ભાવવાળી ભક્તિ કરો ઉપરવાળો જરૂર સાંભળશે | પ્રેરક વાર્તા | ગુજરાતી પ્રેરક વાર્તા | Bhavvali Bhakti Karo Uparvalo Jarur Sambhalshe | Gujarati Motivational Story
ગુજરાતી પ્રેરક વાર્તા | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
૧ ) એક દુઃખી યુવાનની વાર્તા :
એક ચોત્રીસ –
પાંત્રીસ વયનો વ્યક્તિ જેનું નામ ધરમ હતું . કોઈ કામ ધંધામાં પ્રગતિ નહતી થતી એટલે
ઉદાસ અને દુઃખી ખુબ જ રહેતો હતો . શું કરવાથી પ્રગતિ થાય એની સમજણ પડતી નહતી .
કોઈ કહે તું
ભગવાનમાં નથી માનતો એટલે તારા આવા દિવસો છે . એક કામ કર તું ભગવાન કૃષ્ણની મૂર્તિ
લાવ પ્રસન્ન રહીશ . પ્રસન્ન રહીશ તો કામમાં તારું ધ્યાન વધશે અને કામમાં તારું
ધ્યાન વધશે તો તારી પ્રગતિ નક્કી જ છે .
એટલે ધરમ બજાર જાય
છે અને ભગવાન શ્રીકૃષ્ણની સારી એવી મૂર્તિ લાવે છે . મૂર્તિ લાવ્યા બાદ પોતાના ઘરે
વિધિવત સ્થાપના કરી નિત્ય રોજ પૂજા કરવાનું ચાલુ કરી દે છે . બે મહિના વીતી ગયા ,
ચાર મહિના વીતી ગયા , છ મહિના વીતી ગયા અને હવે તો હદ જ થઇ ગઈ એક વર્ષ પૂરું થયું પણ
કોઈ ફેર લાગ્યો નહિ , કોઈ બદલાવ લાગ્યો નહિ , જે જોઈતી હતી પ્રગતિ હતી એ થઇ જ નહિ .
એટલે ખુબ ગુસ્સો આવ્યો . ગુસ્સા સાથે ભગવાનની પૂજા કરતો ગયો . હવે તો એ ખુબ જ
કંટાળી ગયો હતો .
એક ભાઈ તેના ઘરે
આવે છે અને આમ ગુસ્સાથી પૂજા કરતા જોવે છે એટલે તેનું કારણ પૂછે છે . સમસ્યાના સમાધાન માટે એ ભાઈ કહે છે તું કૃષ્ણની પૂજા છોડી દે અને માં કાળીની પૂજા કર તો જ
તું જીવનમાં આગળ વધી શકીશ . અને હા પૂજા કરતી વખતે ધૂપ જરૂરથી કરજે . માતાજી ધૂપના
ભૂખ્યા હોય છે એટલે ધૂપ કરવાનું તો ભૂલતો જ નહિ . તારી પ્રગતિ ચોક્કસ થશે . આટલું
ભારપૂર્વક બોલ્યા પ્રમાણે લાગતું હતું કે આ ભાઈની વાત સાચી લાગે છે એટલે ફરી એ
બજારમાં જાય છે અને માં કાળીની મૂર્તિ લાવે છે . અને એ મૂર્તિની વિધિવત સ્થાપના
કરે છે . અને જે પેલી કૃષણની મૂર્તિ હતી એ ઉપર મૂકી દે છે .
કાળીમાની મૂર્તિ
તો એ લાવે છે પૂજા પણ રોજ કરે છે સાવાર અને સાંજ બે સમય . પૂજા કરતા કરતા બે મહિના
થઇ ગયા . ચાર મહિના થઇ ગયા , છ મહિના થઇ ગયા . અને હવે તો એક વર્ષ પણ પૂરું થઇ
ગયું . હવે ધીરજ ખૂટવા લાગી . જે પેલા ભાઈ સાથે વાત થઇ હતી એ પ્રમાણેનું કશું થયું
નહિ . કોઈ પરિવર્તન પણ નહિ . કોઈ પ્રગતિ પણ નહિ .
એકવાર શું થયું
જ્યારે એ માં કાળીની પૂજા કરતો હતો ત્યારે ધૂપ કર્યું . અને એના મનમાં વિચાર આવ્યો
જો ધૂપથી મને આટલી તકલીફ પડે છે તો આ કૃષ્ણને તકલીફ નહિ પડતી હોય . ભલે એ મૂર્તિ
હોય પણ સવેદના તો બધાને હોય . પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ , બસ સાચી ઓળખવાની શક્તિ
હોવી જોઈએ .
હવે જ્યારે એ ઉભો
થઈને કૃષ્ણની મૂર્તિને નાક પર કપડું બાંધવા જાય છે ત્યારે એવામા જ એનો હાથ કોઈ
પકડી લે છે . જેવું ભાન થાય છે તો જુવે છે ખુદ ભગવાન કૃષ્ણ હતા .
બે વચ્ચે વાત થાય
છે ત્યારે ભગવાન બોલે છે પેલા ભાઈને તે અત્યાર સુધી તારું વિચાર્યું . તારી પ્રગતિ
વિષે વિચાર્યું , પણ હું તો બધે જ વિરાજમાન છું , કણેકણમાં છું . જ્યારે તે આમૂર્તિ વિષે વિચાર્યું ત્યારે તારી પૂજા ખરેખર ફળી .
બોધ : ભક્તિ તો
બધા જ કરતા હોય છે શું એમનામાં એ ભક્તિમાં ભાવ હોય છે ખરો !
ભાવવાળી ભક્તિ જ
નકામી .
હાથમાં માળા અને
મન મંદીરની બહાર નવા લાવેલા સ્લીપર કે જુતામાં હોય તો ભગવાન થોડા દર્શન દે !
૨ ) એક સંત અને શિકારીની વાર્તા :
કહેવાય છે કે જીવનમાં જો પાંડવો જેવું દુઃખ આવશે તો કૃષ્ણ જેવો સારથી પણ અજરુરથી આવશે .
તો કેમ છો મિત્રો હું છુ મૃત્યમ
તો આવો મિત્રો શરુ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા .
એક જંગલ હતું જેમાં એક સંત વર્ષોથી તપસ્યા કરતો હતો . એને ભગવાન કૃષ્ણના દર્શન કરવા હતા . એ પણ સાક્ષાત .
આટલા વર્ષો વીત્યા છતાય સંતે પણ તપસ્યા ના છોડી . તપસ્યા કરવાનું ચાલુ રાખ્યું .
એકવાર થયું એવું કે એક શિકારી શિકારના શોધમાં જંગલની ખુબ અંદર આવી ગયો હતો . એને ભૂખ અને તરસ પણ ખુબ લાગી હતી . એટલામાં કોઈ ઝરણું પણ નહતું .
પાણી અને ખોરાકની શોધમાં આગળ વધ્યો તો એને એક ઝુંપડી દેખાઈ . એ પેલા સંતની જ હતી જે વર્ષોથી તપસ્યા કરતો હતો .
શિકારીએ ઝુંપડીની આગળ જઈ અવાજ કર્યો , અહી કોઈ રહે છે .. એટલામાં સંત બહાર આવ્યા .
સંત કહે કોણ છો ભાઈ અહી સુધી કેમનું આવવાનું થયું .
તો શિકારી કહે હું શિકારી છું અને હું શિકારની શોધમાં આવ્યો છું . શિકારની શોધમાં એટલો તો મગ્ન થઇ ગયો ક જંગલની વચ્ચો વચ આવી ગયો . પણ શિકાર ના મળ્યો .
અને ઉપરથી લાંબા સમય બાદ ભૂખ અને તરસ પણ લાગી હતી એટલામાં મને તમારી ઝુપડી દેખાઈ એટલે ભૂખ મીટાવવા અને તરસ છીપાવવા આવી ગયો .
શું તમે મને ખાવાનું અને પાણી પીવડાવી શકો છો . સવારનો ભૂખ્યો અને તરસ્યો છું . સંતે પછી એને જમાડ્યો અને પાણી પણ પીવડાવ્યું .
પછી શિકારી કહે તમે કેમ આવામાં રહો છો .
તો સંત કહે હું સંત છું અને તપસ્યા કરી રહ્યો છું .
હવે શિકારીને તપસ્યા એટલે શું એનું પણ ભાન નહતું . એટલે પૂછી નાખ્યું .
હે તપસ્યા એટલે શું . સંતને થયું .. હું પણ કોણે સમજવું છું એને શિકાર સિવાય બીજું કશું જોયું ના હોયુ . લાગે છે મારે એની ભાષામાં જ સમજાવું પડશે .
એટલે સંત કહે હું પણ શિકારની શોધમાં જ છું . પણ મારો શિકાર તારા શિકાર કરતા અલગ છે . આવું કેવું વળી તમે એકવાર આદેશ તો આપો એને હું તમારી સમક્ષ હાજર કરું . આખરે મેં તમારા ઘરનું ભોજન કર્યું છે .
તો સંત કહે મારો શિકારી તો જગતનું સુંદર શિકાર છે . માથે મોરપંખ , હાથમાં વાંસળી , હમેશ સ્મિત ફરકાવતું સુંદર અને તેજવાન મુખડું .
આવું તો મેં કોઈ દિવસ શિકાર જોયો નથી . છતાં હું આજે પ્રતીષા કરું છું આજે અને હાલથી જ્યાં સુધી તમારો શિકાર તમારા ચરણોમાં ના લાવી દઉ ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહિ કરું .
આટલું કહી શિકારી ત્યાંથી ચાલ્યો જાય છે .
સંતને પણ થયું હું આટલા વર્ષોથી પ્રભુની તપસ્યા કરું છું તો પણ મને નથી મળ્યા તો આ શિકારીને દિવસોમાં કેવી રીતે મળી જશે .
હવે શિકારી જાળ પાથરી એક મોટા ઝાડ પર બેસી જાય છે . ચાર દિવસ સુધી ભૂખ્યો તરસ્યો રહે છે . આખરે પ્રભુ પણ વિચારમાં પડી જાય છે આ છે કોણ જે મારા નામની જાળ પાથરી છે . પછી લાગ્યું કે આ પોતાના માટે નહિ પણ પેલા સંતની ઈચ્છા પૂરી કરવા જઈ રાહ્યો છે .
પછી તો શું ભગવાન કૃષ્ણને ધરતી પર આવવું પડ્યું . એ પોતે પેલી જાળમાં ખુદ ફસાઈ જાય છે .
જ્યારે પ્રભુ જાળમાં ફસાયા ત્યારે શિકારી સુતો હતો . જ્યારે જાળનું હલન ચલન થયું ત્યારે શિકારી ઉઠી ગયો . એને નીચે જોયું તો એ જ શિકાર હતો જે પેલા સંતે વર્ણન કર્યું હતું ;.
પછી તો પેલો શિકારી શિકાર સાથે જાળ પેલા સંતની ઝુપડી તરફ લઇ જાય છે .
જ્યારે સંત જોવે છે તો સાક્ષાત પ્રભુ કૃષ્ણ . સંત એમના ચરણોમાં પડી જાય છે .
પછી સંતે પ્રભુને એક સવાલ કર્યો ..
પ્રભુ હું આટલા વર્ષોથી તમારા નામની તપસ્યા કરું છું તો તમે પ્રસન્ન ના થયા અને આ શિકારીના જળમાં તમે માત્ર પાંચ જ દિવસમાં આવી ગયા . આવું કેમ પ્રભુ .
તો ભગવાન કૃષ્ણ મીઠું સ્મિત કરતા કહે છે કે તમે મારી તપસ્યા કરી ના નથી પાડતો . પણ એ તપસ્યામાં તમારું મન ચોટતું ન હતું , ભટક્યા કરતુ હતું . તમે પૂર્ણ એકાગ્ર કોઈ દિવસ થયા જ નથી . જ્યારે આ શિકારી સતત પાંચ દિવસ મારૂ રૂપ પોતાના મનમાંથી હટાવ્યું જ નથી . આ પાંચ દિવસ એને મને સતત યાદ કર્યો છે . જાગતી આંખો તો ઠીક ઊંઘતી આંખો પણ મારા દર્શન માટે રાહ જોઈ રહી હતી .
બોધ : કોઈ વસ્તુ કે વ્યક્તીની પૂર્ણ રીતે પામવાની મહેનત કરો તો એ જરૂરથી મળે છે . બસ તમારી મહેનતમાં કોઈ પ્રકારની કમી ના હોવી જોઈએ .
વાર્તા ખુબ નાનકડી છે પણ સાર ખુબ મોટો છે જો વાર્તા સમજાય તો ?
જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .
હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો .
આભાર
0 ટિપ્પણીઓ