Fixed Menu (yes/no)

header ads

ઘડીભરના શોખ અને આંઠ કલાકની મહેનત | ગુજરાતી પ્રેરક વાર્તા | Gujarati Motivational Story

ઘડીભરના શોખ અને આંઠ કલાકની મહેનત | Gujarati Motivational Story


Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf



કહેવાય છે કે પૈસા ઉડાવવા તો સહેલા છે પણ પૈસા કમાવવા એટલા અઘરા .

વાર્તામાં આવું જ કંઇક છે . પિતાના પૈસાથી જ મોજશોખ થાય પોતાના પૈસાથી તો જવાબદારી અદા થાય .


એક રાજુ હતો . એ ખુબ જ ઘનવાન પરિવારનો છોકરો હતો . એના ઘરમાં ધન દોલત એટલું કે સાત પેઢી સુધી પણ ના ખૂટે . રાજુ મનમોજીલો હતો . એને કોઈ કામ કરવું ગમે જ નહિ . બસ આખો દિવસ બહાર ફરવું , ખાવું પીવું અને જલસાની જીન્દગી જીવવી .

 

રાજુ દશમું પાસ થઇ ગયો , બારમું પાસ થઇ ગયો અને હવે તો કોલેજ પણ પૂરી થઇ ગઈ પણ એનામાં કોઈ સભાનતાપણું જોવા મળ્યું નહિ . એના પિતાને ચિંતા થવા લાગી . જો આ આવું ને આવું કરશે તો તે પોતાના જીવનમાં આગળ નહિ વધી શકે . લાગે છે મારે જ હવે કંઈક કરવું પડશે . રાજુના પિતાએ કોલેજ પત્યાના છ મહિના તો રાહ જોઈ જોવું કે હવે એ શું કરવા ઈચ્છે છે પણ એ તો એટલો બધો છુટ્ટો થઇ ગયો હતો કે એની કોઈ હદ જ નહિ . ગમે ત્યારે બહાર જવાનું ગમે ત્યારે જમવાનું કોઈ કામ સમયે ના કરવું એના માટે કોઈ રીવાજ નહિ નિયમ નહિ . આ બધું એના પિતાને તો ખ્યાલ ન હતો આતો જયારે તેઓ થોડા દિવસ બીમાર પડી ગયા ત્યારે જોયું તો તેનો  દિકરો હાથમાંથી છૂટી ગયો છે એવું લાગ્યું . એની માં તો કોઈ ધ્યાન આપતી જ નહતી એવું કહી શકાય . હવે મુદાની વાત એ હતી કે આને સુધારવા કરવું શું ? એ હતું . બસ થોડા સમય બાદ તબિયતમાં સુધાર આવે તેની જ એ રાહ જોઈ રહ્યા હતા . 


થોડા સમય બાદ એમની તબિયત સુધારવા મળી તેઓ સાજા થઇ ગયા અને ઓફિસનું જે કામ હતું એ બધું પતાવી લીધા બાદ એના દિકરા વિશે વિચાર્યું . એક દિવસ સવારની વાત છે એમણે દિકરાને કહી દીધું કે આજે તું મને પૈસા કમાવીને આપ જેટલા મળે એટલા જો નાં લાવ્યો તો ઘરમાંથી કાઢી મુકીશ . એટલે એને એના પિતાને ગયા બાદ માં જોડે એક હજાર રૂપિયા માંગ્યા અને એની માં એ આપી પણ દીધા જ્યારે એના પિતા સાંજે આવે છે જમી લીધા બાદ નિરાતે એના દિકરાને બોલાવીને કહે છે કે આજે દિવસ કેવો રહ્યો તો એનો દિકરો એના પિતાને એક હજાર રૂપિયા આપી દે છે અને એના પિતા કહે છે જા આ હજાર રૂપિયા પેલા દરિયામાં ફેકી આવ એટલે એનો દિકરો એ હજાર રૂપિયા દરિયામાં ફેકી દે છે . શક તો એમણે પડી ગયો દાળમાં કશું કાળું છે એટલે એમને એની માં ને થોડા દિવસ પિયર એટલે કે પોતાના ઘરે મોકલી દીધી . 


બીજા દિવસે સવારે આની આ જ વાત થઇ આજે પણ તું પૈસા કમાવીને લાવજે નહિ લાવે તો ઘરની બહાર કાઢી મુકીશ . હવે શું કરે એ મમ્મી તો હતી નહિ તો પૈસા કોની જોડેથી લે . એટલામાં એની બહેન ચા આપવા આવી તો એને એની બહેન પાસેથી પાંચસો રૂપિયા લઇ લીધા . જ્યારે સાંજે એના પિતા આવ્યા જમીને નિરાતે એના દિકરાને બોલાવ્યો અને એનો એ જ સવાલ પૂછ્યો ત્યારે જે પૈસા આપ્યા હતા એની બહેને એ પૈસા પણ દરિયામાં ફેકી દીધા . એના પિતાને હજુ પણ દાળમાં કાળું લાગતું હતું .એટલે એમને એની બહેનને પણ મામાના ઘરે મોકલી દીધી થોડા દિવસ માટે . 


કાલે પાછી નવી સવાર પડી અને આજે પણ એની એ જ વાત આજે પણ તારે પૈસા કમાવીને લાવવાના છે જો નહિ લાવે તો ઘરમાંથી કાઢી મુકીશ .હવે એ કરે શું મમ્મી પણ ઘરે નહિ , બહેન પણ ઘરે નહિ એટલે આજે એ સાચામાં જ કામ કરવા ઘરેથી નીકળ્યો . સાંજ પડી ગઈ પાછો આજે પણ એનો એ સવાલ બોલ બેટા કેવો રહ્યો આજનો દિવસ આજે કેટલા પૈસા કમાવીને લાવ્યો છે તો એનો દિકરો કહે આજે તો બસ સો રૂપિયા જ મળ્યા સારું તો આ સો રૂપિયા પેલા દરિયામાં ફેકી આવ આજે તો એના દિકરાએ સાચી રીતે મહેનત કરી હતી એટલે એ સો રૂપિયા દરિયામાં ફેકવાની ના પાડી અને કહ્યું ! શું પપ્પા આજે તો કામ કરીને મારા હાથ દર્દ કરે છે અને કમરમાં પણ દુખાય છે આ તો મહેનતના પૈસા આમ કેમ હુ સો રૂપિયા દરિયામાં ફેકી દઉં . ત્યારે એમને ખબર પડી કે આજે મારો દીકરો સાચે જ મહેનત કરીને આવ્યો છે . પછી એના પિતાએ પૈસાનું મહત્વ સમજાવ્યું ત્યારે એને ભાન થયું કે 

પૈસા જેટલા આસાનીથી વાપરી સહાય છે એટલી આસાનીથી કમાવી શકાતા નથી .


બોધ : પૈસો પૈસાને નહિ પણ પરિશ્રમ પૈસાને ખેચે છે . માટે મહેનત કરવાનું બંધ ના કરો . લાગે તો થોડા સમય માટે વિરામ લઇ લો પણ અવિરત આગળ વધતા રહો . 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ