Fixed Menu (yes/no)

header ads

જે કરવું હોય એ આજે જ કરો | Do what you have to do today in Gujarati | ગુજરાતી પૌરાણિક વાર્તા | ગુજરાતી પૌરાણિક કથા | Gujarati Mythology

જે કરવું હોય એ આજે જ કરો | ગુજરાતી પૌરાણિક વાર્તા | Gujarati Mythology | ગુજરાતી પૌરાણિક કથા | Pauranik story |  Poranek Katha | Rochak Kathaye | Dharmik katha | भारत की पौराणिक कथा

 


વાર્તા અહી યુધીષ્ઠીર , ભીમ અને એક બ્રામણ ની છે .
 

એકવાર રાજાના મહેલમાં એક બ્રામણ આવ્યો . એના મો પરથી લાગતું હતું કે ખુબ ચિંતામાં છે . બીજું કોઈ એનું દુઃખ દુર કરી શકે તેવું હતું નહિ માટે બ્રામણને યુધીષ્ઠીર પાસે આવવું પડ્યું .

 

જ્યારે બ્રામણ યુધીષ્ઠીરને મળે છે , પોતાની દિકરીના લગ્ન કરાવવા માટે થોડા પૈસાની સહાય માગે છે ત્યારે તે રાજા યુધીષ્ઠીર કહે છે કે હું અત્યારે કામમાં છું કાલે આવજે , કાલે તારું કામ થઇ જશે .

 

આવું કીધા બાદ એ બ્રામણ કશું બોલી ના શક્યો , હવે રાજાને શું ખબર કે કાલે જ પૈસાની જરૂર છે , આટલા બધા કામ છે , ઘરની જવાબદારી છે , મહેમાનોને સાચવવાના છે આ બધું કેમ સચવાય માટે પૈસાની જરૂરીયાત હતી , માટે થોડી સહાય માટે મહેલ સુધી આવવું પડ્યું .

 

બ્રામણ ઉદાસ ચહેરે મહેલની બહાર જતો હોય છે ત્યારે ભીમ સામે મળે છે , પણ બ્રામણનું માથું નીચે જ ઝુકેલું હતું , મો રડમસ હતું પણ પુરુષ હોવાના કારણે રડી પણ નહતું શકાતું .

 

ભીમ પણ તેની પાછળ પાછળ જાય છે અને મહેલના દરવાજે એને પૂછે છે શું થયું બ્રામણદેવતા કોઈ તકલીફમાં લાગો છો , તો એ બ્રામણે કહ્યું મારા ઘરે લગ્ન પ્રસંગ છે ,

 

ભીમ કહે આ તો સારા સમાચાર છે તો પછી ચહેર્રો ઉદાસ કેમ છે .

 

બ્રામણ : હુ રાજાને મળવા ગયો હતો ત્યાં મેં થોડા પૈસાની સહાય માગી પણ પૂરી વાત ના સાંભળી એ કોઈ કામમાં હતા એટલે .

ભીમ : બસ આટલી વાત કેટલા પૈસાની જરૂર છે હું આપી દઉં બસ .

 

પછી પૈસા લઇબ્રામણ તો પોતાના ઘરે ચાલ્યો જાય છે પણ ભીમને મોટા ભાઈનું કામ ના ગમ્યું . એટલે ભીમે આખા નગરમાં ઢીંઢેરો પીટી દીધો કે રાજાએ સમયને કાબુ કરવાની વિદ્યા શીખી લીધી છે .

 

જ્યારે આ વાત રાજા યુધીષ્ઠીરને જાણ થાય છે ત્યારે તે ભીમ જોડે જાય છે અને કહે છે મેં ક્યાં સમયને કાબુ કરવાની વિદ્યા શીખી છે આવું તને કોણે કીધું .

 

ભીમ ચતુરાઈથી કહે છે મેં આજે સવારે એક બ્રામણને ઉદાસ ચહેરે બહાર જતા જોયો જ્યારે મેં એને પૂછ્યું તો રાજાએ મને કાલે બોલાવ્યો પૈસાની સહાય હેતુ . પણ એના મો પરથી લાગતું હતું કે એ પીસાની જરૂર તેને આજે છે પણ એની ઇચ્છા પૂરી ના થઇ .

 

મોટા ભાઈ હું તમારું અપમાન કરવા નથી માંગતો પણ હું તમને કહું છું કે કાલ કોણે જોઈ છે , કાલ તમને કે મને કશું થઇ જાય અને પેલા બ્રામણની કોઈપણ પ્રકારે સહાય ના થાય એમાં પાપ કોણે લાગે , આપણાને જ લાગે ને ....

 

વાર્તા જોવા જઈએ તો સાવ નાની છે પણ સાર ખુબ મોટો .

 

જીવનમાં મોટા ભાગે વ્યક્તિઓ કાલ ઉપર જ જીવતા હોય છે . શું આ યોગ્ય છે . જે વ્યક્તિ આજનું કામ કાલ ઉપર છોડે તો શું એ કાલનું કામ આવતી કાલ ઉપર ના છોડી શકે . છોડી જ શકે . પછી એનું ધીમે ધીમે પતન જ થાય છે .

 

જે વ્યક્તિ આજનું કામ આજે કરે છે એ જીવનમાં આગળ તો વધે છે પણ સાથે સાથે એનું માન પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે . એની પોતાની નામના વધે છે .

બોધ : આજનું કામ કાલ પર છોડવાથી ભવિષ્યમાં ખુબ મોટી પરીસ્થીનો સામનો કરવાનો વારો આઅવે છે . માટે આજે જ ચેતી જાઓ .

 

આજમાં જીવો આવતી કાલ કોણે જોઈ છે . 


મારી વાર્તા , સુવિચારો અથવા શાયરી સારી લાગતી હોય તો તમારા સ્નેહીજનોને શેર અવશ્ય કરો .

આભાર 

" મૃત્યમ "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ