Fixed Menu (yes/no)

header ads

મદદ કરતા રહો | ગુજરાતી પ્રેરક વાર્તા | Keep helping in Gujarati | Gujarati Motivational Story

મદદ કરતા રહો | ગુજરાતી પ્રેરક વાર્તા | Keep Helping in Gujarati | Gujarati Motivational Story


Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf


૧ )     મદદ કરતા રહો ( Keep helping  in Gujarati ) 

 




કહેવાય છે કે સંતક સમયે કરેલી કોઈની મદદ આજીવન યાદ રહે છે . આજની વાર્તા પણ આવી જ છે . એક છોકરો એક છોકરીને એવી મદદ કરે છે , જેથી તે રડી પડે છે . આભાર તો ઘણો માનવો હોય છે પણ બોલવા માટે શબ્દ હોતા નથી .

 

એક પૂજા નામની છોકરી હોય છે . એ જ્યારે બારમું પાસ કરીને કોલેજના ત્રીજા વર્ષમાં હતી ત્યારે એના પિતાનું અવસાન થઇ જાય છે . પરિવારમાં એક એની માં સિવાય બીજું કોઈ હોતું નથી .

 

અને આમેય હાલના આ જમાનામાં ક્યાં કોઈની મદદ કરે છે . બધી કહેવા પુરતી વાત હોય છે .

 

પિતાના અવસાન બાદ બે લોકો કરે તો કરે શું , તેવી હાલત થઈને ઉભી રહી હતી . પરિવારમાં બીજા લોકોની મદદ માગી ત્યારે એમને મો ઉપર જ ના પાડી દીધી . અને કહી પણ દીધું હવે બીજીવાર આ ઘર તરફ ડોકાતા પણ નહિ . આવું પણ કહી દીધું પરિવારજનોએ .

 

હાલત ખુબ જ ગંભીર હતી . ઘરની વસ્તુ સુધી વેચવાનો વારો આવી ગયો હતો , ઘર ચલાવવા માટે . પછી થયું કે હું ખાવાનું તો સારું બનાવી જ શકું છું તો ટીફીનનું કામ કેવું રહેશે . ખાવાનું બનાવીને લોકોને ઘરે ઘરે ટીફીન આપવા જઈશ પણ , જીવનમાં કોઈ દિવસ હાર નહિ માનું .

 

આવું ચાર મહિના ચાલ્યું . ઉનાળાના ચાર મહિના તો આમ જ વીતી ગયા . પણ ચોમાસું નજીક હતું . એને ડરહતો કે હું ચોમાસામાં ટીફીન લઇ કેવી રીતે જઈશ  . એક તો એટલા એરીયામાં કાદવ કીચડ બહુ જ થાય છે અને બાઈક કે ગાડી ચલાવવા લોકો પણ થોડું ધીમે નથી ચલાવતા . ગાડી જેવી રીતે બાજુમાંથી પસાર થાય છે તેવી રીતે બધો કાદવ , કીચ્ચડ કપડા પર ઉડે છે . સમસ્યા એટલી છે ને ના પૂછો વાત .

 

એક દિવસ થયું એવું કે એ છોકરી લોકોના ઘરે ટીફીન આપવા જતી હતી ત્યારે ઈલેટ્રીક સ્કુટીનો શોરૂમ હતો . જે હાલમાં જ નવો બન્યો હતો . એ શોરૂમનો માલિક ઘણા દિવસથી આ છોકરીને જોઈ રહ્યો હતો . હાથમાં આટલા બધા ટીફીન લઈને આવી રીતે રસ્તામાં જવું અને ઉપરથી આ રસ્તો ખરાબ  કાદવ કીચ્ચ્ડવાળો !

 

એ છોકરી એ દિવસે ખુબ જ ડરી ગઈ હતી . હાથમાંથી ટીફીન જો પડી ગયું હતું અને નીચે પડતા જ ખુલી ગયું હતું . બધું ખાવાનું રસ્તામાં .

 

હવે કરે શું બિચારી ડરી જ જાય ને ! બિચારી . થોડીવારમાં તો કુતરા ખાવાનું ખાઈ ગયા . રડતી હતી છોકરી .

 

ઈલેટ્રીક સ્કુટીનો શોરૂમ જે જગ્યાએ હતો તેનાથી થોડે દુર આ ઘટના બની . શોરૂમના માલિકે ઉપરના માળેથી આ બધું જોયું . એટલે એ નીચે ગયો એ છોકરી પાસે .

 

છોકરીને બોલાવી બેસાડી , પાણી પીવડાવ્યું અને બધું પૂછ્યું પરિવાર વિષે . જ્યારે એ એ ભાઈને ખબર પડી કે આ લોકો કેવી રીતે જીવે છે ત્યારે એમને એની માં ને અહી બોલાવવા કહ્યું .

 

થોડીવાર પછી એની માં ત્યાં આવી જાય છે . અને ઈલેટ્રીક સ્કુટી જ્યારે ભેટમાં આપે છે ત્યારે તો માહોલ કંઇક જુદો જ હોય છે .

 

આભાર તો માનવો હોય છે પણ શબ્દો મો માંથી બહાર નહતા નીકળતા . બસ ટીપ ટીપ આંસુ આંખમાંથી વહેતા હતા . જોત જોતામાં એ છોકરી એ ભાઈના પગમાં પડી ગઈ . અને કહ્યું ખરેખર મને મારા પિતાની યાદ આવી ગઈ ...

 

પછી તો એ ભાઈની કાંઈ પ્રગતી થઇ , વાત જ ના પૂછો . બે વર્ષનો જે ટાર્ગેટ હતો એ માત્ર છ ( ૬) મહિનામાં જ પૂરો થઇ ગયો .

 

અને કહેવાય સાચા દિલથી આપેલી દુઆ , આશીર્વાદ .

 

બોધ : માગવાવાળા નહિ દેવાવાળા બનો .

ભગવાને બધું બધાને નથી આપ્યું . માટે જો તમારાથી કોઈની સાચા દિલથી મદદ થતી હોય તો માત્ર એકવાર કરી જોજો . એના એક આશીર્વાદ , એમની એક દુઆ તમારું જીવન બદલી નાખે છે .

 

૨ )     મદદ કરતા રહો પરિણામ સારું જ રહેશે : ( Keep helping the result will be good in Gujarati ) 





કહેવાય છે કે મદદ કરતા રહો પરિણામ હંમેશા સારું જ નીવડશે . 


કેમ છો મિત્રો હું છું મૃત્યમ .  


પોતાના જો સાથે હોય તો સંધર્ષ કરવાની વાત જ ક્યાં હતી . આ વાર્તા એક એવા બાળકની છે જે પોતાના પિતાના મૃત્યુ પછી જીવનની સાચી દિશા જાણે છે . 

એક સુખી પરિવાર હતો . જેમાં પતિ - પત્ની અને ચૌદ વર્ષનું બાળક હોય છે . એનું નામ ભાવિક હોય છે . આમ  તો બધું બરાબર જ ચાલતું હતું પણ કહેવાય છે ને એક સમય એવો આવે છે જ્યારે બધા દરવાજા બંધ થઇ જાય છે . 

હવે આ જે ભાવિક હોય છે તેના પિતાને એકદમ જ માંદગી આવી જાય છે . ઘરમાં પડેલા મોટા ભાગના પૈસા પણ દવા દારૂમાં ખર્ચાઈ જાય છે . એક દિવસ એવો આવે છે કે ભાવિકના પિતાનું બીમારીના કારણે મૃત્યુ થઇ જાય છે . સ્મશાન જવાથી માંડીને બીજી વધેલી વિધિ બધી પૂરી થાય છે . 

હવે સમય એવો આવ્યો કે ભાવિકની માં પર તો આભ તૂટી પડ્યું . હવે કરે તો કરે શું ? બાળકને ભણાવે કેવી રીતે અને ઘર પણ ચલાવે કેવી રીતે . 

ભાવિકની માં ને વર્ષો જુના પડેલા ઘરેણા યાદ આવ્યા એટલે એને ભાવિકને કહ્યું ,

લે ભાવિક આ ઘરેણાથી ભરેલી પોટલી છે . આને તારા કાકાની ઘરેણાની દુકાન છે ત્યાં જઈ યોગ્ય ભાવમાં વેચી જે પૈસા આપે એ લઇ આવ . 

એટલે ભાવિક તો ઘરેણા ભરેલી પોટલી લઈને એના કાકાની જ્વેલરીની દુકાનમાં જાય છે . અને માં એ જે વાત કહી હતી એ બધી વાત એના કાકાને કહે છે . એટલે એના કાકા ઘરેણાની પોટલી લઇ ઘંદર જાય છે , ઘરેણા પરખવા અને કેટલા પૈસા આવે એટલું જોવા . 

થોડીવાર પછી એ બહાર આવે છે અને કહે છે ....

એમ કર બેટા હાલમાં એવું છે કે હાલ આ ઘરેણાના પૈસા યોગ્ય નહિ આવે માટે તું છે ને હું કહું એટલે લઈને આવજે . ત્યારે આ ઘરેણાના યોગ્ય ભાવ મળશે . ને જો રહી વાત તરા ભણવાની તો એ ખર્ચ હું કરી લઈશ બસ તારે સાંજના સમયે મારી થોડી ઘણી મદદ કરવાની રહેશે . 

એટલે ભાવિક ઘરે જાય છે અને ઘરેણાની પોટલી પોતાની માં ને સોપી દે છે અને કહે છે કે ... 

માં કાકાએ એમ કહ્યું કે હાલ આ ઘરેણા ના વેચશો કેમ કે હાલ આની યોગ્ય કીમત નહિ મળે અને એમ પણ કહ્યું કે હું ત્યારે આવી જજે ત્યારે યોગ્ય ભાવમાં વેચી આપીશ . 

અને હા માં એમને એમ પણ કહ્યું કે મારા ભણવાનો ખર્ચ એ ઉઠાવશે બસ મારે સાંજે સાંજે એમની થોડી મદદ કરવા જવું પડશે તો જઉં માં હું . 

તો માં કહે છે હા જરૂર ! 

તું ભણતા ભણતા કામ પણ શીખી જઈશ અને અને તારા કાકાની મદદ પણ થઇ જશે . 


એના કાકાએ ભણવાનો બધો ખર્ચ ઉપાડી લીધો અને ભાવિકને કામ પણ શીખવી લીધું . 

આશરે આ વાતને બે વર્ષ થઇ ગયા . હવે એ દિવસ આવી ગયો હતો કે ભાવિક ને વાતની જાણ કરવાની . 

એક દિવસ ભાવિકને એના કાકા કહે છે .. 

બે વર્ષ પહેલા તું જે ઘરેણા ભરેલી પોટલી લાવ્યો હતો એ કાલે સાંજે આવે એટલે લઈને આવજે , ગોલ્ડના ભાવ સારા મળશે . 

કાકાના કહ્યા પ્રામાણે ભાવિક ઘરેણા ભરેલી પોટલી લઈને હજુ તો બહાર જવા જ કરે છે ત્યાંતો એને વિચાર આવે છે , લાવને આ ઘરેણા હું જ પરખી જોઉં અંદાજે ભાવ નક્કી કરી લઉં . 

પછી ભાવિક પોટલી માંથી ઘરેણા નીકાળે છે અને પારખે છે તો તેને ખ્યાલ આવે છે કે આ ઘરેણા તો નકલી છે . હવે એને એવું થાય છે કે હું હવે આ પોટલી લઈને દુકાને કયા મોઢે જઉં . આ તો કાકા આરા કહેવાય જેમને અમારી આટલી મદદ કરી . 

છેલ્લે જયારે ભાવિક કશું લીધા વગર જાય છે અને સીધો જ કાકાના પગ પકડી લે છે અને રડવા લાગે છે અને કાકાને પણ ખ્યાલ આવી જાય છે , 


નક્કી ભાવિકે ઘરેણા પારખી લીધા છે તે નકલી છે તે જાણ થઇ ગઈ લાગે છે . 

બોધ : મદદ કરતા રહો ફળની ચિંતા ના કરો આજે નહિ તો કાલે ઉપરવાળો તમારું પણ સારું જ કરશે . 


૩ )     એક વૃદ્ધ મહિલા ભિખારી અને યુવાનની વાર્તા : 



કહેવાય છે જો કમાવવું  હોય તો દુઆ કમાવો પૈસા તો બધા કમાય છે .


તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ 


અ વાર્તા એક એવા વ્યક્તીની છે જેને એક ભિખારી સાથે લસી પીધી એ પણ ખુરશીમાં બેસીને . જ્યારે મેનેજર આ જુવે છે તો કહે છે અહી ગ્રાહક તો બહુ બધા આવે છે પણ માણસ કોઈ કોઈ વાર આવે છે . 

તો ચાલો મિત્રો વાર્તા શરુ કરીએ . 

એક યુવાન હોય છે . જે પોતાનું ઘર છોડી કોઈ બીજા શહેરમાં કામ કરતો હોય છે . એ યુવાન જ્યારે પણ પોતાના શહેરમાં આવે ત્યારે પોતાના દોસ્તોને મળવાનું ભૂલતો નથી . અને વધાર પડતો સમય એ પોતાના મિત્રો પાસે જ વિતાવે . 


એકવાર શું થયું . ઘરે કોઈ પ્રસંગ હોવાથી એ યુવાનને આવવું પડે છે . પ્રસંગ પત્યા પછી એ પોતાના મિત્રોને મળવા જાય છે . 

બધાએ કહ્યું આજે બહુ ગરમી છે , આજે કંઇક ઠંડુ કરીએ . અને બધાએ નક્કી કર્યું ચાલો લસ્સી પીવા જઈએ . 

યુવાને બધા માટે લસ્સી મંગાવી . અને બધા વાતો કરતા કરતા લસ્સી પી જ રહ્યા હતા . તેવામાં એની જોડે એક વૃદ્ધ મહિલા આવી . અને કહ્યું ઉપરવાળાના નામ પર પૈસા આપો મને ભૂખ લાગી છે , મારે ખાવું છે . 


 એ યુવાને કોઈ દિવસ કોઈ ભિખારીને કશું આપ્યું નહતું , પણ દિવસે થયું એવું કે એને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો સિક્કો આપવા માટે . પણ સિક્કો હતો નહિ . 

થોડીવાર પછી વિચાર આવ્યો અને યુવાને પેલી વૃદ્ધ મહિલાને કહ્યું ... 

દાદી શું તમે લસ્સી પીશો ?  

આટલું કહેતા પેલી વૃદ્ધ મહિલાએ મીઠું સ્મિત કર્યું . એની આંખો થોડી ભીની થઇ ગઈ હતી કેમ કે બહુ સમય પછી કોઈએ એને દાદી કહ્યું હતું . 


યુવાને બીજીવાર પૂછ્યું ... 

દાદી શું તમે લસ્સી પીશો ? 

એટલે વૃદ્ધ મહિલાએ હા પાડી . 

એટલે યુવાને પેલા ભાઈને મોટેથી અવાજ કર્યો અને કહ્યું ભાઈ એક લસ્સી હજુ મોકલાવો . 

જેવી લસ્સી પેલી વૃદ્ધ મહિલાને મળે છે ત્યારે મહિલા દુર જઈ છાંયામાં નીચે બેસી ગઈ . 

આ જોઈ યુવાનને દયા આવી . એને થયું કે પેલી વૃદ્ધ મહિલાને પોતાની બાજુવાળી ખુરશીમાં બેસાડું . પણ પછી થયું કે લોકો કહેશે કે કેવો વ્યક્તિ છે જે એક ભિખારીને પોતાની બાજુમાં બેસાડે છે . 

પછી તો કશું વિચાર્યા વગર એ યુવાન પણ પેલી નીચે બેસેલી વૃદ્ધ મહિલા સ્પાસે બેસી ગયો . આ  જોઈ મેનેજરને લાગ્યું , આજે તો ગ્રાહક નહિ પણ દયાવાન વ્યક્તિ આવ્યો છે . એને બે ખુરશી એ બે માટે આપી . 

અને કહ્યું યુવાન ધન્યવાદ . આજે ખરેખર મેં માનવતા જોઈ . 

હવેથી હું પણ આવા કોઈ વ્યક્તિઓને ફ્રી માં લસ્સી પીવડાવીશ . 

બોધ : જીવનમાં જો ખરેખર કશું કમાવવું હોય તો દુઆ કમાવો કેમ કે એની અસર સુખનીય હોય છે . 


વાર્તા ખુબ જ નાનકડી છે જો સમજાય તો .......


હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો . 


આભાર 

" મૃત્યમ "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ