પરોપકારી ભાવ રાખો | ગુજરાતી પ્રેરક વાર્તા | Keep a Benevolent Price in Gujarati | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with honest | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
એક પુણ્યમ નામના
ભાઈ હોય છે . એ ઘણા પરોપકારી હોય છે . જ્યાં મળે ત્યાં સેવા કરવાનો મૌકો છોડતા નથી
. કોઈની સેવા કરવાનો , કોઈની મદદ કરવાનો જો એમ કહેવા જઈએ તો એ ભાઈ ખુબ જ પરોપકારીછે તો પણ ખોટું ના કહેવાય .
પણ કહેવાય છે ને
આવા વ્યક્તિઓને ખુબ જ સહન કરવું પડે છે . જ્યારે સાચી હકીકતનું બીજા લોકોને ભાન
થાય છે એમના પાસે અફસોસ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી . બસ આવું જ આ
વાર્તામાં કહેવામાં આવ્યું છે . જો તમે પણ પરોપકારી હોવ , તમે પણ સેવાભાવી હોવ તો
આ વાર્તા તમારી માટે ....
ઘણી જગ્યાએથી
નોકરી છોડી ચુકેલો એક પુણ્યમ નામનો ભાઈને કોઈ મોટી કંપનીમાં નોકરી મળી . એ પણ એના
કોઈ મોટા સારા કામોને લીધે . એક મહિનો બે મહિના તો પુણ્યમ રેગ્યુલર આવ્યો પણ હમણા અઠવાડિયાથી
રેગ્યુલર નહતો આવતો . અડધો કલાક અથવા તો એક કલાક તો મોડો જ પડતો . અઠવાડિયામાં બે
વાર તો આવું રોજ થવા લાગ્યું .
પુણ્યમના બોસ તેને
કહેતા કે કેમ આજે આટલું મોડું થયું તો એ સાચું સાચું કહી દેતો . આ ભાઈની અથવા એક
નાના છોકરાની અથવા એક વૃદ્ધની મળ કરવા ગયો એમાં આટલું મોડું થઇ ગયું . આવું પરોપકારીનું
કારણ બતાવતો એટલે બોસ પણ કશું બોલી શકતો નહતો . બોસને કોઈ વાંધો તો નહતો પણ બીજાને
આ વાત ખટકી .
કહેવાય છે ને ચા
કરતા કીટલી હંમેશા ગરમ જ હોય , અહી એવું જ થયું . એની જોડે જે લોકો કામ કરતા હતા એ
લોકો પણ એક પછી એક વારાફરથી મોડા આવવા લાગ્યા . જયારે બોસ મોડા આવવાનું કારણ પૂછે
ત્યારે એ પણ કોઈ મોટું બહાનું બતાવી દે . જો કે બોસને ખબર તો પડી જ ગઈ હતી કે આ
લોકો એક બીજાની દેખા દેખીમાં વારાફરથી મોડા આવે છે .
એક દિવસ શું થયું કંપનીના
બોસનું મગજ ગરમ હતું . લાગતું હતું જે આજે મોડા આવશે એ જરૂરથી નોકરી માંથી હાથધોશે . અને એવું જ થયું ....
કંપનીમાં આજે બધા વહેલાસર
આવી ગયા હતા એક ખાલી પુણ્યમ સિવાય !
એટલે બોસે
પટાવાળાને કહ્યું આજે પુણ્યમ મોડો આવે તો
સીધો મારી કેબીનમાં મોકલજે . એટલે પુણ્યમ મોડો આવ્યો હોવાથી એને સીધો બોસની
કેબીનમાં મોકલ્યો .
બોસનું ભલે મગજ
ગરમ હતું પણ કોઈ જોડે એટલો પણ ખરાબ વર્તાવ ન કરે એ એમની માં એ સીખવળ્યું હતું . અમને
એવું જ કર્યું .
જયારે પુણ્યમ બોસની કેબીનમાં જાય છે ત્યારે એને પ્રેમથી પૂછવામાં આવે છે કે આજે કેમ આટળા મોડા આવ્યા....
તો પુન્યમે જવાબ આપતા
કહ્યું કે આજે એક છોકરાનો અકસ્માત થયો હતો એટલે એને હોસ્પિટલ મુકવા ગયો એમાં મોડું
થઇ ગયું .
ત્યારે બોસ કહે છે
તમારા આવા કામોના લીધે મારી ઓફિસમાં દશા આવી છે . તમારા લીધે બીજા પણ સમયે આવતા
નથી . તમારા આ પરોપકારથી કોઈને ફેર પડવાનો નથી . એમ કરો તમે અઠવાડીયાની રજા લઇ લો જેની
સેવા કરવી હોય એની કરજો પણ પછી સમયસર આવી જજો . આજથી જ તમારી રજા મંજુર છે . જાઓ
હવે તમે ઘરે .. હવે એક અઠવાડીયા પછી આવજો .
હવે આજ તો કોઈ કામ
નથી હવે કરે શું , ઘરે જઈને પણ શું કરું પછી એના મનમાં વિચાર આવ્યો લાવ પેલા
છોકરાની ખબર કાઢતો આવું હવે તેને કેવું છે , એના માં બાપ આવ્યા કે ના આવ્યા જો ના
આવ્યા હોય તો એને ઘરે મુકીને પછી હું મારા ઘરે જઉં .
એટલે એ કોઈ ઓટો વાળાની
રાહ જોવે છે અને સીધો હોસ્પિટલ જાય છે . ડોક્ટરને મળે છે પેલા બાળક વિષે ખબર અંતર
પૂછે છે અને જ્યારે ડોક્ટર એના માં બાપ પાસે લઇ જાય છે ત્યારે જોવે છે કે આ શું ....
આ તો બોસનો જ દીકરો છે !
બોસ પણ એની માફીમાંગે છે અને કહે છે આજે જો તમે મારા દીકરાને સમયસર હોસ્પિટલ ના લાવ્યા હોત તો મારો
દીકરાને હું જીવતો જોઈ ના શક્યો હોત . તમારો ખુબ ખુબ આભાર પુણ્યમ . ખરેખર પરોપકારી
ભાવ રાખવાથી ફેર તો પડે છે . કોઈ સમજે કે ના સમજે એનાથી બીજાને તો ફેર પડે છે .
બોધ : હંમેશા
લોકોની મદદ કરતા રહેવું આજે નહિ તો કાલે એનું મીઠું ફળ મળે જ છે .
૨ ) એક ડોક્ટર અને દર્દીની વાર્તા :
કહેવાય છે કે રસ્તામાં આવતા દરેક જરૂરીયાત લોકોની મદદ કરતા જાઓ કોણ જાણે એનું ફળ તમને મુસીબતના દિવસોમાં ચાખવા મળે .
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ