Fixed Menu (yes/no)

header ads

ગુજરાતી જીવન શાયરી | Life Shayri 2023

ગુજરાતી જીવન શાયરી | Life Shayri in Gujarati 2023 | Shayari Gujarati text | attitude Shayari Gujarati | love Shayari Gujarati | new Shayari Gujarati | sad Shayari Gujarati | Shayari Gujarati Dosti | સારા સુવિચાર ગુજરાતી | મોજ શાયરી









જીવતી લાશ થઇ જાય છે જ્યારે 
પ્રેમની સાથે સાથે ભરોષો પણ ઉઠી ગયો હોય ..!! 





બધું સમેટી લેવું જોઈએ 
જયારે માન સમ્માન ઘટે ત્યારે ..!! 





નાં ગમતું પણ ગમાડી લેવું પડે 
મૃત્યુ નજીક હોય ત્યારે ..!! 





કોણ કહે છે પત્થર દિલ રડતા નથી 
હવે પહાડોમાંથી વહેતા ઝરણાને જોઈ લો ..!! 






મન ભરવા શબ્દો વડે કાગળો તો ભરી દીધા 
પણ ખાલીપો ના ભરાયો ..!! 





અમને રંગમયી જીવનની ઇચ્છા હતી 
પણ જે મળ્યા રંગ બદલે એવા મળ્યા ..!! 





એકલા પડીએ ત્યારે સમજાય 
કેટલા લાંબા હોય દિવસના કલાકો પણ ..!! 





ચણ નાખો અડચણ નહિ ..!! 





પેપર અધરું હોય છે જીવનનનું 
જે વાંચ્યું એ આવ્યું જ નહિ ..!! 





ગોળ ગોળ ગુંચડાવે છે 
આ જલેબી કેવી મીઠાશ પ્રસરાવે છે ..!! 


મરી મરીને જીવ્યા કરતા 
જીવીને મરવું સારું ..!! 




સમજણ સાથે બધું બદલાય છે 
એ પછી શોખ હોય કે સબંધ ..!! 





કોઈ માણસને સામાન્ય ના ગણવો 
સમય જતા એની પણ માંગ વધે છે 
જેમ કે લીંબુ ..!! 





સમાજે વગાડેલી તાળીઓમાં 
દબાયેલી હું એક ચીસ છું ..!! 





અંધકાર દુર કરવા 
માત્ર એક દીવો અજવાસ માટે કાફી છે ..!! 





પરીક્ષામાં બીજાનું જોઈ કોપી બહુ કરી 
હવે સ્વભાવ અને સંસ્કારોની કોપી કરો તો સાચા ..!! 





કૃષ્ણ અહી થવાતું નથી 
અને જીંદગી ગોવર્ધન જેવી આપી દીધી ..!! 





સુખી માણસનું જીવન 
અહી ઓછું હોય છે ..!!





લાગણીશીલ વ્યક્તિનું વ્યક્તિત્વ 
ઇનબીલ્ટ જ હોય 
એને ઇન્સ્ટોલ ન કરી શકાય ..!! 





સુંદર ચહેરો પળભર માટે આકર્ષિત કરે 
જ્યારે સુંદર સ્વભાવ આજીવન ..!! 





મળવાનો મને કોઈનો હરખ નથી 
કેમ કે મને કોઈની પરખ નથી ..!! 





સમજણના સોયદોરાને આરપાર જા દો 
ફાટેલી જીંદગી સંધાઈ જશે ..!! 





પળે પળે જીંદગી હંફાવ્યા કરે છે 
થકવાનું નામ નથી 
અવિરત વિસરતી જાય છે ..!! 





જોવાવાળાએ તો જોયું જ છે 
અમે સઘળું સહન કરી બેઠા છીએ ..!! 





નજીવી માગણી ક્યાં કોની સાથે કરાય છે 
કરીએ પછી અંતે તો છૂટી જાય છે ..!! 





પુણ્યને પરચુરણ સમાન માને છે લોકો 
એટલે દુઃખો વધતા જાય છે ..!! 





પીંજરું તોડતા પાંખો કપાઈ ગઈ 
અમ જ કહાની મારી અધુરી છલકાઈ ગઈ ..!! 





છાયડાની શોધમાં જીંદગી કાઢી નાખી 
સુખની અનુભૂતિ ત્યાં તો 
કમર ઝુકાવી નાખી ..!! 





મૌનને વહાલું કહેવા ગયા તો 
બોલને ખોઈ બેઠા ..!! 





સમય અને શ્વાસ બંને કાચના વાસણ જેવા છે 
ગમે ત્યારે તૂટી ને ખૂટી જાય ..!! 





આજકાલના લોકો જીવનને જીવી લેવામાં નહિ પણ 
દેખાવડા જીવનને વધુ મહત્વ આપે છે ..!! 





શોધશો તો પત્થર પણ પૂજાશે 
બાકી કાન્કારીનું તો કામ જ છે ખુંચવાનું ..!!  





તમારા મો પર સ્મિત ચહેરો રાખો 
કેમ કે તમારા રડવાથી કોઈને ફેર નહિ પડે ..!! 





વળાંક ખોટા હોય ત્યાં થોભી જવું 
પછી એ રસ્તો હોય કે સબંધ ..!! 





અમુક સુખનો અહેસાસ એટલા માટે નથી થતો કેમ કે 
એ મફતમાં મળે છે ..!! 





ઘર એ કાનો માત્ર વગરની એવી જગ્યા કે 
જ્યાં પહોચતા જ હાશકારો થાય ..!! 





ગરીબી લડતી રહી ધોધમાર વરસાદથી 
અને અમીરો કહે વાહ શું અદભુત દ્રશ્ય છે ..!! 





અંત અનહદ હોય છે અહમનું પણ પતન હોય છે 
કહેવાય જીંદગી મોજે દરિયા 
દરિયામાં પણ મોજું પોતાનું હોય છે ..!! 





સરખામણી કરશો તો લટકતા રહી જશો 
કાડવું મહત્વનું નથી ઉતરવું મહત્વનું છે ..!! 





કશુક ભૂલ્યો લાગુ છું 
નહિ તો દુઃખ આભથી ઊંચું તો હોઈ ના શકે ..!! 





માપીને પામવાની કોઈ જરૂર નથી 
શક્ય હોય તો ચાહી જુઓ ..!! 





હદયને પણ બાળકની જેમ રુઠવાનું મન થાય છે 
પણ ઉમરની મર્યાદા નડી જાય છે ..!! 





કૃષ્ણને કહો 
ફરી એકવાર ગીતા સંભળાવે 
લડવું મારે પણ છે 
અંગત સામે ..!!


જો તમને આ જીવન  શાયરી પસંદ આવી હોય તમારા પ્રિય વ્યક્તિઓને જરૂરથી શેર કરજો . 

આભાર 

" મૃત્યમ "

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ