Fixed Menu (yes/no)

header ads

કોઈ દિવસ હાર ના માનવી | ગુજરાતી પ્રેરક વાર્તા | Never Give Up in Gujarati | Gujarati Motivational Story

કોઈ દિવસ હાર ના માનવી | ગુજરાતી પ્રેરક વાર્તા | Never Give Up in Gujarati | Gujarati Motivational Story  | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf



એક હાયમ નામનુ ગામ હતું . એમાં એક સીધો સાદો છોકરો રહેતો હતો . એનું નામ હતું હિરેન . માં બાપ કોરોના સમયમાં જ મૃત્યુ પામ્યા હતા . ઘરમાં બીજું કોઈ સદસ્ય રહ્યું નહતું . એ પોતે જ પોતાનો નિર્વાહકર્તા હતો .

 

સવારે શાળાએ જવાનું અને બપોર પછી કરિયાણાની દુકાનમાં કામ કરવાનું . જો કે શેઠ સારા હતા કોઈ તકલીફ જેવું હતું નહિ . પણ કહેવાય છે ને જ્યારે મુસીબતનો સમય આવે ત્યારે કોઈ પારકું તો શું પોતાનું પણ ના ઉભું રહે .

 

બારમાં ધોરણની પરીક્ષાઓ નજીક હતી . એટલે હિરેન સાંજે આવે ત્યારે ચાર મીણબત્તી દુકાનેથી લઈને આવે .

 

એક દિવસ શું થયું ઘર વપરાશનો સામાન પતિ ગયો . હિરેન દુકાનેથી ઘરે તો આવી ગયો પણ જે સામાન લેવાનો હતો એ તો લાવ્યો જ નહિ . પણ મીણબતી પડી હતી એક્સ્ટ્રા એટલે તે પ્રગટાવીને જમવાનું બનાવી લીધું અને થોડીવારમાં જમી પણ લીધું .

 

જમીને જયારે હિરેન ગામમાં સમાન લેવા જાય છે ત્યારે પેલી ચાર મીણબત્તી આપસમાં વાતો કરવા લાગી .

પહેલી મીણબત્તી બોલી ....

આ દુનિયામાં વિશ્વાસ જ ક્યાં છે . કોઈ કોઈ ઉપર ભરોષો જ કરતુ નથી . કોઈ કોઈની મદદ કરતુ નથી . મારે પણ કોઈના કામમાં આવવું નથી . મારી પણ આ દુનિયામાં શું જરૂર છે ! આટલું કહેતા ઓલવાઈ ગઈ .

 

બીજી મીણબત્તી બોલી ...

આ દુનિયામાં પ્રેમ જ ક્યાં વધ્યો છે . જ્યાં જુઓ ત્યાં બસ નફરત જ નફરત જોવા મળે છે . પહેલા જેવું કશો પ્રેમભાવ છે જ નહિ . બસ લોકો દેખાડવા માટે ખોટું સ્મિત કર્યા કરે છે , અંદર તો એની માટે નફરત જ છે .

મારે પણ કોઈ સાથે પ્રેમભર્યું વર્તન નથી કરવું ! આટલું કહેતા એ પણ ઓલવાઈ ગઈ .

 

ત્રીજી મીણબત્તી બોલી ....

આ દુનિયામાં કેટલી બધી અશાંતિ ફેલાઈ ગઈ છે , જ્યાં જુઓ ત્યાં અશાંતિ જ અશાંતિ જોવા મળે છે . જ્યાં જુઓ ત્યાં ઘોઘાટ ને ઘોઘાટ જ જોવા મળે છે . કોઈ જગ્યાએ મોટા મોટા સ્પીકરોનો અવાજ , રસ્તામાં ટ્રાફિકજામ સમયે લોકોના વહાણોનો અવાજ . એક જ્યાં બગીચામાં શાંતિ હતી ત્યાં પણ શાંતિ ખોરવાઈ છે .

મારે પણ આવી દુનિયામાં નથી રહેવું ! આટલું કહેતા એ પણ ઓલવાઈ ગઈ .

 

જયારે ચોથી મીણબત્તી આ બધું જોઈ રહી , સાંભળતી રહી . અને અંતે તો મૌન જ રહી .

એટલામાં તો હિરેન ઘરે આવી ગયો . અને જોયું તો ચારમાંથી ત્રણ મીણબત્તી ઓલવાઈ ગઈ હતી હવે જો ચોથી પણ ઓલવાઈ જશે તો હું શેના વડે મીણબત્તી પ્રગટાવીશ , હું એક બસ માચીસ જ લાવવાનું ભૂલી ગયો .

 

એટલામાં એક અવાજ આવ્યો . ચોથી મીણબત્તી બોલી . હું નહિ ઓલવાઉ ! હું આશાનું કિરણ છું . છેલ્લી ઘડી સુધી તારો સાથ આપીશ છેલ્લી ઘડી તારો સાથ આપીશ . હું તને ઉદાસ નહિ કરું . તું હવે વધારે ચિંતા ના કરીશ . તું તારે તારી પરીક્ષાનું જે વાંચવાનું હોય એ વાંચ .

 

વાર્તા સાવ નાનકડી છે પણ જો જોવા જઈએ તો સાર ખુબ જ મોટો છે .

 

બોધ : જીવનમાં કોઈ દિવસ ઉદાસ ના થઇ જાવ . આશા નામની મીણબત્તી હંમેશા ચાલુ રાખો એને ઓલવવા ના દો . જો એ ચાલુ રહેશે તો થોડા સમય પછી બીજા માર્ગો એની જાતે જ ખુલી જશે . જરૂર છે તો થોડી રાહ જોવાની .

 

કેમ કે જો એક મીણબત્તી ચાલુ રહી હશે તો બાકી ત્રણને પણ ફરી પાછી પ્રગટાવી શકો છો . 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ