દોડી શકે એવા પગ ક્યાંથી લાઉં | ગુજરાતી પ્રેરક વાર્તા | Where can I get running legs | Gujarati Motivational Story
ગુજરાતી પ્રેરક વાર્તા | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
કહેવાય છે કે પાપ
અને પુણ્યના ચક્કરમાં ના પડો જે સાચું છે એ જ માર્ગ અપનાવો .
કોઈને દુઃખી કરવું
એ મોટામાં મોટું પાપ છે અને કોઈના મો પર ખુશી લાવવી એ મોટામાં મોટું પુણ્ય . બસ
વાર્તા કંઈક આવી જ છે . અને હું છું મૃત્યમ તો ચાલો વાર્તા જોઈ લઈએ .
મોટા શહેરમા પણ
નાના એવા વિસ્તારમાં પંદર વર્ષનો છોકરો રહેતો હતો . પરિવારમાં એ , એનો નાનો ભાઈ અને
માતા – પિતા હતા . ગરીબ તો કહેવાય પણ એમનો સામાન્ય પરિવાર
હતો .
સવાર પડે એટલે એના
પિતા નોકરી કરવા જાય અને ભાઈ શાળાએ જાય અને માં ઘરના કામકાજમાં રચી પછી રહે એટલે
એના જોડે સમય વિતાવવાળું કોઈ હતું જ નહિ ....
એ પોતે દુનિયાની નજરોમાં
જીવતો તો હતો પણ એનું મન તો એવું કહેતું હતું કે એ પોતે અંદરના અંદર બળી રહ્યો હોય
, અંદરના અંદર મરી રહ્યો હોય . બસ એક મૃત્યનો સમય બાકી રહ્યો હતો . એને પોતાને લાગતું
હતું હવે મારો મૃત્યુનો સમય નજીક હોય તો સારું . મને હવે આવું જીવન જીવવામાં કોઈ
રસ નથી .
લોકોને દોડતા
જોઇને , લોકોને જાતજાતની રમત રમતા જોઇને એનું મન કોઈ ખૂણે છુપાયેલું હોય એવું લાગતું
હતું એને . પણ કરે શું ? લાગે છે હવે તો
મન મારીને જીવવું પડશે .
એકવાર શું થયું કોઈ
ટપાલીએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો . ઉનાળાનો સમય હતો એટલે થોડો તપેલો પણ હતો , એ તો
તપેલો હતો પણ એનું મગજ પણ તપેલું હતું લાગતું હતું ગુસ્સામાં હતો . દરવાજો ખોલતા
વાર થઇ એટલે ટપાલીએ થોડી જોરથી બુમ મારી ....
અલા કોઈ ઘરમાં છે
કે નહિ , જરા જલ્દી આવો બહાર મારે હજુ બીજી જગ્યાએ પણ જવાનું છે !
એટલામાં અંદરથી
અવાજ આવ્યો હા તો ટપાલ દરવાજાની નીચેથી ફેકી દો .
ટપાલી બોલ્યો :
હું ટપાલ નીચેથી નાખી તો દઉં પણ તમારા હસ્તાક્ષર પણ જોઇશે . એટલે તમારે બહાર તો
આવું જ પડશે .
છોકરો હા તો ઉભા
રહો હું બે મીનીટમાં આવું .
ટપાલી : જરા જલ્દી
આવજો ને મારે બીજી જગ્યાએ પણ જવાનું છે .
બે મિનીટ થઇ ગઈ
છતાં કોઈ આવ્યું નહિ એટલે એ ટપાલી વધારે અકળાયો . જેવી બીજી બુમ પાડવા જાય છે
એટલામાં માં તો દરવાજો ખુલે છે . ટપાલી એ છોકરાને જેવો જોવે છે બધો ગુસ્સો અને
અકળામણ બધું ગાયબ થઇ જાય છે .
પેલો છોકરો કહે છે
માફ કરજો જરા મારે થોડી વાર થઇ હું ચાલી શકતો નથી અને ઘરે કોઈ છે પણ નહિ . પેલો
ટપાલી કહે કાઈ વાંધો નહિ દિકરા , લે અહીં હસ્તાક્ષર કરી લે તારી ટપાલ આવી છે . ટપાલ
આપી ટપાલી ચાલ્યો જાય છે .
થોડા દિવસ વીતે છે
.... ટપાલી પાછો એ જ ઘરે આવે છે ટપાલ આપવા અને દરવાજો ખખડાવતા કહે છે ટપાલ આવી છે ટપાલ
લઇ લો અને કોઈ જલ્દી નથી તમે સાચવીને આવજો .
પાંચ મિનીટ પછી
દરવાજો ખુલે છે અને ટપાલ આપી જેવો ટપાલી રવાના થાય છે ત્યારે એ છોકરો બોલે છે ..
જરા થોભો હું પણ
તમારા માટે કંઇક લાવ્યો છું . અને આ ગીફ્ટ તમે ઘરે ઘરે જઈને જ ખોલજો . જીવનમાં
પહેલીવાર ટપાલીને કોઈએ આવી રીતે ગીફ્ટ આપી હતી . ગીફ્ટ જોઈ પહેલા તો થોડો વિચારમાં
પડ્યો મને કોઈએ ગીફ્ટ આપી અને બીજી બાજુ ખુશ પણ હતો મને પણ કોઈ ગીફ્ટ આપે છે . મનમાં
કુતુહલ હતું એ વસ્તુ જોવાનું .
ટપાલ બધે આપીને
જલ્દી ઘરે જઈને એ ગીફ્ટ ખોલે છે ત્યારે એમાં સારા એવા બુટ હતા . એ જોઈ એના આંખમાં
પાણી આવી જાય છે રડવું હોય છે પણ એ રડી શકતો નથી .
એને અહેસાસ થયો દુનિયામાં
સારા માણસો પણ છે . એક જગ્યાએ પાણી માગ્યું એ પણ ના મળ્યું અને એક નાના બાળકે મને
બુટ આપ્યા . આટલા બધા લોકોની નઝર મારા પગ સુધી ના ગઈ પણ એક અપંગ બાળક જે પોતે ચાલી
નથી શકતો એને મારા દુઃખનો અહેસાસ થયો .
બીજા દિવસે સીધો એ
ઘરે પાછો જાય છે અને રડતા રડતા કહે છે ...
દિકરા તારો આભાર
તે મને ઉનાળામાં પગ ના બળે તે માટે બુટ લાવી આપ્યા પણ હું તારા માટે પગ ક્યાંથી લાવું?
બોધ : લાગણીની
દુનિયામાં માણસ પોતે આખે આખો બદલાઈ જાય છે એનામાં સત્કર્મોનો જન્મ થાય છે .
કહેવાય છે લાગણી એ
વ્યક્તિ પર રાખો જેને તમારી કદર હોય બાકી બીજા તો તમારી હસી જ ઉડાવશે .
0 ટિપ્પણીઓ