જીવનમાં કોઈના ખાસ બનો ! | ગુજરાતી પ્રેરક વાર્તા | Be someone special in life! in Gujarati | Moral Stories in Gujarati
શું શત્રુ સાથે પ્રેમ સંભવ છે , શું લાગણીનો સબંધ હોઈ શકે છે તો જવાબ છે હા કે નઈ !
કહેવાય છે ઉંદર અને
બિલાડી કોઈ દિવસ દોસ્ત હોઈ ના શકે . એ બંનેમાં કોઈ દિવસ ના બને . બિલાડી રાહ જોતી
હોય છે ક્યારે ઉંદર દેખાય અને ક્યારે એની પર તડાપ મારું અને મારું ભોજન બનાઉં .
સામે ઉંદર પણ
બીવાતો બીવાતો ભોજનની તલાસ કરતો હોય છે . જો ઉંદર પોતાના દરમાંથી બહાર જ ના આવે તો
એ પોતાના દરમાં જ મૃત્યુ પામે અને જો બિલાડીની નજરમાં આવે તો એ પોતાનો ખોરાક બનાવે
.
પણ અહીં વાર્તા કંઇક
અલગ જ છે .
એક વેલસેટ પરિવાર
હતો . એમાં એક બીના નામની છોકરી રહેતી હતી . એ એના પરિવારમાં એકલી જ હતી ના કોઈ
બહેન કે ના કોઈ ભાઈ . એ દસ વર્ષની હતી . એને બિલાડી બહુ જ ગમતી હતી . ટીવીમાં બિલાડીની
જ ફિલ્મ કે કાર્ટૂન જોયા કરે . એટલુજ નહિ એ એની નોટબૂકમાં પણ બિલાડીના સ્ટીકર
લગાવે . એની કોઈ એવી વસ્તુ નહિ હોય જેમાં બિલાડીનું કોઈ ચિત્ર નહિ હોય .
બીનાનો જન્મદિવસ
હવે નજીક જ હતો . આશરે બે દિવસ જ બાકી હશે . બીના એના પપ્પાની લાડકવાઈ હતી . એના
પપ્પા અને મમ્મીએ વિચાર્યું કે એનો જન્મદિવસ આવે છે તો ગીફ્ટમાં શું આપવું એની
વિચારણા થઇ . જોકે મમ્મીને તો પહેલેથી જ ખબર હતી નક્કી એના પપ્પા એની માટે બિલાડી
લઇ આવશે .
અને એવું જ થયું .
જન્મદિવસની સાવારે
તો મમ્મી અને પપ્પાએ એનો બર્થડે તો વિશ કર્યો પણ સાંજે બીના માટે સરપ્રાઈઝ હતી .
સાંજ પડી .
પપ્પાનો ઘરે આવવાનો સમય થઇ ગયો હતો . બીના પપ્પાની રાહ જોઈ રહી હતી . એને ખબર હતી
પપ્પા આજે મારા માટે કશું ખાસ લાવશે .
પપ્પા ઘરે આવી જાય
છે . હાથમાં બે બોક્સ હોય છે .
બીના પહેલું બોક્સ
ખોલે છે એમાં કેક હોય છે અને બીજું બોક્સ ખોલે છે એમાં સાચાની બિલાડી હોય છે .
સાચ્ચે જ બિલાડી જોવે છે તો ખુશ ખુશ થઇ જાય છે . અને પછી બીનાનો બર્થડે સારો એવોઉજવે છે . પછી બહાર કોઈ સારી હોટલમાં જમવા પણ જાય છે .
થોડા દિવસ પસાર
થાય છે . બિલાડી જાણે એ ઘરનું કોઈ સદસ્ય ના હોય એવો માહોલ બની જાય છે . થોડા સમય
પછી એક સફેદ ઉંદર એના જ ઘરે કોઈ ખૂણે રહેવા અઆવી જાય છે . નાના એવા હોલમાં બહાર
જાય અને પાછો પણ આવી જાય .
એકવાર બન્યું એવું
કે ઉંદર રસોડામાં હતો અને બિલાડી જોઈ ગઈ પણ એને ઉંદરને મારી ના નાખ્યો . પણ એની
જોડે રમવા લાગી . આ જોઈ બીના પણ નવાઈ પામી . પછી તો બિલાડીની સાથેસાથે ઉંદરનું પણ
નાનું એવું ઘર બનાવી દે છે .
ઉંદર અને બિલાડીની
દોસ્તી ધીમે ધીમે વધતી જાય છે . સાથે જમવાનું , સાથે નાહવાનું સાથે મસ્તી કરવાની .
બીના પણ અ બધું જોઈને મજા આવી જાય છે .
એક દિવસ બીના ,
બિલાડી અને ઉંદર ઘરની છત પર બોલ રમતા હતા . થયું એવું કે બીનાથી થોડો બોલ જોરથી
મમારી ગયો અને ઉંદર છત પરથી નીચે પડી ગયો . બીના જલ્દી નીચે જાય છે અને જોવે છે તો
ઉંદર મૃત્યુ પામ્યો છે . આ જોઈ બીના રડી પણ બિલાડીની પણ તબિયત ધીમે ધીમે લથડવા
લાગી .
ના સરખું ખાવાનું
ખાય . બસ આખો દિવસ ઘરના ખૂણામાં બેસી રહે . બીજી બાજુ બીના પણ ઉદાસ બેસી રહે . બીનાને
તો એના મમ્મી પપ્પા જેમ તેમ કરી સમજાવી તો દે છે , જે થયું એ ભૂલી જા એના એનું
જીવન કાદાચ એટલું જ હતું . પણ મૂંગા પ્રાણી પશુ ને કોઈ કેવી રીતે સમજાવે . લાગણી
સમજનાર પ્રાણી માણસની ભાષા કેમ સમજે .
બીમાર બિલાડીનું પણમૃત્યુ થાય છે . સમય જતા .. દુઃખ જો લાગણીનું હોય એ દવાથી થોડું દુર થાય .
બોધ : પ્રેમ અને
લાગણી હોય ત્યાં બધું સંભવ છે પછી એમાં ત્યાં શત્રુતાને કોઈ સ્થાન ના હોઈ શકે .
0 ટિપ્પણીઓ