સબંધને બોજ ના બનાવો | ગુજરાતી પ્રેરક વાર્તા | Don't Treat The Relationship as a Burden in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
સબંધને બોજ ના બનાવો : ( Don't Treat The Relationship as a Burden )
આ વાર્તા એક એવા
સૈનિકની છે જે પોતાના હાથ પગ ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લે છે .
કહેવાય છે સબંધ
ભગવાનની આપેલી એવી ભેટ છે જે સબંધ બનાવવા નથી પડતા કોઈ સબંધ આપોઆપ જન્મજાત બંધાયેલા
જ હોય છે . એ છે માતા – પિતાનો સબંધ , ભાઈ – બહેનનો સબંધ વગેરે વગેરે ....
એક સૈનિક હોય છે .
એનું નામ બદ્રી હોય છે . એ છેલ્લા બે વર્ષથી ભારતીય સેનામાં હોય છે . બોર્ડર પર
પોતે ફરજ નિભાવે છે . જોકે નાનપણનું સપનું હતું ફોજી બનવાનું . સાલા સમયમાં ફોજીનો
ગણવેશ પહેરવો , પરેડમાં ભાગ લેવો , કસરત કરવી એ એને ખુબ ગમતું . બાપ તો ના જ પાડતા હતા ફોજમાં જવાની કેમ કે એ એમનો
એક નો એક દિકરો હતો . તો પણ એ ગયો પોતાની ભારતમાની રક્ષા કરવા માટે .
એકવાર થયું એવું
કે બદ્રીને કોઈ બીજી જગ્યાએ યુદ્ધ લડવા જવું પડ્યું . જતા પહેલા એને પોતાના માં
બાપને કીધું હતું કે હું આજે બીજી જગ્યાએ યુદ્ધ માટે જઉં છું માટે અહી મારો કોઈ પણ
પ્રકારનો સંપર્ક નહિ થાય . જ્યારે અહી પાછો આવીશ ત્યારે હું તમને સામેથી ફોન કરીશ .
તમે ચિંતા ના કરતા . અને તમે પણ પોતાની સંભાળ રાખજો . જો વચ્ચે કોઈ રજા મળશે તો
સીધો ઘરે જ આવી જઈશ . બસ આટલું કહી ફોન કાપ્યો અને બીજી જગ્યાએ યુદ્ધ લડવા
પ્રસ્થાન કર્યું .
અને થયું એવું કે ભયાનક
યુદ્ધમાં બદ્રી ઘાયલ થઇ ગયો . સારવાર દરમિયાન સાજો તો થઇ ગયો પણ એક પગ અને હાથ
ગુમાવી બેઠો . એને રજા તો મળી ગઈ હતી પણ ઘરે કેવી રીતે જાય આવી હાલતમાં . છ મહિના
તો ત્યાં જ રહ્યો . બોડર પર આવી હાલતમાં .
પછી થયું મારા માં
બાપ આ વિષે કહું કે ના કહું એ વિચારમાં હતો . એટલે એને એક યુક્તિ કરી લાવને હું
મારા દોસ્તનું બહાનું કરું અને એની આવી હાલત થઇ છે અને એ આપણા ઘરમાં આજીવન રહેશે
એવું કહું તો શું કહે છે મારા બાપ પહેલા જોઈ જોઉં પછી હું મારા ઘરે જઉં .
એટલે
બદ્રી પોતાના ઘરે
ફોન કરે છે .
ફોન એના પપ્પા
ઉપાડે છે . પોતાના દીકરાનો અવાજ સાંભળી પહેલા તો ખુશ ખુશ થઇ જાય છે .
જયારે વાત ચાલુ
થાય છે ત્યારે બદ્રી કહે છે કે હું ઘરે આવું છું આ સાંભળીને તો વધારે ખુશ થઇ જાય
છે . પણ બદ્રી બોલે છે પપ્પા પહેલા વાત તો સાંભળો ...
તો પિતા કહે છે
બોલ બોલ બદ્રી ,
મારો એક દોસ્ત છેએ પણ મારી જોડે ઘરે આવે છે .
એના પિતા કહે છે હા
હા તું પણ આવીજા અને તારા દોસ્તને પણ લેતો આવ .
અરે પપ્પા પહેલા
પૂરી વાત તો સાંભળો ....
એ આપણા ઘરે હંમેશમાટે રહેવા આવે છે . ત્યારે એના પિતાનો અવાજ થોડો બદલાયો ...
કહે વાત કરતા કહે
છે , શું કામ પણ ..
બદ્રી વાત કરતા
કહે છે , પપ્પા એનું દુનિયામાં કોઈ નથી અને ઉપરથી આ જે યુદ્ધ લડાયું એમાં એને એક
હાથ અને એક પગ ગુમાવ્યો છે . થાય એટલી સેવા કરજો . આવું સાંભળતા તો એના પિતા
થોડીવાર તો ચુપ રહી ગયા અને કહેવા લાગ્યા કે તું એને એના હાલ પર ત્યાં છોડી દે . એહવે એક બોજ ગણાય . તું પણ ક્યાં સુધી એની સેવા કરીશ . તું આવીજા . ભગવાન એનો પણ
કોઈ માર્ગ કરી જ લેશે . તું આટલી બધી એની ચિંતા ના કર . અને જલ્દીથી ઘરે આવી જા .
આટલું કહેતા ફોન
કપાઈ જાય છે .
બદ્રીને ખુબ જ આધાત
લાગ્યો . એ પોતે જ ના સમજી શક્યો કે પોતાના માં બાપ આવું વિચારે છે . સબંધોને
ત્રાજવામાં તોલે છે . સબંધોનો લાભ જોવે છે .
આ તો મેં મારા
મારા દોસ્તની વાત કરી , વાસ્તવિકતા તો એ છે હું શારીરિક રીતે ભાગી પડ્યો છું ,હું હવે એમના પર બોજ નહિ બનું .
બે દિવસ વીતી ગયા
પણ બદ્રી ઘરે ના પહોચ્યો . એમના ઘરે એવા સમાચાર મોકલવામાં આવ્યા બદ્રી ઘરે તો જવા
નીકળ્યો હતો . પણ એને ખબર નહિ રસ્તામાં આવતા પુલ ઉપરથી આત્મહત્યા કરી લીધી .
જયારે બદ્રીની લાશઘરે લઇ જવામાં આવી ત્યારે એના માં બાપને સમજાયું કે બદ્રી જે દોસ્તની વાત કરતો હતો
એ વાસ્તવમાં હતો જ નહિ પણ એના પોતાનો એક હાથ અને પગ નહતો . લાગે છે આ કારણથી એને આત્મહત્યા
કરી લાગે છે .
બદ્રી આપણી ઉપર
બોજ બનવા નહતો માંગતો . જો આપણે ફોનમાં એને એના દોસ્તને ઘરે લાવવાની પરવાનગી આપી
હોત તો આજે બદ્રી જીવતો હોત .
બોધ : કોઈ દિવસ
સબંધમાં લાભ ના દેખવો નહિ તો આ બદ્રીના માં બાપ જેવી હાલત થાય .
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ