લાભ ચૂકશો નહિ | ગુજરાતી પ્રેરક વાર્તા | Don't Miss out in Gujarati | Gujarati motivational story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
૧ ) એક પંદર વર્ષના છોકરાની વાર્તા :
એક પંદર વર્ષનો
છોકરો હોય છે . એનું નામ મૌશીલ હોય છે . એને કિંમતી ગાડીનું સપનું જોયું હતું . પણ
ગરીબ હોવાને કારણે પૂરું કરવું અશક્ય હતું . એ સવારે શાળાએ અને બપોર પછી પેટ્રોલપંપ
પર કામ કરતો . જ્યારે જ્યારે પેટ્રોલપંપ પર કોઈ કિંમતી ગાડી આવે ત્યારે એ છોકરો એ ગાડીના
માલિક સાથે વાત કરવા લાગતો . આ કેવી રીતે થયું . એવું તો શું કામ કરો છો કે આવી
કિંમતી ગાડી તમેં લાવી શક્યા . મારે પણ આવી જ કિંમતી ગાડી લાવી છે , મારે પણ એક
બંગલો હોય એવું કંઈક કામ કરવું છે . પણ એવું તો શું કામ કરું એ જ સમજાતું નથી .
એક દિવસ એ પેટ્રોલપંપ પર એક 80 લાખની ગાડી આવી એ જોઇને
પેલો છોકરો તો ગાડી જોતો જ રહી ગયો . છોકરાને ગાડીના માલિક સાથે વાત કરવી હતી પણ આ
વખતે ગાડી આટલી મોધી હતી એટલે ગાડીનો માલિક મારી સાથે વાત કરશે એ વિચારતો હતો .
ગાડી તો ડ્રાઈવર જ
ચલાવતો હતો પણ પાછળના કાચ પર ટકોરો કર્યો . એટલે કાચ ખુલ્યો . અને છોકરાએ ગાડીના
માલિકને સલામ કર્યું અને કહ્યું સાહેબ આટલી મોધી ગાડી કેવી રીતે લાવી શક્યા ?
મારું પણ આ આવું જ સપનું છે .
આટલું શું કહ્યું
પેલા છોકરાએ , ગાડીનો માલિક હળવેથી હસ્યો , અને કહ્યું લે મારું કાર્ડ મને કોલ
કરજે અને મારી ઓફીશે આવજે , હું તને કામ કરતા શીખવાડીશ .
છોકરો ચાર કલાક તો
એ વિચારમાં જ રહ્યો કામના સમય દરમિયાન . જવું કે ના જવું , શું કોલ કરું કે ના
કરું , ઓફીશે બોલાવ્યો છે , શું કામ બોલાવ્યો છે , કોઈ ખોટું કામ તો એ ભાઈ નહિ
કરતો હોય ને ! આવા તો ઘણાય સવાલ એના મગજમાં આવીને ઉડી ગયા અને અંતે એ કાર્ડ પણ
ત્યાં જ કચરાપેટીમાં ફાડીને ફેકી દીધું . અને મનમાં વિચારી લીધું કોઈ ખોટું કામ કરવાનો
વારો આવે એના કરતા આપણી તો આવી જીંદગી જ સારી છે એમ વિચારીને ઘરે જતો રહ્યો . ખાઈ
પીને સવારની વાત ભૂલીને શાંતિથી સુઈ ગયો .
એ છોકરાએ પેલા
ભીનું આપેલું કાર્ડ ભલે ફેકી દીધું હતું પણ એના મગજમાં તો હજીય મોધી ગાડીના સપના જ
હતા . જે કોઈ મોધી ગાડી આવે એની જોડે વાત કરતો . આ કેવી રીતે શક્ય બન્યું , ઘણાય
સવાલ પૂછતો પણ કરતો કશું ન હતો .
આમ ને આમ સાત વર્ષવીતી ગયા . એ જ પેટ્રોલપંપ પર એવી જ ગાડી આવી જે સાત વર્ષ પહેલા આવી હતી . અને બસ
પેલો છોકરો ત્યાં પહોચી ગયો , પેટ્રોલ પુરવા લાગ્યો અને અને કહેવા લાગ્યો શું
સાહેબ મોધી ગાડી એવું તો શું બિઝનેશ કરો છો . તો પેલો ભાઈ બહાર આવીને બોલ્યો ...
અરે ભૂલી ગયો
મૌશીલ મને ... હવે તો મૌશીલ પણ વિચારમાં પડી ગયો આ વળી કોણ આવ્યું જે મને ઓળખે છે
?
અરે હું જે આ જ
પેટ્રોલપંપ પર સાફ સફાઈનું કામ કરતો હતો . આજથી સાત વર્ષ પહેલા તું જે પેલા ભાઈ
સાથે વાત કરતો હતો જે 80 લાખની ગાડી લઈને પેટ્રોલ પુરાવા આવ્યો હતો . તે તો એ
કાર્ડ ફાડીને ફેકી દીધું બહાર પડેલી કચરાપેટીમાં પણ મેં એ કાર્ડના ટુકડા બહાર કાઢ્યા
અને જોડી દીધા અને એમાં જે નંબર હતો ત્યાં કોલ કર્યો અને આજે હું તારા સામે જ ઉભો
છું .
ઘણીવાર એવું થતુંહોય છે નજર સામે જ વસ્તુ હોય છે પણ આપણે તે જોવાની પણ તસ્દી લેતા નથી . અને જે
પામવાનું હોય , જે મેળવવાનું સપનું જોયું હોય એ અંતે મેળવી શકતા નથી .
જીવનમાં ઘણાય એવા
લાભો હોય છે જે આપણે લઇ શકતા નથી , એમાં ભૂલ કોઈ બીજાની નહિ પણ આપણી પોતાની હોય છે
. આપણી મોટામાં મોટી ભૂલ એ છે કે આપણે પહેલ કરતા નથી . બીજો કોઈ તમારાથી વધારે
મહેનત કરીને એ વસ્તુ લઇ જાય ત્યારે પહેલા તો નાશીબને દોષ આપીએ છીએ . પણ એમાં નશીબ
પણ શું કરે , જો તમે પહેલ કરી જ શકતા નથી તો કશું મેળવવાની અપેક્ષા પણ ના રાખવી
જોઈએ .
બોધ : મોકો મળે
ત્યાં ચોક્કો મારી દેવો જોઈએ , ના મારી શકતા હોય તો ભૂલ કોઈ બીજાની નહિ પણ તમારી
પોતાની છે .
૨ ) એક સાત વર્ષના બાળકની વાર્તા :
કહેવાય છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ ને માંગવાનો લાભ મળે ત્યારે એવી વ્યક્તિને માંગો જેને માંગવાથી પછી કશું માંગવાની ઇચ્છા ના થાય .
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ
હું લઈને આવ્યો છું એક એવા સાત વર્ષના બાળકની વાર્તા જેને માંગવાનો મોકો મળતા ખુદ રાજાને જ માંગી લીધો .
તો ચાલો મિત્રો શરુ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા .
એક રાજા અને એક રાણી હતી . જીવનમાં બધું જ હતું પણ સંતાન સુખ ન હતું . પણ રાજાએ પણ કોઈ કસર બાકી ના રાખી . જેને બતાવાનું હતું , જયોતિષ , વૈદ્ય બીજા લોકને પણ આ વિષે જણાવ્યું , જેથી કરી અનુ નિવારણ લાવી શકાય .
આખરે ભગવાને એમનું સાંભળી લીધું . એમના ઘરે નાનો રાજકુમાર આવ્યો . રાજા અને રાણી ખુશ થઇ ગયા . રાજાએ એ;લાન કર્યું કાલે સવારે પ્રજા માટે આ મહેલના દ્વાર ખુલ્લા રહેશે અને જે કોઈ જે વસ્તુને પહેલી વખત હાથ લગાડે એ વસ્તુ એની સદાય માટે .
આ વાત બધી જગ્યાએ ફેલાઈ ગઈ . નગરમાં રહેતા ગામવાસીઓ ઉત્સુક હતા ક્યારે મહેલમાં જાય ક્યારે ગમતી વસ્તુ પર હાથ મુકે અને ક્યારે એ પોતાને ઘરે લઇ આવે .
આખરે એ સમય આવી ગયો . રાત્રી વીતી ગઈ . સવાર પડતા જ મહેલના દ્વાર ખુલવાના હતા ત્યારે એક સાત વર્ષનું બાળક પોતાના પિતાને કહે છે , પિતાજી મારે પણ આવું છે તમારી સાથે .
ત્યારે એના પિતા કહે છે તારે દીકરા ના અવાય , ત્યાં બહુ ભીડ હશે . પણ દીકરો ના માન્યો . જીદ પર આવી ગયો . પિતા પણ એની સામે નમી ગયા .
મહેલનો દરવાજો ખુલ્યો ત્યારે બધા પોત પોતાની ગમતી વસ્તુ પર હાથ મૂકી દીધો , પણ પેલો સાત વર્ષનો છોકરો ભીડને પાર ક્લારતો રાજાના સિંહાસન આગળ આવી ઉભો ર્રહી ગયો અને રાજાને જ પહેલો સ્પર્શ કર્યો .
બોધ : નશીબમાં ના હોય ત્યારે કેવી રીતે બધું હાંસિલ કરવું આ સાત વર્ષના બાળક પાસેથી સીખે .
જરૂરી નથી કે ગરીબીમાં જન્મેલો વ્યક્તિ ગરીબીમાં જ મૃત્યુ પામે . કશું કરી છૂટવાની જીદ હોય તો વ્યક્તિ જે ધારે તે પામી શકે છે .
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ