Fixed Menu (yes/no)

header ads

ભગવાને બધાની યોજના ઘડેલી છે | ગુજરાતી પ્રેરક વાર્તા | God Has a Plan for Everything in Gujarati | Gujarati Motivational Story

ભગવાને બધાની યોજના ઘડેલી છે | ગુજરાતી પ્રેરક વાર્તા | God Has a Plan for Everything in Gujarati | Gujarati Motivational Story

Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf



ભગવાને બધાની યોજના ઘડેલી છે : 


એક ભગવાન અને ભક્તની આ વાર્તા : 


વાર્તા ટૂંકી છે પણ સાર ખુબ જ મોટો છે .

 

એકવાર ભગવાન અને ભક્ત વાત કરતા કરતા હતા . ત્યારે ભક્તે વાતની પહેલ કરી હે પ્રભુ તમે જે મંદિરમાં મૂર્તિ બની આખો આખો દિવસ ઉભા રહો છો તમને થાક નથી લાગતો . આટલા બધા લોકો પોતાની અરજી લઈને આવે છે તમને કોઈ પ્રકારનું રડવું નથી આવતું . શું તમને બધાની ઈચ્છા પૂરી કરવાનું મન નથી થતું . તમારું હદય કઈ માટીનું બનેલું છે પ્રભુ ?

 

ત્યારે ભગવાન કહે છે .... સાંભળ

મેં દુનિયામાં દરેક વ્યક્તીની યોજના બનાવેલી છે . જે જેના નશીબમાં મળવાનું છે એનું મેં માળખું પહેથી જ બનાવેલું છે , જો વ્યક્તિના કર્મો સારા હશે અને જો એ લાયક હશે તો તેને અપોઅપ મળી જશે . મેં દરેક માણસનું ભાગ્ય બંધબેસતું જ બનાવેલું છે જો હવે આમાં કોઈ સુધારો થાય જ નહિ અને હું પણ ના કરી શકું .

 

પછી ભક્ત પ્રભુ ને કહે છે .....

પ્રભુ તમને એક વાત કહું ....

પ્રભુ હા એક નહિ તું બે વાત કહે હું જવાબ આપીશ .

 

પ્રભુ તમે એક દિવસ મને આ મૂર્તિમાં રહેવા દો અને તમે એક દિવસ આરામ કરો . આ મારા મનની ઇચ્છા છે .

 

પ્રભુ: ના નથી મારી પણ ......

 

તારે કશુંબોલવાનું નહિ . જેમ પત્થર એક જગ્યાએ સ્થિર રહે છે અને કશું અનુભવી શકતો નથી એવીરીતે તારે ઉભું રહેવાનું .

 

જો તને આ મંજુરહોય તો જ તને હું એક દિવસ ઉભું રહેવાની હા પાડુ નહિ તો મારા લખેલા માળખા પર પાણી ફરી જશે . બધું ઉલટ ફૂલત થઇ જશે .

 

ભક્ત : સારું પ્રભુ હું આ વાતનું ધ્યાન રાખીશ .

 

પ્રભુ : હા તો હું આજે અને હાલ હાલ જ અહીંથી જાઉં છું અને હું સાંજે પાછો આવી જઈશ .

 

ત્યાર પછી પ્રભુ ત્યાંથી નીકળી જાય છે એની જગ્યાએ ભક્ત આવીને મૂર્તિ બની જાય છે .

 

સવારનો સમય હતો એટલે બધા મંદિરમાં તો આવવાના જ . એટલે એક મોટો વેપારી આવ્યો . પોતાનો બીજો નવો ધંધો ચાલુ કરવાનો હતો એટલે સારી પ્રગતિ થાય માટે દર્શન માટે આવ્યો હતો . દર્શન કરીને વળતા સો રૂપિયા દાનપેટીમાં નાખ્યા અને બીજા પૈસા ખિસ્સામાં મુકવા ગયો ત્યાં તો એ મંદિરમાં પડી ગયા , પણ એનું ધ્યાન ના ગયું .

 

થોડીવાર રહી એક ગરીબ વ્યક્તિ આવ્યો અને પ્રભુ પાસે વિનતી કરવા લાગ્યો અને કહ્યું હે ભગવાન થોડા પૈસાની વ્યવસ્થા થઇ જાય તો તારો ઉપકાર ! છેલ્લા બે દિવસથી કોઈ ધંધો થયો નથી , માટે થોડા પૈસાની જરૂર છે . જેવી અરજી કરી , દર્શન કરી પાછળ ફરે છે તો એની નજર નીચે પડેલા થોડા પૈસા પર પડે છે અને તે લઇ ભગવાનનો ઉપકાર માને છે .

 

થોડીવાર પછી નાવિક આવે છે અને ભગવાનને કહે છે હે પ્રભુ હું દરિયો ખેડવા પંદર દિવસ માટે જઉં છું . મને સાચવી લેજે કોઈ માર્ગમાં અડચણ ના આવે અને હા મારા પરિવારની પણ સંભાળ રાખજે . બધું તારા જ હાથમાં છે ભગવાન . એટલામાં તો પેલો વેપારી અને પોલીસ આવે છે મંદિરમાં . અને નાવિકને પડકી લે છે . એના ઉપર આરોપ આરોપ લાગાવે છે ચોરીનો . એટલામાં મૂર્તિ બોલી ....

 

અરે અરે આ શું કરી રહ્યા છો તમે લોકો !

પૈસા આ નાવિકે નથી ચોર્યા આના પહેલા ગરીબ વ્યક્તિ આવ્યો હતો એને ચોર્યા છે . એટલે એ પોલીસ એ ગરીબના ઘરે જાય છે અને પૈસા એની જોડે મળે છે એટલે પોલીસ પેલા ગરીબને પકડીને લઇ જાય છે .

 

જ્યારે ભગવાન સાંજે પોતાના સ્થાને આવે છે ત્યારે ભક્ત દિવસ દરમિયાન બનેલી ઘટના કહે છે . ત્યારે ભગાવ કહે છે ....

 

આ તે શું કરી દીધું .....

મેં તને ના પાડી હતી કશું બોલવાની .. તો પણ કેમ બોલ્યો .

તને ભાન પણ છે તારા આટલું કહેવાથી શું થયુ.

 

પેલા જે ગરીબે પૈસા લીધા હતા એ તો થોડા જ હતા , વેપારીને આનાથી કશું ફર્ક ના પડે એટલા જ પણ પેલા ગરીબને ચાર દિવસનું ખાવાનું મળી રહેત .

 

અને પેલો નાવિક હવે દરિયો ખેડવા જશે . ત્યાં ભયાનક પુર આવવાનો છે એમાં એનો જીવ જવાનો છે અને અન લીધે એનો પરિવાર રાખડી જશે .

 

એક માણસનું મૃત્યુ તે આજે કરાવી દીધું અને એક ગરીબનું ચાર દિવસનું ખાવાનું પણ તે છીનવી લીધું .

 

તારાથી ઘણું મોટુંપાપ થઇ ગયું .

 

પછી ભક્ત ભવાનને પગે પડી ગયો અને કહેવા લાગ્યો , પ્રભુ બહુ મોટી ભૂલ થઇ ગઈ , હવે તમે જ કોઈ માર્ગકરો .

 

બોધ : દરેક વ્યક્તિનું પોતાનું આગવું એક અલગ કામ હોય છે . આપણે એમાં દખલ દેવી ના જોઈએ .

 

વાર્તા ખુબ નાની છે પણ સાર ખુબ મોટો .


૨ ) દેવર્ષિ અને ગામલોકોની વાર્તા : 


કહેવાય છે કે લોભ ભસ્મીભૂત કરી નાખે છે , જ્યારે ભગવાન પ્રત્યેની ભક્તિ ભવ પાર કરાવી દે છે . 


તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ .  


હું લઈને આવ્યો છું દેવર્ષિ અને ગામલોકોની એવી વાર્તા જેમાં ભક્તીવાળાના  લોકોના  ભવ પાર થઇ જાય છે . તો ચાલો શરુ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા . 


એક વૈકુંઠ નામનું ગામ હતું . ત્યાં બધા ભક્તીવાળા લોકો રહેતા હતા . દેવર્ષિ ત્યાંથી પસાર થયા . ત્યાં થોડીવાર ઉભા રહ્યા . ત્યાનું બધું અનુકરણ કર્યું . જોયું તો એવું લાગ્યું કે અહી બધા ભક્તીવાળા લોકો રહે છે . 

તો પરીક્ષા માટે ત્યાના કોઈ જ્ઞાની વ્યક્તિને પૂછ્યું કે શું અહી લોકો બધા ભક્તીવાળા જ લોકો રહે છે . તો પેલો વ્યક્તિ કહે હા અહી બધા જ વ્યક્તિ ભક્તીવાળા રહે છે . 

તો ફરી પાછું નારદજીએ પૂછ્યું ...

હજી એકવાર વિચાર કરી જુઓ તમે જે કાંઈ કહી રહ્યા છો તે સાચું છે . 

તો પેલો વ્યક્તિ કહે , 

એમાં વિચારવાનું શું હોય હું જે કહું છું સાચું જ કહું છું . 

પછી નારદજી કહે ...

તો સાંભળો મને લાગે છે કે તમારે બધાને ભગવાનના દર્શન કરાવવા પડશે . તો તમે એક કામ કરો આજ સાંજ સુધીમાં બધા લોકોને ભેગા કરી આ સુચના આપી દેજો . આપણે કાલે સવારે ભગવાનના દર્શન હેતુ એમના ધામ જઈશું . 


પેલો ભાઈ તો ખુશ થઇ ગયો . અને સાંજ પડતા જ બધા લોકોને આ વાત વિષે સૂચિત કરી દીધા . ભગવાના દર્શન હેતુ બધા તૈયાર થઇ ગયા . કાલે સવારે ભગવાનના દર્શન હેતુ જવાનું છે એ સમાચાર સાંભળી એ લોકો ઉત્સાહિત થઇ ગયા . 


વહેલી સવારે નારદજી એક  મોટું વહાણ લઇ આવ્યા . એ પણ આકાશે ઉડે એવું . જેમ જેમ લોકો એમાં બેસતા જાય એમ એમ વહાણ પણ મોટું થતું જાય . લગભગ આખું ગામ જ આવી ગયું એ વહાણમાં તો . 


પછી શું થયું નારદજીએ પોતાની લીલા શરુ કરી . આગળ જતા વહાણ ત્યાં જ ઉભું રહ્યું ત્યાં ચાંદીના ઢગલા પડ્યા હતા . એટલે અડધા લોકો ત્યાં ઉતારી ગયા . 


આગળ જતા બીજીવાર વહાણ ઉભું રહ્યું જ્યાં સોનાના ઢગલા પડ્યા હતા . તો અડધા લોકો ત્યાં ઉતરી ગયા . 


આગળ જતા રસ્તામાં મોટા મોટા મહેલો આવ્યા . અડધા લોકો ત્યાં ઉતરી ગયા . 

અડધામાં અડધું ગામ તો રસ્તામાં જ ખાલી થઇ ગયું . 

જ વધ્યા ઘટ્યા લોકો હતા જેમને ભગવાનના દર્શન થયા . 

બોધ : લોભી વ્યક્તિ કોઈ દિવસ કશું પામી શકતો . એક સારું વસ્તુ પામવા માટે મહેનત તો કરે છે પણ તે બીજી વસ્તુમાં તે લોભી જાય છે . બીજી વસ્તુ લેવા જતા પહેલી વસ્તુ પણ ગુમાવી દે છે . 

 

અપને લોકો જાણી જોઇને કે અજાણ્યા કોઈને કોઈ ભૂલ કરતા હોઈએ છીએ , પણ એ ભૂલને કેવી રીતે સુધારવી એ જોતા નથી . સારા કર્મ કરતા રહેજો નહિ તો અ ભક્ત જેવી હાલત થશે . ત્યાંતો ભગવાન ખુદ હતા એ કોઈ ચમત્કાર કરશે પણ તમારી જોડે કોઈ ચમત્કાર નહિ થાય . 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ