Fixed Menu (yes/no)

header ads

સારું કામ આગળ જતા ફળે છે | ગુજરાતી પ્રેરક વાર્તા | Good work pays off in Gujarati | Gujarati Motivational Story

સારું કામ આગળ જતા ફળે છે | ગુજરાતી પ્રેરક વાર્તા | Good work pays off in Gujarati | Gujarati Motivational Story


Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf


સારું કામ આગળ જતા ફળે છે ( Good work pays off ) 

 


કહેવાય છે કે સારું કામ કરતા રહો પાછુ વળીને આવે છે અને ખરાબ કામ ના કરો એ પણ વળીને પાછું આવે છે .

 

એક બાવીસ વર્ષનો ( ૨૨ ) વર્ષનો છોકરો જેને ડોક્ટર બનવું હતું . એનું નામ જૈનીલ હતું . પણ એ મધ્યમ વર્ગનો હોવાથી સવારે કોલેજ જતો અને બપોર પછી કોઈના કોઈ કામ કરતો રહેતો , જેથી થોડાઘણા પૈસા ભેગા થઇ શકે .

ઈરાદાઓ જો પાકા હોય તો માણસ ગમે તે કરી શકે છે . આવું જૈનીલ સાથે થયું .

 

એક દિવસ થયું એવું કે સવારે કોલેજથી ઘરે આવતા આવતા મોડું થઇ ગયું . ઘરે કોઈ નહતું . જમવાનું પણ નહતું . અને કામે પણ જવાનું હતું . જૈનીલ કોઈ પણ જાતનો આરામ કર્યાં વગર પોતાના કામે નીકળી ગયો .

 

કામ કરતા કરતા સાંજ પડી ગઈ . ભૂખ બહુ જ લાગી હતી . ખબર નહિ કેમ... એ દિવસે કોઈ સામાન પણ નહતો વેચાતો . બધાના ઘરે જઈ જઈ સામાન વેચવાનો આવ્યો હતો એ દિવસે તો . પણ કોઈ વ્યક્તિ એના જોડેથી સામાન ના લીધો . અને પાણીનું પણ ના પૂછ્યું .

 

બહુ ફર્યા બાદ , સામાન ઉપાડ્યા બાદ હજુ એક ઘરે પ્રયાસ કર્યો સામાન વેચવાનો . સામાન  લઈને કોઈ ઘર આગળ ઉભો રહ્યો . અને દરવાજો ખખડાવ્યો . જજેવો દરવાજો ખુલ્યો સામે એક છોકરી હતી . એટલી તો સુંદર હતી તે એ યુવાન મોહિ ગયો એના પર . એ સમયે તો કશું બોલી પણ નહતું શકાતું . માંડ માંડ એને પાણી પીવા માટે અંગુઠાનો ઈશારો કર્યો . એટલે છોકરી પણ એના માટે પાણી લઈને આવી .

 

છોકરીને એના પર દયા પણ આવી . છોકરીને એ યુવાન ખુબ થાકેલો હોય એવું લાગતું હતું . એની ઈચ્છા તો એવી હતી કે એ એના માટે જમવાનું લઈને આવે પણ હજુ જમવાનું બનાવવાની વાર હતી માટે એ છોકરીજૈનીલ માટે એક ગ્લાસ દૂધ લઈને આવી .

 

ખરેખર એ એક જ ગ્લાસ દૂધ શું પીધું પેટમાં ટાઢક વળી ગઈ . એ દિવસે જૈનીલને લાગ્યું આજે પણ માણસાઈ જીવિતછે . એક વ્યક્તિને બીજી વ્યક્તિ પર જીવ બળે તો છે . એ દિવસે કરેલી મદદ જૈનીલને આજીવન યાદગીરી રહે તેવી હતી .

 

થોડો સમય પસાર થાય છે . લગભગ સાત ( 7 ) વર્ષ પુરા થઇ જાય છે આમને આમ .

 

થોડા દિવસ પછી એક છોકરી કોઈ મોટી હોસ્પીટલમાં દાખલ થાય છે તબિયત ખુબ ખરાબ હોવાના કારણે . એની સારવાર માટે ડોક્ટર આવે છે . સારવાર દરમિયાન કોઈ પણ જાતની કચાસ રાખતો નથી કેમ કે એ છોકરી ....

 

જેણે એક સમયે ભૂખ લાગી હતી ત્યારે બોલ્યા કે પૂછ્યા વગર દુધનો ગ્લાસ આપ્યો હતો . આજે એ બીમાર છે , ખુબ જ બીમાર છે , શરીર કામ નથી કરતુ એવા સમયે જો મારાથી કચાસ રહી જાય કામમાં તો હું ખુદને માફ નહિ કરી શકું .

 

જયારે એ છોકરી ધીમે ધીમે સાજી થઇ રહી હોય છે . અને ઘરે જવાની પરવાનગી મળી ગઈ હોય છે ત્યારે એક ફાઈલ આવે છે . એ જોઈ છોકરી તો ઘ્ભ્રાઈ જ જાય છે . એને એમ કે બીલ ખાસું એવું ફાટશે મારા નામનું . મારા જોડે હાલ કશું છે પણ નહિ . શું કરવું એની ચિંતામાં હતી .

 

તો પણ એ છોકરી ફાઈલ ખોલે છે . એમાં સારવારના ખર્ચનો અને બીજું દવાનું લાંબુ એવું લીસ્ટ હતું . જમા કરાવવાની પૈસાની રકમ પણ ખુબ મોટી હતી . પણ સૌથી પાછળના ભાગમાં એક નાનકડો કાગળ હતો . એમાં લખ્યું હતું કે તમારી પૈસાની રકમ એક નાનકડા દુધથી ભરેલા ગ્લાસે પૂરી કરી દીધી છે . હા હું એ જ છું જેમને તમે એક સાંજે દૂધ ભરેલો ગ્લાસ આપ્યો હતો હતો , કશું બોલ્યા વગર કે કશું કહ્યા વગર . હું શબ્દોમાં નહિ વર્ણવી શકું કે એ દૂધના ગ્લાસે મારી સવારની ભુક એવી તો ગાયબ થઇ કે જેમ કે એક ગરીબને વાનગી સ્વાદ ચાખવા મળ્યો હોય .

 

એ નાનકડો કાગળ વાંચી એને એટલી તો રાહત થઇ કે ના પૂછો વાત . દરિયામાંથી બહાર ના આવ્યા હોય ડૂબ્યા વગર . એવો અહેસાસ થયો .

 

બોધ ; સારુ કર્મ વળીને પાછું આવી જ જાય છે .

 

વાર્તા ખુબ નાનકડી છે જો સમજાય તો .

 

હંમેશા કોઈને કોઈની મદદ કરતા રહેવું જોઈએ . કોણ જાણે એ ફળ ક્યારે ચ્ખવા મળી જાય .

જેવું વાવશો તેવું ઉગશે . કહેવાય છે ને સારું કરનારનું હંમેશા સારું જ થાય છે , અને ખરાબ કરનારનું હંમેશા ખરાબ .

 

હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો . 


આભાર 

" મૃત્યમ "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ