જ્યારે કોઈ વિકલ્પ ના હોય ત્યારે | ગુજરાતી પ્રેરક વાર્તા | When there is no alternative in Gujarati | ગુજરાતી પ્રેરક વાર્તા | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
એક કૌવાન નામનું
ગામ હતું . ઉનાળો વેકેશન પતિ ગયું હતું . શાળા ખુલવાનો સમય થઇ ગયો હતો . ગામમા એક
નવો પરિવાર રહેવા આવ્યો હતો . હવે એમાં એક બાર વર્ષનો છોકરો હતો , એને શાળામાં
પ્રવેશ લેવાનો હતો , એટલે એના પિતા પોતાના બાળકને લઇ શાળાએ પ્રવેશ માટે જાય છે .
પ્રવેશ માટે ફોમ ભરી છે , શાળામાં દાખલ પણ થઇ જાય છે . કાલથી શાળા શરુ થતી હોવાના
કારણે બધાએ કાલથી શાળાએ આવવાનું હોય છે .
ગામમાં એક પહેલેથી
જ કાળું નામનો બાળક હોય જ છે અને ઘણો હોશિયાર હોય છે . એના માં બાપને તો ઠીક પણ શાળામાં
ભણાવતા એના સાહેબને લાગી આવ્યું કે આ છોકરો જરૂર આગળ જઈ કોઈ મોટું કામ કરશે . અને
આગળ એવું જ થાય છે .
ગામમાં જે નવો
પરિવાર રહેવા આવ્યો હતો એમાં પણ એક ખુબ જ હોંશિયાર બાળક હતો . એનું નામ મોન્ટુ
હતું . એને હાલમાં જ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો . શાળામાં ક્લાસ અલગ અલગ હોવાના
કારણે પહેલા તો એ બે વચ્ચે વાત ના થઇ પણ જેમ ધીમે ધીમે શાળામાં ચાલતા પ્રોગ્રામો
દરમિયાન એ બેની મુલાકાત થઇ ત્યારે એ મુલાકાત દોસ્તીમાં બદલાઈ .
સમય જતા એમનીદોસ્તી એટલી મજબુત બની કે સાથે રમતા , સાથે ભણતા અને સાથે શાળામાં પણ જતા . પરીક્ષા
હોય ત્યારે તો ખબ મહેનત કરતા . રમવા સમયે તો ભરપુર રમી પણ લેતા .
એકવાર થયું એવું
કે એ નવો નવો ફૂટબોલ લાવ્યા હતા . શિયાળો સમય હતો . રમતા રમતા ગામની બહાર ક્યારે
પહોચી ગયા એ એમને પણ ભાન ના રહ્યું રમવામાં ને રમવામાં . ગામની બહાર એક જુનો કુવો
હતો . ખાસા સમય સુધી ખાલી જ પડ્યો હતો . હવે મોન્ટુએ એક કિક ફૂટબોલને એવી તો મારી
કે એ જ જુના કુવામાં પડ્યો .
હવે કરવું શું ? એક
તો ફૂટબોલ આજે તો લાવ્યા હતા અને એમાય બોલ આ જુના કુવામાં પડી ગયો . મોન્ટુ કહે
બોલ મેં નાખ્યો છે એટલે હું જ એને બહાર લઇ આવું . બોલતા બોલતા આગળ ચાલ્યૂ અને એનો
પગ લપસતા એ પોતે જ કુવામાં પડી ગયો . હવે કરવું શું ? પેલો કાળું તો ડરી ગયો . કંઈ સુઝે પણ નહિ .
હવે એને લીધા વગર
તો ઘરે જાય પણ કેવી રીતે , ઘર પણ ખુબ દુર હતું , રમતા રમતા ગામની બહાર તો આવી ગયા
હતા . અને કોઈ એટલામાં હતું પણ નઈ જે કાળુની મદદ કરે . પણ એને હિમ્મત ન હારી .
કુવાની બાજુમાં ડોલ
અને દોરી પડી હતી . એ દોરીને ડોલ સાથે
બાંધી સીધી કુવામાં નાખી અને બુમ પાડી કહ્યું મોન્ટુ તું આ ડોલમાં બેસી જા હું તને
બહાર લાવીશ . ભૂખ્યો , તરસ્યો કાળું મહામહેનતે મોન્ટુને બાહર લઇ આવે છે . ખુબ
મોડું થઇ જાય છે . શિયાળાનો સમય હતો એટલે ભૂખ તો લાગી જ હોય અને ઉપરથી ઠંડી અને
રાત પણ થવા આવી હતી .
જેવા એ બે લોકો
ગામમાં પ્રવેશ કરે છે ત્યાં તો ટોળું ભેગું થઇ ગયું હતું . મોન્ટુ અને કાળુંના માં
બાપ રડી રહ્યા હતા . કેમ કે આટલી શોધખોળ દરમિયાન એ બે ન મળ્યા . જ્યારે એ બે ને
બધાએ જોયા તો થોડી રાહત થઇ .
જયારે એમને
પૂછવામાં આવ્યું કે તમે ક્યાં હતા ત્યારે એ બે ના મનમાં શું બોલવું એનો વિચાર
ચાલતો હતો . ખોટું તો બોલી દઈએ પણ શું બોલવું એ લોકો એ હાલતમાં જ નહતા એટલે એમનેસાચું બોલવાનો નિર્ણય કર્યો .
જયારે એ બે સાચું
બોલ્યા ત્યારે બધા હસવા લાગ્યા . અને કહેવા લાગ્યા આવું બની જ ના શકે . એક નાનો
છોકરો જે સરખી રીતે પાણીની ડોલ ના ઉચકી શકે એને બાર વર્ષના છોકરાને કેમ બચાવ્યો
હશે ? પછી એમાંના ઘરડા સરપંચ બોલ્યા ના આ નાના છોકરાઓ સાચું બોલે છે . કાળુએ જરૂર
મોન્ટુને એ જુના કુવામાંથી બહાર કાઢ્યો હશે . કેમ કે ત્યાં કોઈ એવું વ્યક્તિ નહતું
કે એ કહી શકે તારાથી આ નહિ થાય . અને કાળું પાસે પણ બીજો કોઈ વિકલ્પ પણ હતો . એટલે
આ કામ એનાથી થઇ શક્યું .
બોધ : લોકો શું
કહેશે એની ચિતા કરશો તો તમે આગળ નહિ વધી શકો .
0 ટિપ્પણીઓ