Fixed Menu (yes/no)

header ads

ગુજરાતીમાં સુવિચાર | Good idea in Gujarati | Gujarati Quote

ગુજરાતીમાં સુવિચાર | Good idea in Gujarati | Gujarati Quote | Gujarati quotes text | Gujarati quotes Instagram | Gujarati quotes love | Gujarati quotes text attitude | Gujarati quotes new | Gujarati quotes good morning | proud Gujarati quotes







 સંકટો ને પચાવતા શીખો કોણ જાણે ક્યારે અમૃત બની જાય .


સપાટી પર જીવ્યા કરતા જરા પોતાનામાં ઊંડે ઉતારી ને જુઓ 

સફળતાના મોટી ના મળે તો કે જો .


ઓળખાવું અને ઓળખાઈ જવું એમાં ફરક છે . 



જે ગુમાવ્યું છે એનું રડ્યા કરતા

 જે પામવા જઈ રહ્યા છો તેનો ગર્વ કરો . 

 


દુઃખને સુખમાં ફેરવવાની ક્ષમતા એ જ સાચો પુરુષાર્થ .



અમુક સમય જતા સ્વાર્થી સબધો પણ અર્થહીન લાગવા  માંડે છે . 



પ્રેમનો બે કોડી નો ભાવ રાખીને વ્યવહાર કરતા શીખી ગયા લોકો .



જીવનને એટલું પણ સસ્તું ના બનાવો કે 

બે કોડીના લોકો લાગણી સાથે રમી જાય . 



કોઈનું ખરાબ એટલા હદ સુધી કરજો જેટલી હદ 

તમારામાં દુખ સહન કરવાની હોય .



કોઈવાર મીઠા સબંધોનું પણ અંતર જાળવવું 

મીઠી છુરી જેવા ગુણ એનામાં પણ હોય છે . 

 

સફળતા સુવિચાર


ગમતી વ્યક્તિ પાસે જો સવાલો ના જવાબ ના મળે તો થોડી રાહ જોજો 

સમય જતા જવાબ તો મળશે પણ વ્યક્તિ નહિ .



અહિયાં ઓળખાણ તો બધાને બનાવી છે પણ ઓળખાવું કોઈ ને નથી .

 


જીવન ત્યારે જ અધૂરું લાગે જયારે ભૂતકાળ નું વજન 

વર્તમાન માં ઝીલવી ના શકીએ . 



અહિયાં વેદના તો અનુભવી શકાય છે પણ સમજાવી શકાતી નથી . 



કોઈવાર પીડા ને પણ વાંચા  આપી જુઓ 

બીજાને સમજાય  તો ઠીક બાકી એ ક્યાં પારકી છે . 

 


જયારે બહુ થાકી ગયા હોય ત્યારે થોડું રડી પણ લેવું જોઈએ 

કારણ કે આંસુઓનો ભાર વધારે પડતો હોય છે . 



જયારે તન ના સુખ વધતા  જાય ત્યારે મન ના સુખ નાના થતા લાગે છે . 

 



સ્વભાવ સારો હશે ને તો પ્રભાવ આપોઆપ જ વધી જશે . 




શબ્દ જયારે અસ્તિત્વ  નો પર્યાય બની જાય છે ત્યારે લખવું જરૂરી બની જાય છે 

પછી એ લખાણ પોતાનું હોય કે બીજાનું શું ફેર પડે છે . 



કોઈવાર પોતાની જાત સાથે પણ ઝગડો કરી જુઓ 

જવાબો આપોઆપ મળી જશે . 



એ કેટલા હદે હતાશ થયો હશે જયારે તેની લાગણીઓ 

હદય સુધી પહોચાડવામાં નાકામ રહી હશે . 



અમુક યાદો એટલા માટે નથી ભુલાતી કારણ કે 

એને પૂરે પૂરી જીવ્યા હોઈએ છીએ . 



ભસતા કુતરાઓ તમારી હયાતી દર્શાવે છે જયારે 

જંગલોનું મૌન સિંહ ની હાજરી સૂચવે છે . 



ઉપરથી સારી દેખાતી વસ્તુ સારી જ હોય જરૂરી નથી . 



એકલતા દુર કરવા લગ્ન કરવા જરૂરી નથી . 




સહનશીલતા સબંધો ટકાવી રાખનારું માધ્યમ છે . 



તહેવારો માં વહેવારો રિસાઈ ના જાય તેનું તે જરૂરથી ધ્યાન આપજો . 




જીદ હશે તો જ બધું પોતાનું થશે બાકી ભીખ થી કેટલું ભેગું થશે . 



કોઈના અંધકારમય જીવન માં એક દીપ જેટલું અજવાળું પાથરી તો જુઓ 

આખુય જીવન પ્રજ્વલિત રહેશે .



પીડા ને પંપાળવાની ભૂલ ક્યારે ય ના કરતા 

કારણ કે સમય જતા વધતી જાય છે . 



બદલાતી મૌસમ સાથે અડજસ્ટ કરી શકો છો તો 

બીજી વ્યક્તિ સાથે કેમ નહિ . 



વિચારો બદલો જીવન આપોઆપ સરળ થઇ જશે . 



જીવન માં શું કરવું ભલે સ્પસ્ટ ના હોય પણ 

શું ના કરવું એ સ્પષ્ટ હોવું જોઈએ . 



કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેતી નથી તે પરિવર્તનશીલ છે તેથી 

કોઈપણ પરિસ્થિતિમાં હાર ના માનવી .



નફરતભરી દુનિયામાં એવી રીતે જીવી રહ્યો છું 

જાણે પ્રેમ કોણે કહેવાય ભૂલતો રહ્યો છું . 



દુખી હોય ત્યારે નિર્ણય  ના લેવો 

ખુશ હોય ત્યારે વચન ના આપવું . 



પોતાની જાત સાથે પ્રેમ કરતા સીખી જાઓ 

બીજા સાથે તો કારણ વગર જ થઇ જાય છે . 


જે આપણા જોડે નથી છતાં દેખાડો કરવાનો ઢોંગ કરીએ એ 

જીવનમાં દુઃખી થવાનો માર્ગ છે . .!! 


આશા નામની મીણબત્તી ચાલુ રાખો  નહીતર  

જીવન અંધકારમય બની જશે ..!!


દાનમાં શું આપો છો એ મહત્વનું નથી 

કેવા હદયથી આપો છો 

એ મહત્વનું છે ..!!  




પીઠ પાછળ સારા વખાણ કરે 

એ જ સાચો મિત્ર ..!!  


જીવનમાં કશું ના કરતા લોકો 

એ પોતાના પર જોખમ છે પણ 

સાથે સાથે બીજા લોકો માટે પણ જોખમ સમાન છે ..!! 


નાની ઉમરમાં જે કંઈ તમે અનુભવો એ કેળવણી કહેવાય 

જયારે પાછલી ઉમરમાં જે થાય એ જ સાચો અનુભવ ..!!  


આસન કેટલું ઊંચું મળ્યું એ મહત્વનું નથી 

એ આસન પર બેસનારના ગુણ કેવા પ્રકારના છે 

એ મહત્વનું છે ..!! 


જે માણસના ભીતર શાંતિ ના હોય 

એ પછી ગમે ત્યાં જાય 

શાંતિનો અનુભવ કરી શકતો નથી ..!!


જો સત્ય સમય પહેલા બોલી દેવામાં આવે તો 

 મોટો વિનાશ સર્જી શકે છે ..!!   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ