Fixed Menu (yes/no)

header ads

આજે નહિ તો કાલે સારું થશે | ગુજરાતી પ્રેરક વાર્તા | If Not Today, Tomorrow Will be Better in Gujarati | Gujarati Motivational Story

આજે નહિ તો કાલે સારું થશે | ગુજરાતી પ્રેરક વાર્તા | If Not Today, Tomorrow Will be Better |  Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf

 


એક મોટું શહેર હોય છે . એમાં ખુબ જાણીતી હોટલ હોય છે . મંથન નામનો વ્યક્તિ તે હોટલમાં વેઈટરની નોકરી કરતો હતો . એ હોટલનો ખુબ જુનો વ્યક્તિ હતો . એટલે સવારે પણ સૌથી પહેલા આવી જાય અને રાત્રે પણ સૌથી મોડા જાય .

 

મંથનના ઓળખીતા જાણીતા એને કહે હજુ કેટલો સમય આ હોટલમાં વેઈટર ની નોકરી કરીશ એની કરતા કોઈ નાનો મોટો ધંધો શરુ કરી દે . પણ એ લોકો કહે જે કામમાં મજા આવતી હોય એ કામ કરવું જોઈએ , મને તો કામ ગમે છે હું તો આ જ કામ કરીશ .

 

જ્યારે કોઈ વ્યક્તિ મંથનને પૂછે ભાઈ કેમ છે , કેવું ચાલે છે ત્યારે મંથનનો માત્ર એક જ જવાબ હોય બસ મજામાં છું અને બધું બરાબર ચાલે છે . હંમેશા એ માણસ હસતો જ રહે , કોઈ દિવસ એના મો પર ઉદાસી જેવું કશું હતું જ નહિ . એકલો હતો ઘરમાં , આગળ પાછળ કોઈ પોતાનુંહતું નહિ માટે કદાચ આ હોટલમાં કામ કરતો હશે . લોકોને ખાવાનું પીરસવામાં જે મજા હતી એવી મજા બીજે ક્યાંય એને નહતી મળતી . કોઈ વાર કામ વધારે હોય અને મોડું થઇ ગયું હોય તો મંથન હોટલમાં જ સુઈ જતો .

 

એકવાર એવું થયું કે હોટલમાં કામ બહુ હોવાથી ત્યાં જ સુવાનું થયું . થાક એવો લાગ્યો હતો કે મંથને હોટલનું બહારનો દરવાજો તો બંધ કર્યો પણ અંદરનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગયો અને એવા સમયે જ ચોર હોટલના પાછલા દવાજાથી આવ્યા .

 

મંથન તો સુતો જ હતો એવામાં ચોરોએ એને બાંધી દીધો અને પૈસા લેવાની માંગણી કરવા લાગ્યા . ચોરો મંથનને તિજોરી આગળ લઇ ગયા . પણ તિજોરી કોઈ સામાન્ય નહતી , આંકડાવળી હતી એટલે કે અંક વાળી જો સાચો પાસવર્ડ દબાવો તો ખુલી જાય અને ખોટો ત્રણવાર દબાઓ તો બેલ વાગી જાય અને મેસેજ સીધા હોટલના માલિકના ફોનમાં આવી જાય .

મંથન તિજોરીનો પાસવર્ડ દબાવવા તૈયાર તો થઇ જાય છે પણ ખોટો . એને  જલ્દી જલ્દી ત્રણવાર પાસવર્ડ દબાવી  દીધો જેથી એના માલિકના ફોનમાં મેસે જાય અને બેલપણ વાગે .

 

જેવું આવું કર્યુ એવા પેલા ચોરોએ મંથનને ગોળી મારી દીધી . ગોળી છાતીથી થોડા ઉપરના હિસ્સામાં વાગી એટલે બેભાન થઇ ગયો ...

 

બધા સમયસર આવી ગયા પહેલા તો મંથનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો . અને ઓપરેસન ચાલુ કરી દીધું . ઓપરેસન લગભગ ૨૦ કલાક ચાલ્યું કેમ કે બંદુકની ગોળી છાતીના નજીવા ભાગ પર વાગી હતી માટે ખુબ જ સાવધાનીથી ઓપરેસન કરવાનું હતું .

 

ઓપરેસન હવે પતિગયું અને હોટલના માલિક આવ્યા અને એની તબિયત વિષે પૂછ્યું ત્યારે હસતા હસતા કહ્યું સાહેબ હું તો મજામાં છું બધું બરાબર ચાલે છે .

 

કહાની ખુબ નાની છે પણ સમજાય તો જીવનનો સાર બની જાય છે .

 

જીવનમાં આપણે બધા એટલા બધા વ્યસ્ત થઇ જઈએ છીએ કે હસવાનો સમય પણ નથી મળતો . જ્યારે અમુક લોકો હસવા માટે જાત જાતના અને ભાત ભાતના મોટા શો માં કે લાફીંગ સેન્ટરમાં જતા હોય છે . પૈસા ખર્ચીને પણ જો તમને હસવું ના આવતું હોય તો એમાં તમારી ભૂલ છે .

 

બધાંની જીંદગી એક જેવી હોતી નથી બધાને દુઃખ છે પણ કયા સમયે શું કરવું એ આપણા હાથમાં છે . જે મળ્યું છે એમાં ખુશ રહો અને હસતા રહો .

 

બોધ : ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય સામનો કરવાની હિમ્મત દાખવો . જો ડરી ગયા તો મર્યા સમજીલો .

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ