દુઃખ કોણે કહેવાય? | ગુજરાતી પ્રેરક વાર્તા | Who is Called Grief? in Gujarati | Gujarati Motivational Story
Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
દુઃખ કોણે કહેવાય? ( Who is called grief? in Gujarati )
ગૌતમ બુદ્ધની એક
એવી વાર્તા કે જ કહે છે દુઃખ એટલે શું ? આખરે દુઃખ કોણે કહેવાય . એ વિષેની વાર્તા
છે .
કહેવાય છે કે જીભ જેવા નરમ બનો દાંત જેવા કઠોર નહિ .
કહેવાનો મતલબ એ છે
કે આપણો જન્મ થાય ત્યારે જીભ પહેલા આવે છે અને દાંત પછી આવે છે . આપણે મૃત્યુ
પામીએ ત્યારે પણ જીભ તો સાથે જ હોય છે પણ દાંત બધા પડી જાય છે . આવું દુઃખનું પણ
છે . તો આવો સરળ શબ્દોમાં વાર્તા સમજીએ .
એક આશ્રમ હોય છે .
એમાં ભગવાન બુદ્ધ અને બીજા અન્ય શિષ્યો રહેતા હોય છે . એમાંથી એક શિષ્ય બે દિવસ
પહેલા જ આશ્રમમાં આવ્યો હોય છે .
બુદ્ધ બધા શિષ્યોનેકહે છે આવો બધા આ ઝાડ નીચે બેસી ઠંડકનો અને શાંતિનો અનુભવ કરીએ . બધા શિષ્યો બુદ્ધનું
માની ઝ્ઝાદ નીચે બેસી જાય છે .
નવો આવેલો શિષ્ય
બોલે છે ગુરુજી એક વાત કહું એ વાત મારા અહી આવાનું કારણ છે એ .
બુદ્ધ કહે છે હા
જરૂરથી કહી શકો છો , નીસંકોચે કહો .
એટલે એ શિષ્ય કહે
છે હું મારા જીવનમાં ખુબ જ દુઃખી હતો એટલે હું અહી આવ્યો છું . ગુરુજી મને એ નથી
સમજાતું કે દુઃખનું કારણ શું ?
તો ગૌતમ બુદ્ધ કહે
છે હું તમને બધાને એક વાર્તા સંભળાવું . તેના પરથી તમે બધા જ સમજી જશો કે દુઃખનું
કારણ આખરે હોય છે શું ?
એક ખુબ પૈસાદાર
શેઠ હોય છે . એમનું નામ પુનમચંદ હોય છે . એવી એકેય વસ્તુ નહિ હોય જે એમની જોડે નહિ
હોય . એમને મોધી મોધી વસ્તુ ખરીદવાનો શોખ હતો . એટલે થોડો સમય થાય એટલે કોઈ જોડે
ના હોય એવી વસ્તુ બહાર જાય એટલે લઈને આવે . આખરે આટલા બધા પૈસા બીજે વાપરે પણ
ક્યાં ?
એકવાર શેઠ કોઈ જગ્યાએ
જાય છે અને ત્યાંથી પણ એક મોધી વસ્તુ લઈને આવે છે . એ વસ્તુ પર આવરણ હોય છે જેથી
કોઈ જોઈ ના શકે . એ વસ્તુ ઘરે લઈને જાય છે અને એ નોકરને સોપે છે અને કહે છે અ
વસ્તુ ખુબ જ મોધી છે આને કોઈ સારી અને સુરક્ષિત જગ્યાએ મૂકી દેજે . અ એક ભેટ છે કાલે
જ આપવાની છે એટલે સાચવીને મૂકજે , કોઈ નુકશાન ના થાય .
આટલું કહી શેઠ બીજા
કોઈ કામે બહાર જાય છે . ને નોકર ઘરની સાફ સફાઈ કરવા લાગે છે . હવે સાફ સફાઈ કરતા
કરતા નોકરનો હાથ પેલી મોધી વસ્તુને અડી જાય છે અને નીચે પડી જાય છે . શેઠ આવીને
જોવે છે તો વસ્તુ તૂટેલી જોઈ દુઃખી થઇ જાય છે . ગુસ્સો તો ખુબ જ આવે છે પણ એ નોકર
ખુબ જુનો હોવાથી કશું કહી શકાતું નથી , પણ ગુસ્સો તો અંદર જ ભરાયેલો હોય છે .
એ રાત્રે તો શેઠને
સરખું ખાવાનું પણ ન ભાયું અને ઘરમાં આંટા ફેરા માર્યા કરે . એ નોકર પણ એ ઘરે રહેતો
હતો . એટલે એના નસકોરાંનો અવાજ ઠેક બહાર સુધી આવતો હતો . શેઠ ત્યાં જઈ જોવે છે તો
એમને વધારે ગુસ્સો આવે છે અને વિચારે છે ...
આ જો ને આજે તેને
આટલી મોધી મારી વસ્તુ તોડી છે તો પણ કેવો સુતો છે .
શેઠને એ રાત્રે જ
એવો વિચાર આવ્યો કે સવારે એ નોકરને બોલાવ્યો અને કહ્યું ...
તને ખબર છે આ હું
જે મોધી વસ્તુ લાવ્યો હતો એ કોના માટે હતી .
નોકર કહે છે ના .
શેઠ કહે છે એ તારામાટે જ હતી . હું તારા માટે જ લાવ્યો હતો . આ તો હું બહાર ગયો હતો તો મને તારો વિચાર આવ્યો અને મેં તારા માટે એ વસ્તુ
લઇ લીધી . મને ખબર છે આજે તારો જન્મદિવસ છે એટલા માટે લીધી હતી . અને તે જ તારી
વસ્તુ તારા હાથે તોડી નાખી .
આટલી વાત શું કીધી
શેઠે એ નોકર એ રાત્રે ના સુતો અને શેઠ આરામથી સુઈ રહ્યો . કેમ કે એ વિચાર એને
નોકરને સોપી દીધો .
બુદ્ધ કહે છે કે
દુઃખ એ એક વિચાર છે . તમે જેવું વિચારશો તેવી તમને અનુભૂતિ થશે . સરીની સારી અને
ખરાબની ખરાબ .
બોધ : આ વાર્તા
પરથી એ સીખ મળે છે કે વિચાર બદલો જીવન બદલાઈ જશે .
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
" મૃત્યમ "
0 ટિપ્પણીઓ