હાર પણ સુંદર લાગે જ્યારે સામે આપણું કોઈ હોય | ગુજરાતી પ્રેરક વાર્તા | Defeat also feels beautiful when someone has their own in front of us in Gujarati | Gujarati motivational story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
૧ ) હાર પણ સુંદર લાગે જ્યારે સામે આપણું કોઈ હોય
અહી વાર્તા એક રાજા અને મંત્રીની છે જેમાં એ બંને મિત્ર હોય છે .
ધારપુર નામનું એક
નગર હોય છે , જેમાં ભવ્યરાજ નામનો રાજા રહેતો હોય છે અને સિદ્ધાર્થ નામનો મંત્રી
હોય છે . રાજા પણ સુખી હોય છે અને પ્રજા પણ સુખી હોય છે . પણ બનવા કાળે એવું પણ
બની જતું હોય છે જે આપણા હાથમાં કશું હોતું નથી , માત્રને માત્ર એ પરિસ્થિતિ કેવી
રીતે કાબુમાં લેવી એ ખરેખર શીખવાની જરૂર છે .
થોડા સમય તો બધું
બરબાર ચાલે છે પણ અમુક સમય વીત્યા પછી રાજ્યની હાલત કફોડી બનતી જાય છે . એવામાં
રાજા તો ચિંતામાં હોય પણ સાથે સાથે મંત્રી પણ કોઈને કોઈ ઉપાયની તલાસમાં હોય છે કે
શું કરવાથી રાજ્યની આર્થિક સ્થિતિ સુધારી શકાય . મંત્રી ઈમાનદાર હોય છે રાજા પ્રત્યે
પણ અને રાજ્ય પ્રત્યે પણ . આવા સમયમાં કોઈ વ્યક્તિએ રાજાના કાનમાં મંત્રી વિષે કાન
ભંભેરણી કરી . પહેલા તો આવી કોઈ વાત માણી જ નહિ કેમ કે સિદ્ધાર્થ મંત્રી હોવાની
સાથે સાથે રાજાનો સાચો મિત્ર પણ હતો , એટલે આવું કોઈ ખરાબ વિચારી જ ના શકે .
થોડા સમય પછી ફરી
પછી રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ થતા રાજાને એ માનવું પડ્યું કે નક્કી રાજ્યની આર્થિક
સ્થિતિ માટે મંત્રી જ જવાબદાર છે . એટલે એને બોલાવીને કાઢી દેવામાં આવ્યો . જો કે રાજાને
આ પગલું નહતું ભરવું છતાય ભરવું પડ્યું રાજ્ય માટે . અને બીજા કોઈ નવા વ્યક્તીની
મંત્રી પદે નિયુક્તિ કરી .
નવો મંત્રી આવતા જ
રાજ્યની કફોડી સ્થિતિ સુધારી તો દીધી પહેલી જ વ્યવસ્થામાં . રાજા ખુશ થઇ ગયો . પહેલું
કામ સારું કર્યું માટે રાજાને લાગવા લાગ્યું કે આ મંત્રી જરૂર રાજ્ય માટે સારું
વિચારશે , જરૂર કોઈ બદલાવ લાવશે .
થોડો સમય થયો .
રાજ્યમાં કોઈ વેપારી આવ્યો હજાર ઘોડા લઈને . એ વેપારી ને લાગતું હતું કે અ રાજ્યમાં
મને જે જોવે એટલી કિંમત મળશે . એ આશાથી આવ્યો હતો . જયારે એ વેપારી રાજ્યમાં પ્રવેશે
છે અને નવા મંત્રીને મળે છે તો મોઢું તો ઉદાસ થઇ જાય છે પણ કંઈ વાંધો નઈ . જોઈ તો
લઉં આ મંત્રી પેલા મંત્રી જેવો બુદ્ધિમાન અને ઈમાનદાર છે કે નહિ .
વેપારી જ્યારે મંત્રીને
હજાર ઘોડાના બદલે સામે કિંમત પૂછે છે તો મંત્રી એમ કહે છે હું તો તને હજાર ઘોડાના
બદલે એક બોરી જુવાર આપું . આ સાંભળીને વેપારીને પહેલા તો ગુસ્સો આવે છે પણ જયારે
તે આ રાજ્યમાં હોવાનું ભાન થાય છે ત્યારે ઠંડો પડી જાય છે અને જુના મંત્રીને
મળવાની ઈચ્છા પ્રગટ કરે છે .
વેપારી મહેલમાંથી
બહાર નીકળી જાય છે અને સીધો જુના મંત્રીને મળે છે . અને નવા મંત્રી જોડે જે કોઈ
વાતચીત થઇ એ બધી અહી કહે છે . ત્યારે જુનો મંત્રી એ વેપારીને સારો રસ્તો બતાવી આપે
છે . અને પાછો એ મહેલમાં જાય છે .
મહેલમાં બધા વચ્ચે
કહે છે હે રાજા હું હજાર ઘોડા આ એક બોરી જુવાર સામે આપી દઉં પણ તમે આ એક બોરીજુવાર અને મારા હજાર ઘોડા સાથે સરખાવો તો જ આપું . આ એક બોરી જુવારને તમે કોની
સાથે સરખાવો છો મારે એ જાણવું છે . એટલે રાજાએ મંત્રી સામે ઈશારો કરતા કહ્યું આનો
જવાબ અમારો મંત્રી આપશે .
નવો મંત્રી ભલે આ
મહેલમાં હોય પણ . જુના મંત્રી જેટલો હોંશિયાર , બુદ્ધિશાળી ન હતો . એને આ એક બોરી
જુવારને રાજ્યના સૈનિકો સાથે , રાજ્યની મિલકત સાથે સરખાવ્યા . આટલું બોલતા બધા
હસવા લાગ્યા . રાજાએ તો મોઢું નીચું નાખી દીધું . રાજાને અફસોસ તો ઘણોય થયો પણ શુંથાય .
ફરી પાછો નવા
મંત્રીને કાઢી જુના મંત્રીને પાછો બોલાવી લીધો . આખરે મિત્ર , મિત્ર જ હોય અને
દુશ્મન દુશ્મન .
પછી પેલા વેપારીને
બોલાવીને એ હજાર ઘોડાના બદલે સાચી અને વ્યાજબી કિંમત આંકી . અને વેપારી ખુશ થઇ જતો
રહ્યો . અને મિત્ર પાછો મહેલમાં આવ્યો હોવાથી રાજા પણ ખુશ હતો .
જીવનમાં ઉતાર ચઢાવ
તો આવતા જ હોય છે . કોઈને ત્યાં આર્થિક હોય કોઈને ત્યાં સામાજિક પણ એ કપરા સમયમાં
એ ઓળખવાનું છે કે પોતાનમાં કેટલી હદ સુધી ખરાબ પરીસ્થીનો સામનો કરવાની શક્તિ છે .
વાર્તા ખુબ જ નાની
છે પણ જો સમજી લેશો તો જીવન બદલાઈ જશે .
આપણે બધા સમય સાથે
બંધાયેલા છીએ . બધાને એક જ સમયમાં ખુશ ના કરી શકીએ . કોણ શું વિચારશે એ વિચારવા
જઈશું તો સુખી ક્યારેય નઈ થઇ શકીએ .
લોકોના પોતાના અલગ
અલગ વિચારો છે , લોકોની એક પોતાની અલગ દુનિયા છે . લોકો પોતાની રીતે જીવે છે . જો
ખુશ થવું હોય તો પહેલા પોતે ખુશ રહેતા શીખવું પડશે . તમારે જે પામવું છે એ રસ્તા
પર આગળ વધો , જો બધાના સપના પુરા કરવા જશો તો પોતાનું સપનું અધૂરું રહી જશે .
બોધ : કપરા સમયમાં
ખુદને અને પારકાને પારખતાં શીખો .
૨ ) ખરાબ સમય હશે માન્યું હાર ના માનો : ( Don't Give up if You Thought it Would be a Bad Time )
આ વાર્તા એક એવી
વિધાર્થીની છે જે કોલેજ પત્યા બાદ જોબ કરવાને બદલે સીધો બિઝનેસ કરે છે અને થોડા
સમયની સફળતા પછી લોસ જાય છે ત્યારે ડીપ્રેશનમાં આવી જાય છે .
કેમ છો મિત્રો હું
છું મૃત્યમ . તમે વાંચી રહ્યા છો ગુજરાતી પ્રેરક વાર્તા .
એક માન્યા નામની
છોકરી હારી . કોલેજનું છેલ્લું વર્ષ હતું . પરીક્ષા પણ નજીક હતી .
પરીક્ષા પૂરી થયા
બાદ બધા એકબીજાને મળવા કોઈ સારી હોટલમાં જમવા માટે ભેગા થયા . બધાએ પોતપોતાના
વિચાર ઉમેર્યા . કોઈ કહે મારે યુએસ જવું છે , કોઈ કહે મારે કેનેડા જવું છે , કોઈ
કહે મારે સારી કંપનીમાં ઊંચા પગારવાળી નોકરી કરવી છે . કોઈ કહે સારો વેલસેટ છોકરો
જોઈ પરણી જાઉં છે . એક માત્ર માન્યાનો વિચાર બધાથી અલગ પડતો હતો . એને પોતાના પગ
પર ઉભા રહેવાનું શીખવું હતું . એને પોતાનો બીઝનેસ કરવો હતો . સ્ટાટપ કરવું હતું .
પણ એને મદદ કરવા કોણ કોણ આવશે એ જોવાનું હતું . માન્યાએ પોતાની વાત અહી રજુ કરી .
ઘણાય એવા દોસ્ત હતા જે તેની પડખે ઉભા રહ્યા .
ગમતો બીઝનેસ ચાલુ
કરી દીધો . સફળતા પણ મળી . મિત્રોએ પણ મદદ કરી . પણ એકદમ શું થઇ ગયું લોસ થઇ ગયો .
એને બહુ કોશિશ કરી બીઝનેસ ઉપર લાવવાની , પણ ના કરી શકી . સમય જતા ડીપ્રેશનમાં આવીગઈ , માન્યા તો .
એટલે માન્યાની કોઈ
દોસ્તે એના કોલેજની કોઈ મેડમને આ વાત કહી . મેડમને આ વાતની જાણ થતા માન્યાને એમના
ઘરે બોલાવી . અને ખુબ જ સમજાવી . પણ સમજી શકી નહિ .
મેડમને થયું લાગે
છે મારે થીયરી છોડી પ્રેકટીકલ સમજાવું પડશે .
તે માન્યાને તેના
ઘરના ગાર્ડનમાં લઇ ગઈ . અને કહ્યું જો માન્યા આ ટામેટાનો છોડ . એટલે માન્યા બોલી ,
અરે આ છોડ પણ મારી ગયો છે મારી ગયો છે મારી જેમ જ .
મેડમ કહે આવું ના
બોલીશ . મેં મારી બનતી કોશિશ કરી પણ પણ આ છોડ વિકસિત ના થયો . આ છોડને મેં પાણી
પાયું , ખાતર નાખ્યું , કીટનાશક દવા પણ નાખી . મેં મારી બનતી મહેનત કરી .
માન્યા બોલી મેડમ તમે
મહેનત કરી ને તો પણ આ છોડ ના વિકસિત થયો ને . કહું તો છું મહેનત કરવા છતાં સારુંફળ નથી મળતું . આટલું બોલી માન્યા રડવા લાગી .
પછી મેડમ માન્યાને
ઘરની પાછળ બીજા ગાર્ડનમાં લઇ ગઈ અને ત્યાં તો ટામેટાના લાલ લાલ છોડ હતા . જ્યારે
માન્યા જોવે છે તો અચંબામાં પડી જાય છે . મેડમે પછી કહ્યું ,
જો માન્યા મારી પણ
પહેલી મહેનત સફળ નહતી જ થઇ પણ મેં હાર ના માની મેં મારા કામમાં થોડો બદલાવ શું
કર્યો આજે તું આ જોઈ જ રહી છે .
બોધ : ગમે તેવો
ખરાબ સમય કેમ ના હોય હાર ના માનવી .
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
" મૃત્યમ "
0 ટિપ્પણીઓ