પ્રેરક બાળવાર્તા | Motivational Children's Story in Gujarati |બાળવાર્તા pdf | ટૂંકી બાળવાર્તા | નવી બાળવાર્તા | નાના બાળકોની વાર્તા
1) કીડી અને ઝાડના પાંદડાની વાર્તા :
કહેવાય છે કે દરેક માણસ કોઈના કોઈ ઉદેશ્ય સાથે જન્મ લે
છે અને એ ઉદેશ્ય શું છે પારકુ કોઈ નહિ પોતે જ નક્કી કરવું પડશે . અહી બસ આ જ વાર્તા
રજુ કરવાની છે .
એક શહેર હોય છે . એમાં પ્રાણીસંગ્રાલય હોય છે . એમાં
ખુબ જ સુંદર તળાવ હોય છે અને તેની સાથે સાથે લીલા ઝાડ , રંગબેરંગી ફૂલોના છોડ
બીજું ઘણું બધું હોય છે .
બહારથી જોવા આવતા લોકોને આ જગા ખુબ જ ગમે છે . જે
લોકો એકવાર આ જગ્યા પર આવે એ બીજી વાર કોઈ સમયે આવ્યા વિના રહી જ ના શકે . એવી સુંદર
જગ્યા હોય છે .
બહારથી આવતા લોકો રંગબેરંગી ફૂલોના વખાણ કરે , સુંદર
તળાવના વખાણ કરે , પ્રાણીસંગ્રાલયમાં રહેતા પક્ષીઓના વખાણ કરે , સિંહ , વાધ ,
શિયાળ , હાથી , ગેંડો જોઇને તો બાળકોને નવાઈ લાગે , કેમ કે જે બાળકોએ ટીવીમાં કે
ફોનમાં આ બધા પ્રાણીઓને જોયા હોય ત્યારે નાના લાગતા જ્યારે રૂબરૂ જોયા તો ખૂંખારલાગતા કે હમણાં જ એમની ઉપર એટેક ના કરે એ બીકમાં રહેતા.
અહી આ પ્રાણીસંગ્રાલયમાં એક ઝાડનું પાન આ બધું જોઈ
રહ્યું હતું . એ થોડું ગુસ્સામાં હતું અને બીજી તરફ દુઃખી પણ હતું . કેમ કે એના
કોઈ વખાણ નહતું કરતુ . આ જોઇને રડતું પણ હતું એકાંતમાં .
થયું એવું કે રવિવારનો દિવસ હતો . જે લોકોને નોકરી
પર રજા હતી એ લોકો પોતાના પરિવાર સાથે આ જ પ્રાણીસંગ્રાલયમાં ફરવા માટે આવ્યા હતા .
અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો . સુસવાટા સાથે પવન ફૂંકાયો . આંધી જ આવી હોય એવું
લાગી રહ્યું હતું . બધા પ્રાણીઓ અને પંખી ખુબ જ આવાજ કરવા લાગ્યા . થોડીવારમાં તો
બધું ખેદાન મેદાન થઇ ગયું .
એક તરફ જે છોડ હતા ફૂલના એ બધા વેરાઈ ગયા બીજી બાજુ ઝાડના
પાન પણ ઘણાખરા નીચે પડી ગયા . નાના જીવોનો તો જીવ સંકટમાં આવી ગયો હતો . હવે જે
ફૂલ દુઃખી હતું અને ગુસ્સે હતું એ ફૂલ તળાવમાં પડ્યું . અને એ જ તળાવમાં એક નાનકડી
કીડી પણ ડૂબી રહી હતી . તો એ પાંદડાએ જલ્દી જદલી ત્યાં જઈ એ કીડીનો જીવ બચાવ્યો
બદલામાં કીડીએ એ પાંદડાનો આભાર માન્યો અને ધીમા અને થોડા રડું અવાજે બોલી આજે તમે
ના હોય તો મારી મૃત્યુ નક્કી હતી . તમારો ખુબ ખુબ અભાર . આ સાંભળીને પાંદડાને થયું
કે હું નકામો નથી , હું પણ કોઈના કામમાં આવી શકું છું . લોકો ભલે બીજા બધા સુંદર વસ્તુના
અથવા વ્યક્તિના વખાણ કરે એને મારે શું ? હું પણ ખાસ જ છું બીજા સમજે કે ના સમજે !
2 ) રાજકુમારી અને પોપટની વાર્તા :
એક મહેલ હતો . એમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી .
એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું મારે પોપટ જોવે છે એ પણ બોલતો .
રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવી દઉં .
રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો ! સૈનિકો
જાઓ ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવથા કરો . અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી
મહેલમાં પગ ના મુકતા . હવે તો રાજાની સાથે સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા ,
રાજકુમારી માટે બોલતો પોપટ લાવો ક્યાંથી ?
સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી . બધે શોધ્યું પણ
બોલતો પોપટ મળ્યો નહિ . સૈનિકો પોપટને શોધતા શોધતા ક્યારે જંગલમાં આવી ગયા એનું
ભાન રહ્યું નહિ . એ લોકો ખુબ થાકી ગયા હતા માટે એક મોટા ઝાડ નીચે થોડીવાર આરામ
કરવાનું વિચાર્યું . આરામ કરતા કરતા ક્યારે એ બધાની અંખ મીચાઈ ગઈ એની ખબર ના રહી .
થોડીવાર પછી કોઈ બોલી રહ્યું હોય એવો આભાસ થયો . જે
સૈનિકો સુઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું પણ કોઈ આસપાસ
દેખાયું નહિ . ચારેતરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહિ , પછી જેવું ઉપર જોયું તો એક પોપટ
ઝાડની ડાળી પર બેઠો હતો અને તે જ બોલી રહ્યો હતો . એ જોઈ પહેલા તો આશ્રર્યમાં
પડ્યો અને બીજી બાજુ હરખાયો . આ શું એક પોપટ એક હાથી જોડે વાત કરી રહ્યો છે . લાગે
છે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા હશે . પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપટને
મહેલમાં લઇ કઈ રીતે જવો . એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે .
એ સૈનિકે બધાને પહેલા તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ
વિચારવાનું કહ્યું . થોડીવાર પછી એમાંથી જ કોઈ સૈનિકને એક યુક્તિ સુજી , આપડે પાંચ
જણા તો હાથીને નહિ પહોચી વાલીએ પણ હા એક ઉપાય છે એમને બેહોશીવાળું ખાવાનું આપીએ તો
કેવું સારું ! જ્યારે એ હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહે ત્યાર પછી હાથીને પડતો મુકીને
પોપટને લઇ જઈશું . બધા સૈનિકે વાતમાં હા મિલાવી અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા
થઇ હતી .
હાથી બેહોશ થયો તરત જ સૈનિકો પોપટને લઇ મહેલ જવા
પ્રસ્થાન કર્યું . જ્યારે રાજકુમારી એ પોપટને જોવે છે ત્યારે ખુશ થઇ જાય છે . એક
પિજરામાં પુરાયેલો પોપટ ખુબ ગમ્યો . એ ખુશી ખુશી પોપટને પોતાના કક્ષમાં લઇ જાય છે .
એને બહુ બધું ખાવાનું આપે છે . પણ પોપટ નથી ખાતો . જ્યારે પાણી આપ્યું તો પાણી પણ
નથી પીતો . થોડો સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે . રાજકુમારીને એમ
કે આ પોપટ મૃત્યુ પામ્યો છે હવે આને હું શું કરું . જેવું પિંજરૂ ખોલે છે અને
પોપટને બહાર કાઢે છે અને જમીનમાં દાટવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે એવો જ પોપટ
ફટાફટ ઉડી જાય છે . અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈ જ રહે છે .
બોધ : ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો દુપયોગ
ના કરવો . પશુ અને પંખી ખુલ્લા આકાશમાં જ શોભે એને મહેબાની કરીને પિંજરામાં ના
પૂરો . તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ પણ બની શકે છે .
૩ ) ચકલી , પોપટ અને કાગડાની વાર્તા :
એક જંગલ હતું . જંગલ ખુબ જ મોટું હતું . એમાં એક
ચાલી રહેતી હતી . એને ચાર બચ્ચા હતા . ચકલીના માળાની સામે એક પોપટનો માળો હતો . એ
પોપટ ખુબ જ ઈર્ષાળુ હતો . એને કોઈનું સારું થાય એ જરાય ના ગમે . અને એ પોપટના
માળાની પાછળ કાગડાનો માળો હતો . કાગળો ખુબ જ ભોળા સ્વભાવનો હતો . એને કોઈ ગમે તે
કહી દે તે જલ્દી માની જાય .
ચકલીનો માળો ખુબ જ સુંદર હતો અને એ જોઇને પોપટને ખુબ
જ ઈર્ષા થતી હતી . અને હવે તો ચકલીને ચાર બચ્ચા હતા એટલે અવાજના કારણે એ ખુબ જ
પરેશાન રહેતો . પોપટને હવે તો ચકલીને બોલાવી પણ ના ગમે પણ હવે શું કરે એના સામે જ
તો માળો હતો એનો માળો છોડીને જાય પણ ક્યાં ?
ઉનાળાની ઋતુ પૂરી જ થવા આવી હતી હવે ચોમાસું બેસવાની
તૈયારીમાં હતું . એટલે હવે તો ચકલીની ચિંતા વધી ગઈ , હવે હું મારા બાળકોને ખાવાનું
શું ખવડાવીશ . બાળકોને એકલા મુકીને ખાવાનું લેવા કેવી રીતે જઈશ . એટલામાં એને
વિચાર આવ્યો સામે તો પોપટભાઈ છે એમને કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખે હું
હમણાં જ ખાવાનું લઈને આવું છું . પણ પોપટભાઈએ પણ એમ જ હા પાડી દીધી હા પાડવા ખાતર .
જ્યારે ચકલી આ બધું કહેતી હતી ત્યારે કાગડાની નજર ત્યાં પડી અને ત્યાં એ પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યા . એ આવે એ પહેલા તો ચકલી ખાવાનું લેવા જતી રહી , જ્યારે કાગડાભાઈએ પોપટને કહ્યું શું કહેતી હતી ચકલી તો પોપટે કાગડાભાઈને ખોટું કીધું . એવું કીધું કે જોવોને પોપટભાઈ આ કાગડો કેવો ગંદો રહે છે પોતાના માળામાં અને માળો એના કરતા પણ ગંદો છે . કોણ જાણે એ કેવી રીતે રહેતો હશે . મને તો આવું જરાય ના ગમે . મને તો મારો માળો વ્ય્વસ્થાવાલો જોઈએ અને સુંદર જોઈએ આવા માળામાં તો કંઈ રહેવાતું હશે ? કાગળો તો આ સાંભળીને ગુસ્સે થઇ ગયો . અને ચકલી આવે એની રાહ જોવા લાગ્યો . ક્યારે ચકલી આવે અને બદલો લઉં .
થોડીવાર પછી ચકલી આવી જાય છે અને જેવી ચકલી એના માળાની
અંદર જાય છે એવામાં ધોધમાર વરસાદ ચાલુ થઇ જાય છે અને થોડીવારમાં તો કાગડાનો માળો
તૂટી જાય છે અને તે જલ્દીથી પોપટભાઈની મદદ લે છે પણ પોપટ મદદ કરવાની ના પાડી દે છે
. પોપટ એવું કહે છે કે મારો માળો તો ખુબ જ નાનો છે આપડે બેઉ આ માળામાં સમાવી નહિ
શકીએ પછી જયારે એ ચકલીબેનની મદદ માગવા જાય છે ત્યારે તે રાજી રાજી કાગડાભાઈને પોતાના
માળામાં બોલાવી દે છે અને કહે છે કાગડાભાઈ મારે ચાર બાળકો થયા એટલે મેં પહેલેથી જ
માળો મોટો બનાવી લીધો હતો જેથી કરી ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ના નડે .
પછી તો ચકલી અનેકાગડાભાઈની લાંબી વાત ચાલે છે અને
પેલી પણ વાત બહાર આવે છે જે પેલા પોપટે ચકલી વિષે કહી હતી . ચકલી કહે છે કાગડાભાઈ
મેં તો આવી કોઈ વાત તમારા વિષે કરી જ નથી . જ્યારે કાગડાભાઈને સત્યનું ભાન થાય છે
ત્યારે ખુબ જ અફસોસ થાય છે . ત્યારથી કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત ના સાંભળવી .
જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકી દેવો .
બોધ : આ વાર્તાથી એ સીખ મળે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ
ના મુકવો . સત્ય જાણવા માટે બે પક્ષો સામસામે હોવા જરૂરી છે . જો કોઈ એક પક્ષની
વાત સાંભળશો તો તમે પોતે પણ મુસીબતમાં પડી શકો છો .
0 ટિપ્પણીઓ