Fixed Menu (yes/no)

header ads

જો જો કળા સજા ના બની જાય | ગુજરાતી પ્રેરક વાર્તા | If the art does not become a punishment in Gujarati | Gujarati Motivational Story

જો જો કળા સજા ના બની જાય | ગુજરાતી પ્રેરક વાર્તા | If the art does not become a punishment in Gujarati Gujarati Motivational Story  | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf



એક મોટા જંગલમાં શિકારી રહેતો હતો એના પરિવાર સાથે . પરિવારમાં એક એની પત્ની અને એક એનો છોકરો હતો . તીર કામઠામાં શિકારી એટલો તો નિપુણ હતો કે માત્ર અવાજના ઇશારે શિકાર કરી દેતો . પણ એની પત્નીને થોડી બીક હતી . બીક એ હતી કે જો આ કળા પ્રાણી સુધી શિકાર કરવા પુરતી બરાબર છે પણ કોઈ માણસની હત્યા થઇ તો .....

બસ આ જ ડર હતો .

શિકારી એવું ઈચ્છતો હતો કે મારા છોકરાએ પણ આ કળા શીખવી જોઈએ . એટલે એ જ્યારે પણ જાય તેના છોકરાને લઈને જશે . એટલે એ જયારે જયારે શિકાર કરવા જાય ત્યારે ત્યારે તેના છોકરાને લઇ જાય . લગભગ બે મહિના થઇ ગયા હતા તેના છોકરાને આ કળા શીખતા .

 

પણ કહેવાય છે ને મોરના ઈંડા ચિતરવાના ના હોય . બસ એમ જ શિકારીનો છોકરો પણ આ કળામાં પારંગત થવા લાગ્યો , લાગ્યો શું .. થઇ જ ગયો હતો તૈયાર .

 

એકવાર શું થયું શિકારી શિકાર કરવા ગયો પણ આ વખતે પોતાના છોકરાને સાથે ના લઇ ગયો . કેમ કે એની માં બીમાર હતી . એટલે એ ઘરે જ રહ્યો .

 

શિકારીનો દિવસ આજે ખુબ જ ખરાબ હતો સવારનું એક પણ શિકાર નહતું મળ્યું જાને કોઈ મોટો કર્ફ્યું ના જામ્યો હોય એવી પરિસ્થિતિ હતી . સાંજ પડવા આવી હતી ઘરે એનો છોકરો અને એની પત્ની ને ચિંતા થવા લાગી કે આજે કેમ આવું થયું , બહુ મોડું થઇ ગયું હોવાથી એનો દીકરો પણ એના પિતાને શોધવા જાય છે .

 

હવે શિકારી શિકારનો લાભ જોઇને જ બેઠો હતો . એટલામાં કોઈ દુર જગ્યાએ અવાજ આવ્યો અને શિકારીએ સીધું તીર છોડ્યું એ દિશામાં . શિકારી એ દિશામાં જતો જ હતો ત્યાં બીજો કોઈ અવાજ સંભળાયો . એટલે શિકારીએ પાછું એ દિશામાં તીર ચલાવ્યું . શિકારીએ ત્યાં જઈ જોયું તો ખુશ થા ગયો . આજે તો એકના બદલે બે શિકાર મળ્યા .

બસ એ લઇ જવા તૈયારી જ કરતો હતો તો પાચ્ચો કોઈ અવાજ સંભળાયો એ પાછો ખુશ થઇ ગયો આજે તો બે ના બદલે ત્રણ શિકાર થશે . જેવું તીર એ અવાજની દિશામાં ચલાવ્યું તો એક ભયાનક અવાજ આવ્યો જોરથી . લાગતું હતું આ કોઈ પ્રાણી ના હોઈ શકે ....

 

ત્યાં જઈ જોયું તો પોતાનો જ છોકરો તીર વાગવાના કારને તડપી રહ્યો હતો . જેવું એના પિતાએ છાતીમાંથી તીર કાઢ્યું એવા જ એને પ્રાણ છોડી દીધા . શિકારી આધાતમાં આવી ગયો . શિકારી રડી જ રહ્યો હતો . એટલા પાછો કોઈ બીજો આવાજ આવ્યો . પણ આ વખતે એને તીર ના ચલાવ્યું એને લાગ્યું કે નક્કી મારી પત્ની હશે પણ આવ્યો સિંહ અને સીધો જ શિકારી પર ત્રાટક્યો . સીધો ગળાના ભાગે જ દબોચી લીધો . અને ત્યાં જ એ શિકારી મૃત્યુ પામ્યો . અને ઘરે એની પત્ની સારવાર ના મળવાને લીધે મૃત્યુ પામ્યો . જોત જોતામાં એક આખો પરિવાર મૃત્યુ પામ્યો .

 

કહેવાય છે ને એકગાયનું બચ્ચું સામે હજારોના ગાયના ટોળામાંથી પોતાની માં ને ઓળખી કાઢે છે એમ તમારું કર્મ પણ તમને શોધતું શોધતું આવી જાય છે .

 

બોધ : સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ મળે છે .  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ