Fixed Menu (yes/no)

header ads

પોતાનામાં વિશ્વાસ રાખો | ગુજરાતી પ્રેરક વાર્તા | Have faith in yourself in Gujarati | Gujarati Motivational Story

પોતાનામાં વિશ્વાસ રાખો | ગુજરાતી પ્રેરક વાર્તા | Have faith in yourself in Gujarati | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf



૧  )     પોતાનામાં વિશ્વાસ રાખો : 


એક ઋષિ હોય છે જે હવામાં ઉડવાની સિદ્ધિ પ્રાપ્ત કરવાની મથામણમાં હોય છે . એ ઋષિ કશું અનાજ ખાતા હોતા નથી માત્રને માત્ર ગાયનું દૂધ જ પીવાનું અને ફરી પાછુ તપસ્યામાં લીન થઇ જવાનું . રોજ સવાર અને સાંજ એક ગ્લાસ ગાયનું દૂધ જ પીવાનું અને ફરી પાછું તપસ્યામાં લીન થઇ જવાનું .

હવે ઋષિનો આશ્રમ હોય છે એ પહાડો પર હોય છે અને સામેના બીજા પહાડ પર એમનો એક ભક્ત હોય છે પણ એને પરિવાર હોય છે . અને વચ્ચે જવા આવવા માટે એક પુલ હોય છે , જેના થકી એનો ભક્ત રોજ ગાયનું દૂધ પહોચાડે . આવું લગભગ બે વર્ષ ચાલ્યું . લગભગ લગભગ એમની સાધના પૂરી થવા આવી એવું લાગતું હતું .

 

એકવાર શું થયું અતિભારે વરસાદ પડ્યો . વીજળીના કડાકા સાથે . વીજળી પણ એ પુલ પર પડી જે પુલ જવા આવવા માટેનો માર્ગ હતો એ પણ તૂટી ગયો .

 

હવે શું થાય ગાયનુંદૂધ ભક્ત કેવી રીતે આશ્રમે પહોચાડે . તો એને એક વિચાર આવ્યો અને એક કબુતરના માધ્યમથી ગુરુજીને સંદેશો મોકલાવ્યો અને એ સંદેશો ગુરુજીએ વાંચ્યો અને એ જે મંત્રનો જાપ કરતા હતા એ જ મંત્ર એના ભક્તને આપ્યો અને કહ્યું આ મંત્રના માધ્યમથી તું ઉડીને મને દૂધ આપવા આવ બસ ભક્તે તો એની આજ્ઞાનું પાલન કર્યું .

 

પરિવારમાં તો ડર હતો એ તો ના જ પાડતા હતા . તમે ગુરુજીને કહો આ પુલની કોઈ વ્યવસ્થા કરે અથવા તમે કંઈક બીજી વ્યવસ્થા કરો .

 

પણ ભક્તને પોતાનાગુરુજી પર વિશ્વાસ હતો , એમના આપેલા માત્ર પર વિશ્વાસ હતો , સૌથી પહેલા તો પોતાનામાં વિશ્વાસ હતો કે ઉડીને ગુરુજી માટે દૂધ આપવા જઈશ જો નહિ જઉં તો એમની સાધનામાં ખલેલ પડશે ને આટલા વર્ષની મહેનત પર પાણી ફરી જશે .

 

એટલે એ તો પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે હવામાં ઉડીને દૂધ આપવા જાય છે મંત્રોના ઉચ્ચારણ સાથે . સાચ્ચ્ચે જ એ ઉડી શકતો હતો . ખુદ ગુરુજીને આ વાતનો વિશ્વાસ ના થયો . એને લાગતું હતું મારી તપસ્યા આટલી જલ્દી પૂરી થઇ ગઈ .એટલે એના ભક્તના ગયા પછી દૂધ પી ને રાતના સમયે ઉડવાનો પ્રયાસ કર્યો .  અને ઉડવાને બદલે નીચે ખાઈમાં પડી ગયા .

 

બોધ : કોઈ ગમે તેટલું કહે , પોતાનામાં વિશ્વાસ રાખતા શીખો .

 

જીવનમાં આવા ઘણા લોકો હોય છે જે આપણને નીચે પાડવાની કોશિશ કરતા હોય છે . એટલે આપણે હારીને થાકી જઈએ . પણ  જે લોકો પોતાનામાં વિશ્વાસ નથી રાખતા તેમનો આ ઋષિ જેવો જ હાલ થાય છે .

 

અમુક ગરીબ લોકો અમીર બને છે એનું કારણ છે એમને પોતાને પોતાનમાં વિશ્વાસ હોય છે કે હું ભલે ગરીબપરિવારમાં જન્મ્યો હોઉં પણ મારે ગરીબીમાં જ નથી મરવું , મારે અમીર થવું છે એટલે એ એ અમીર બની શક્યા .

 


૨ )     માત્ર વિશ્વાસ નહિ,  સંપૂર્ણ વિશ્વાસ રાખો : ( Don't just have faith, have complete faith ) 

 


કેમ છો મિત્રો હું છું મૃત્યમ .


આજે હું તમારી સમક્ષ એવી વાર્તા લઈને આવ્યો જે વાંચીને તમને ભગવાન પર તો સમ્પૂર્ણ વિશ્વાસ બેસી જશે જ સાથે સાથે પોતાનામાં આત્મવિશ્વાસ પણ વધતો જોવા મળશે .

 

કહેવાય છે કે એક કલાકાર પોતાની જાતને જોખમમાં મુકીને પણ કલાકારી કરે છે .

તો વાત છે એક કલાકારની . એક કળાની જે જોઈ લોકો અચંબામાં પડી જતા હોય છે .

 

એક કલાકાર હોય છે એનું નામ ધૈર્ય હોય છે . એનું કામ એક નાની પણ મજબુત દોરી પર ચાલવાનું હોય છે જેથી કરી લોકોનું મનોરંજન થઇ શકે અને પૈસા પણ મેળવી શકે .

 

વખતે ધૈર્યએ આકામ , પણ ખુબ ઊંચાઈથી કરવાનો નિર્ણય લીધો , જેથી કરી ભીડ જમા થાય અને ખુબ પૈસા મળે . એક પોતાની આગવી ઓળખ થાય . બાકી આવા નાના મોટા રોડ શોમાં તો બધું વળી રહ્યું .

 

આખરે એ દિવસ આવી ગયો . ધીર્યએ ત્રણ માળ સુધી પહોચાય એવી એક મજબુત દોરી બાંધી . અને પોતાના સંતાનને પણ સાથે લીધું .

 

હવે જ  ખરાખરીનો ખેલ જામવાનો હતો .

 

જેવો દોરી પર ચડ્યોપોતાના સંતાનને ખભા પર બેસાડી થોડીવારમાં તો નીચે ભીડ જામવા લાગી . લોકોએ તો પોતાના ખિસ્સામાંથી ફોન નીકાળ્યા , ફોટા પાડવા લાગ્યા અને વિડીઓ પણ ઉતારવા લાગ્યા .

થોડીવારમાં તો ધૈર્યએ એ મજબુત બાંધેલી દોરી પર ચાલી બતાવ્યું , એ પણ ત્રણ માળ જેટલી ઊંચાઈએથી .

 

જ્યારે ધૈર્ય નીચે આવ્યો ત્યારે લોકો તેને ધેરી વળ્યા . અને વાહ વાહના ગુણ ગાવા લાગ્યા . કોઈ કહે તમે તો કમાલ કરી બતાવી , કોઈ કહે તમારામાં તો અદભૂત ટેલેન્ટ છે .

 

એ જ સમયે ધૈર્યએ પણ ટોળાને એક સવાલ કર્યો !

 

શું તમને મારા પર એટલો વિશ્વાસ છે આજ કરતબ હું બીજીવાર કરી બતાવીશ ?

 

લોકો કહે હા કેમ નહિ , અમને વિશ્વાસ છે , તમે આ કરતબ બીજીવાર જરૂરથી કરી બતાવશો . એવું હોય તો કોરા કાગળ પર લખી આપીએ . એવું હોય તો તમે કહો એટલાની શરત મારીએ . તમે જરુરથી આ કરતબ બીજીવાર કરી બતાવશો .

 

ધૈર્ય કહે છે આ વખતે હું મારું સંતાન નહિ તમારામાંથી કોઈ એકનું સંતાન આપો હું ઉપર જઉં કરતબ બતાવવા . ત્યારે કોઈનો અવાજ ના આવ્યો . કોઈ આગળ પણ ના આવ્યું . થોડીવાર ટોળામાં પણ સન્નાટો છવાઈ ગયો .

 

પછી શું ધૈર્ય પોતાના પૈસા લઇ રવાના થયો .

 

બોધ : માત્ર વિશ્વાસ નહિ પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખો .

 

વાર્તા ખુબ જ નાની છે જે સમજી શક્યા સમજો જીવી જાણ્યા .

 

કોઈના કોઈ વાર્તા કશુક કહી જતી હોય છે એ આપણા ઉપર જાય છે કે આપણે કઈ વાતનો કેવો તારણ કાઢીએ છીએ .

 

જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .

આભાર

મૃત્યમ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ