ વ્યક્તિ જવાબો આપતા આપતા થાકે પણ એ માનું કોઈ
દિવસ ના થાકે . એ માં બાપ હોય કે શાળામાં ભણાવતો શિક્ષક હોય પણ માનું સવાલો
કરવાનું ના ચુકે .
એકવાર માનું અને
એના પપ્પા સાથે બેઠા હતા અને માનું સવાલ કરી બેઠો કે ....
હે પપ્પા સુખી રહેવાનું
સિક્રેટ કયું ?
આવો સવાલ સાંભળીનેતો પપ્પા પણ મુંજાઈ ગયા . એવું નહિ કે જવાબ નહતો , જવાબ તો હતો પણ એ સમજતા હતા કે
એ સારી રીતે નહિ સમજાઈ શકે . એટલે એમને યુક્તિ કરી . અને કહ્યું ...
જો આપણા ઘરની સામે
પેલો પહાડ દેખાય છે , એની ટોચ પર એક બુદ્ધિશાળી વ્યક્તિ રહે છે , તું એ,મેં મળી
રહે તારે જે સવાલ પૂછવા હોય એમને પૂછી લેજે .
એટલે માનું પેલા
પહાડની ટોચ પર પહોચે છે . અને ત્યાં જઈ કોઈને પૂછે છે , અહી કોઈ બુદ્ધિમાની વ્યક્તિ
રહે છે . એટલે પેલા ભાઈએ હા પાડી . થોડા આગળ જઈ અંદરની તરફ વળી જાઓ . મોટો દરવાજો
આવે ત્યાં હળી જજો .
એટલે એ છોકરો અંદર
ગયો અને આજુબાજુ જોયું તો નવાઈ પામ્યો . શું મહેલ બનાવ્યો છે . રસ્તામાં જ બધી
જાતના ફૂલોના છોડ હતા . જાત જાતની બધી પ્રકારની સુગંધ આવી રહી હતી . જો કોઈ
વ્યક્તિ ગુસ્સામાં પણ હોય તો આ મહેલની અદર જતા જતા તો બધો ગુસ્સો શાંત થઇ જાય .
આખરે ત્યાં પેલા
ભાઈ જોડે પહોચી જ જાય છે . અને માનું કહે છે , મારે તમને એક વાત કહેવી છે , આશા
રાખું છું કે તમે મારા સવાલનો જવાબ આપશો .
એટલે પેલોબુદ્ધિમાની વ્યક્તિ કહે છે જરૂર આપીશ , પહેલા સવાલ તો પૂછ બાળક .
માનું કહે છે :
જીવનમાં સુખી રહેવાનું સિક્રેટ કયું .
પહેલા તો
બુદ્ધિમાન વ્યક્તિએ થોડું સ્મિત કર્યું .
અને કહ્યું પહેલા તું મારૂ કામ કર પછી તને કહું . માનું કહે હા બોલો ...
પહેલા તું મારો
મહેલ તો જો . કેવો છે . એક ચક્કર લાગાવીને આવ . પણ મારી એક શરત છે . આ ચમચીમા બેટીપાં તેલના હશે , એ નીચે ના પડે એનું પણ ધ્યાન રાખવાનું છે .
એટલે એ બાળક કહે
સારું , હું તમારો મહેલ જોઇને આવું .
આટલું કહી માનું મહેલનો
એક ચક્કર મારવા જાય છે , જ્યારે પાછો આવે છે ત્યારે પેલો બુદ્ધિમાન વ્યક્તિ માનુંને
કહે છે , બોલ તે શું શું જોયું .
માનું કહે , મને
માફ કરજો , મારું ધ્યાન આ બે ટીપાથી ભરેલી ચમચીમાં હતું એટલે મારાથી કશું જોવાયું
જ નહિ .
હવે બુદ્ધિમાનવ્યક્તિ બોલ્યો આવું તો ના ચાલે . સારું ચાલ તું બીજીવાર જોઈ આવ , મહેલ કેવો છે .
પણ આ વખતે તું સારી રીતે જોજે . બધું નિરીક્ષણ કરજે . અને હાથમાં જે ચમચી છે તેલના
બે ટીપાં છે એ પણ નીચે ના પાડવા જોઈએ એનું પણ ધ્યાન રાખજે . એટલે માનું કહે સારું .
આ વખતે માનુએ આખો
મહેલ સારી રીતે જોયો . ગાર્ડન , રસ્તામાં વાગતું ધીમું ધીમું મ્યુઝીક , મહેલમાં
લાગાવેલા મોઘા ઝુમ્મર વગેરે વગેરે . માનું ને લાગ્યું કે અહી જે પણ રહે એ સુખી જ
હોવો જોઈએ .
પછી માનું મહેલ
ફરીને પાછો આવે છે અને પેલા બુદ્ધિમાની વ્યક્તિને કહ્યું , તમારો મહેલ તો ખુબ જ સુંદર
છે , આવું તો મેં ક્યારેય સપનામાં પણ નથી જોયું જે અહી આજે જોયું .
પેલો બુદ્ધિમાની
વ્યક્તિ કહે છે એ બધું તો બરાબર પણ ચમચીમાંથી બે ટીપાં ગાયબ ક્યા થઇ ગયા . જ્યારે
માનું પોતાના જ હાથમાં રહેલી ચમચી જોવે છે તો એમાંથી બે ટીપાં તેલના હતા નહિ . પછી
એ માનું પેલા ભાઈની માફી માગે છે , અને કહે છે કે મને માફ કરજો , હું તમારો મહેલ
જોવામાં એટલો બધો ખોવાઈ ગયો કે મારા હાથમાંથી ચમચીમાંથી તેલના બે ટીપાં ક્યારે
નીચે પડી ગયા એનું ધ્યાન જ ના રહ્યું .
અંતે પેલો
બુદ્ધિમાન વ્યક્તિ કહે છે કે તારા સવાલનો જવાબ આ રહ્યો .
જયારે તારું ધ્યાન
ચમચીમાં રહેલા બે ટીપામાં હતું ત્યારે તું સૌથી સુખી હતો . કેમ કે કોઈ શું કરે છે
તેનું તને ઘ્યાન નહતું . પણ તું જયારે બીજીવાર મહેલ જોવા ગયો ત્યારે તારું ધ્યાન એ
ચમચીમાં રહેલા બેતેલના ટીપામાં નહતું .
ટૂંકમાં આપણે જે
વિચારીએ , જે જોઈએ છીએ એમાં આપણું મન લલચાય છે . અને ના આવવાના વિચારો આવે છે એટલે
આપણે દુઃખી થઈએ છીએ . પણ જ્યારે આપણે પોતાનમાં જ ખોવાયેલા રહીએ ત્યારે કોઈ પણ
વસ્તુ કે વ્યક્તિ આપણને દુઃખી કરી શકતું નથી . તો આ છે સુખી રહેવાનું સિક્રેટ .
બોધ . જીવનમાં
સુખી રહેવું હોય તો બીજાને ઇગ્નોર કરો અને પોતાના કામમાં જ વ્યસ્ત રહો .
૨ ) દુઃખી મહિલાની વાર્તા :
આખરે ખુશ કેમ
રહેવાય ?
એક મહિલા હતી .
ખુબ પૈસાવાળી હતી . ઘરમાં ભોગવિલાસના સાધનો હોવા છતાય તે ખુબ દુઃખી હતી . હવે કેમદુઃખી હતી એ જાણવા માટે મનોચિકિત્સક પાસે ગઈ .
ત્યાં પહોચી તો બે
ચાર વ્યક્તિ પહેલેથી જ હાજર હતા . થોડા સમય બાદ એ મહિલાનો પણ નંબર આવ્યો .
મનોચિકિત્સકે એ મહિલાને દુઃખનું કારણ પૂછ્યું . તો મહિલાએ દુઃખનું કારણ જણાવતા
કહ્યું કે ...
મારા પતિ પાસે
મારા માટે સમય જ નથી . હું સાવ એકલી જ રહ્યા કરું છું . હું એટલી તનાવમાં રહું છું
કે , મને સમયસર જમવાનું ભાન રહેતું નથી . તેથી મારી તબિયત પર અસર પડી જાય છે , કોઈ
કોઈ વાર .
હવે તમે જ કહો આવા
સમયમાં હું ખુશ કેવી રીતે રહી શકું ...
ત્યારબાદ મનોચિકિત્સકે
તેણીનું દુઃખ સાંભળીને એક વાર્તા સંભળાવી .
એ વાર્તા પણ તેની ઉમરની
મહિલાની જ હતી .
એક મધ્યમ વર્ગનો
પરિવાર હતો . પહેલા પહેલા તો બધું સારું હતું પણ હમણાં ના થોડા સમય એવા ખરાબ હતા
કે જીવવું મુશ્કેલ થઇ ગયું .
તેનો પતિ જુગાર
રમવા લાગ્યો , દારૂ પીવા લાગ્યો એટલું જ નહિ ઘરે આવીને નાશાની હાલતમાં મારઝૂડ પણ
કરવા લાગ્યો .
થોડા સમય આવું જ
ચાલ્યું . પછી તેનો પતિ મૃત્યુ પામ્યો . બે , છ મહિના તો બહુ જ તકલીફ પડી . તેના
છોકરાને કોઈ સારી જગ્યાએ નોકરી પર લગાડ્યો .
એ પણ એક વર્ષ
વીત્યા બાદ મૃત્યુ પામ્યો . હવે તો એ સાવ એકલી પડી ગઈ . જીવનનો આધાર હવે કશો રહ્યોનહતો . આત્મહત્યાનો વિચાર બહુ આવ્યો . આત્મહત્યા કરવા પણ એ મહિલા ગઈ રેલ્વે ફાટક
પર પણ એ પોતાની જાતને મારી ના શકી .
એ સમયે ચોમાસાની
ઋતુ હતી . મહિલા જયારે આત્મહત્યાનો વિચાર માંડીને ઘરે પરત ફરતી હતી ત્યારે તેની
પાછળ પાછળ એક કુતરાનું બચ્ચું તેની પાછળ પાછળ આવવા લાગ્યું . એને એમ કે ક્યાં સુધી
પાછળ પાછળ આવશે .
પણ આ તો ઘર સુધી
આવી ગયું . હવે ચાલુ વરસાદે તો હું તેને ઘરની બહાર તો ના કાઢી મુકું . એને પણ અંદર
લઇ લીધું . ટુવાલથી શરીર તેનું સાફ કરી દીધું .
એ જ વર્તન કરી રહ્યું
, એના પરથી એવું લાગતું હતું કે એ ભૂખ્યું હશે . એટલે એને મેં એક ટકોરીમાં દૂધ
ભરીને આપ્યું . અને તે કુતરાનું બચ્ચું ફટાફટ દૂધ પી ગયો . એ જે જોઇને મને એટલું
હસવું આવ્યું કે આવું સ્મિત મેં લગભગ બે વર્ષ પહેલા કર્યું હશે . એને ખરેખર ગમ્યું
એક કુતરાના બચ્ચાની મદદ કરીને .
પછી એને વિચાર્યું
કે જો મદદ કરવાથી ખુશી મળતી હોય તો હું આવી રોજ મદદ કરતી રહીશ . આ મદદ ફક્ત
પ્રાણીઓ પુરતી જ નહિ વ્યક્તિની પણ મદદ કરતી રહીશ .
બોધ : ખુશ રહેવાનો
માત્રને માત્ર ઉપાય છે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રાખવાનો પ્રયન્ત કરતા રહો .
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ