Fixed Menu (yes/no)

header ads

સમસ્યા સામે લડતા સીખો | ગુજરાતી પ્રેરક વાર્તા | Learn to Fight The Problem in Gujarati | Gujarati Motivational Story

સમસ્યા સામે લડતા સીખો | ગુજરાતી પ્રેરક વાર્તા | Learn to Fight The Problem in Gujarati | Gujarati Motivational Story


Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf



૧ )     સમસ્યા સામે લડતા સીખો : 

 

એક રાજપુર નામનું ગામ હોય છે . પણ ત્યાં કોઈ રાજ કરતુ નથી . બધા દુઃખી જ હોય છે . એમાંથી એક ખેડૂત તો એટલો બધો દુઃખી હોય છે કે ના પૂછો વાત .

 

એ ખેડૂતનું નામ ભેરવ હોય છે અને હકીતમાં  પણ એ ભેરવ જેવો જ હોય છે . ગુસ્સો તો એના માથા પર જ નાચતો હોય છે દરેક દિવસે . એક પણ દિવસ એવો નહિ હોય કે એને ગુસ્સો ના આવ્યો હોય .

 

ભેરવને બાળકોથી પણ સમસ્યા , પોતાની પત્નીથી પણ સમસ્યા , વારે ઘડીએ વધારે વરસાદ થાય ત્યાં પાક નિષ્ફળ જાય અને વરસાદ ના પડે તે દિવસે પણ પાક નિષ્ફળ જાય ત્યારે એની પણ સમસ્યા . લાગતું હતું એ સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે . કશો રસ્તો નથી બચ્યો એવું લાગતું હતું .

 

ભેરવે સમસ્યાના સમાધાન માટે બ્રામણને બોલાવી પૂજા કરાવી , હવન કારાવ્યો પણ થોડા સમય સુધી બધું સારું રહ્યું પછી બધું એવું ને એવું . ગુસ્સો તો સાતમાં આસમાને જ રહેતો .

 

હવે થયું એવું કે ભેરવના નજીકના લોકોએ એને ગૌતમ બુદ્ધ પાસે જવાની સલાહ આપી . અને કીધું એ તારી સમસ્યાનું સમાધાન જરૂરથી કરશે . એનું મન નહતું તો પણ ધક્કો મારીને બહાર કાઢ્યો અને એટલું બધું સમજાવ્યું કે એને જવું જ પડ્યું .

 

ગૌતમ બુદ્ધનો આશ્રમ એના ગામથી ખુબ જ દુર હતો . બે દિવસ તો લાગી જ ગયા પગપાળા જતા જતા .

 

આખરે ભેરવ ગૌતમબુદ્ધના આશ્રમે પહોચી ગયો . અને મળ્યા પછી પોતાની સમસ્યાનો વરસાદ કરી દીધો .

ભેરવે ગૌતમ બુદ્ધને કહેતા કહ્યું કે મને સંતાનોથી સમસ્યા છે , પત્નીથી પણ સમસ્યા છે અને ઉપરથી આ વરસાદથી પણ સમસ્યા છે આવે ત્યારે વધારે આવે ત્યારે પાક નિષ્ફળ જાય છે , ના આવે ત્યારે પણ પાક નિષ્ફળ જાય છે , હવે કરવું તો શું કરવું એ જ સમજ નથી પડતી .

 

બુદ્ધ ચુપચાપ ભેરવની વાત સાંભળે છે . થોડા સમય પછી ભેરવ પણ ચુપ થઇ જાય છે . એક સમય પછી સન્નાટો છવાઈ જાય છે .

 

ભેરવ કહે છે હે પ્રભુ કશુક તો બોલો ક્યારનો હું જ બોલ્યા કરું છું . એક તો આટલું દુર આવ્યો છું તમને મળવા માટે , મારી સમસ્યાનું સમાધાન કરવા માટે , એ પણ મને ધક્કો મારીને તમારી જોડે મોકલવામાં આવ્યો છે .

 

બધું બોલી છે ભેરવ પછી ભેરવ કહે છે મારી પાસે તારી સમસ્યાનું કોઈ સમાધાન નથી .

ભેરવ કહે મને તો એવું કહેવામાં આવ્યું હતું કે તમારી જોડે જ છે મારું સમસ્યાનું સમાધાન . જો તમારી જોડે ના હોય તો પેલા બ્રામણ સારા હતા એમને સમસ્યાના સમાધાન માટે પૂજા , હવન તો કરાવ્યા હતા .

 

બુદ્ધ કહે તો શું થયું તમારી સમસ્યાનું સમાધાન આજીવન થયું કે નહિ .

 

ભેરવ કહે , ના થોડા સમય સુધી અસર રહી પછી જે હતું એનું એ જ .

 

બુદ્ધ કહે આ સમસ્યા તો આજીવન રહેવાની , આનો કોઈ આજીવન ઈલાજ નથી .

હા મારી પાસે તારી સો ( ૧૦૦ ) સમ્સ્યાનો ઈલાજ નથી પણ એકસો એકમી ( ૧૦૧ ) સમસ્યાનો ઈલાજ છે .

 

ભેરવ કહે કઈ પ્રભુ આ ૧૦૧ મી સમસ્યા કઈ છે .

 

બુદ્ધ , જો તું જ્યારે એમ માની લઈશ કે મને કોઈ સમસ્યા જ નથી ત્યારે તારી સમસ્યા ઓછી થતી જશે . ધીરે ધીરે તને લાગવા લાગશે કે મને કોઈ સમસ્યા જ નથી , ત્યારે તને ખરેખર સમસ્યા નહિ હોય .

 

બોધ : હંમેશાજીવનમાં નકારાત્મક ઉર્જાને બહાર રાખો અને સકારાત્મક ઉર્જા અંદર ભરો હંમેશા ખુશરહેશો .

 

જીવનમાં બધાને કોઈને કોઈ સમસ્યા છે એનાથી કોઈ છૂટી શક્યું નથી . ચાહે એ ગરીબ હોય કે અમીર હોય , સંસારી હોય કે સંન્યાસી હોય બધાને કોઈના કોઈ સમસ્યા છે . પણ અમુક લોકો સમસ્યાથી ભાગે છે તો અમુક લોકો સમસ્યાથી લડે છે . જે સમસ્યાનો સામનો કરવાની પહેલ દાખવે છે એ જ સુખી રહી શકે છે .

 

સમસ્યા જળમૂળથી કાઢી નથી શકાતી પણ ઓછી જરૂર કરી શકાય છે . 




૨ )     સમસ્યાનો સામનો કરતા સીખો : 





એક મુનીર નામનું ૧૦ વર્ષનું બાળક હોય છે . ઉનાળો વેકેસન ચાલતું હોવાથી પોતાના દાદાના ઘરે આવ્યું હોય છે. 


જોવા જઈએ તો સાચી વાત છે . જે બાળક શહેરમાં મોટું થયું હોય એને ગામડામાં ના ફાવે . આ તો વેકેસન હોવાથી એમના માં બાપ ગામડે લઇ જાય છે . એ ખુબ જ બોરિંગ થઇ જાય છે . 

દાદાજીએ એને એક સરસ મજાની વાર્તા સમજાવી પણ લાગતું હતું એને સમજણ ના પડી . એટલે દાદાજીને લાગ્ય કશુક પ્રેકટીકલ કરવાની જરૂર છે . નહિ તો મારો છોકરો કશું કરી નહિ શકે . આખો દિવસ ઘરમાં ટીવી અને ફોનમાં રચ્યો પચ્યો રહેશે તો એ કશું સીખી નહિ શકે . 


દાદાજીએ ઉપાય કર્યો. મુનીરને બોલાવીને બે છોડ વાવવાનું કહ્યું . એક ઘરની અંદર અને એક ખુલ્લામાં એટલે કે ઘરની બહાર . અને કહ્યું આ છોડને તું આવતા વર્ષે જોજે કયો છોડ મોટો થાય છે એનું તારણ તું આવતા વર્ષે કાઢજે . 


મુનીરને કશુક નવું શીખવા મળ્યું . એને આમાં રસ જાગ્યો . પાંચદિવસ તો ત્યાં ગામડે રહ્યો પણ પછી એને પોતાના ઘરે જવાનું થયું . જો કે એનું મન તો પેલા વાવેલા છોડમાં હતું . એને જાણવું હતું કે કયો છોડ મોટો જલ્દી થાય છે . 


સમય વીતતો ગયો.વર્ષ પણ પૂરું થવા આવ્યું . પરીક્ષા જેવી અપાઈ ગઈ તેવુ જ એને મમ્મીને કહી ગામડે જવાની જીદ કરી . મમ્મીને પણ નવાઈ લાગી , આને એકદમ શું થઇ ગયું . પહેલા તો ગામડે જવાની ના જ પાડતો હતો , આજે કેમ જવાની જીદ કરે છે . 


આખરે એના પપ્પાની શનિવારની અને રવિવારની રજા હોવાથી ગામડે જવા રવાના થયા . 


જ્યારે એ લોકો ગામડે પહોચે છે ત્યારે ઘરમાં વાવેલા છોડને જુવે છે તો એને જોઈ નવાઈ લાગે છે . મેં વાવેલો છોડ ઘરમાં પણ કેટલો મોટો થઇ ગયો . જ્યારે બહાર વાવેલો છોડ જોવા જાય છે તો એ અચંબામાં પડી ગયો . એ છોડ આજે એક મોટું વૃક્ષનું આકાર લઇ રહ્યું હતું . એને કશું સમજાયું નહિ .  


એટલે એ સીધો દાદા પાસે પહોચ્યો . અને આ વિષે ચર્ચા કરી . 


દાદાએ સમજાવતા કહ્યું કે ઘરમાં વાવેલો છોડ બસ ઘર સુધી જ સીમિત રહ્યો . એને કશી તકલીફ નથી પડી . જ્યારે બહારના છોડે બધી તકલીફ સહન કરી . એને તડકો જોયો , ધોધમાર વરસાદ જોયો વગેરે વગેરે . 


બસ આટલી વાતમાં મુનીર સમજી ગયો કે દાદાજી એને સમજાવવા શું માંગતા હતા . 


જીવન એક નાના છોડ જેવું છે . જો તમે હારી જશો , થાકી જશો તો તમે માત્ર જીવી રહ્યા છો એવું લાગશે , પણ તમે સંધર્ષ થાકી જીવન પસાર કરશો તો તમે કશુક મેળવી શકશો . 


વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?

જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .

આભાર

“ મૃત્યમ 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ