ઘરડા માં બાપને પણ પ્રેમ કરો | ગુજરાતી પ્રેરક વાર્તા | Love Old Mom and Dad in Gujarati | Gujarati Motivational Story
બેસ્ટ ગુજરાતી પ્રેરક વાર્તા | મમ્મી અને પપ્પા | Gujarati Motivational Story
૧ ) ઘરડા માં બાપને પણ પ્રેમ કરો :
ઘરડા માં બાપને પણ
પ્રેમ કરતા રહો કેમ કે તમે તો મોટા થઇ રહ્યા છો પણ એ ઘરડા થઇ રહ્યા છે .
જીવનમાં એક આ જ
ઉમર જ એવી હોય છે કે જેમાં પ્રેમની ભીખ માંગવી પડે છે . એ પણ પોતાના લોકો પાસે . જે
માં બાપે તમને સાચવ્યા તમને ભણાવ્યા , ગણાવ્યા , તમારા શોખ પુરા કર્યા એવા ને જો
તમે તરછોડસો તો તમે પણ એ ઉમરમાં સુખી નહિ રહી શકો .
વાર્તા હંમેશા
નાની જ હોય છે પણ કશુક શીખવાડતી જાય છે . તમે શું શીખ્યા એ તમારા પોતાના પર નિર્ભર
છે . અને શું પામ્યા એ તો તમારા કર્મો પરથી નક્કી થાય છે .
એક સુખી પરિવાર
હોય છે . એ ઘરમાં એક ૨૮ વર્ષનો છોકરો હોય છે અને માં બાપ રહેતા હોય છે . માં બાપે
પોતાના છોકરાને સારું એવું ભણતર આપ્યું , એના શોખ પુરા કર્યા . ભણવાનું તો પતિ જ
ગયું હતું . હવે સારી નોકરીની તલાશમાં હતી .
છોકરો હતો એકનો એક
એટલે લાડપ્યાર માં એટલો બગડી ગયો હતો કે વાત જ ના પૂછો . કોઈનું પણ ના ચલાવે .
પોતે જે કરે એ સાચું . ઘર એ ચલાવે છે એવું બોલો તો પણ ચાલે . કમાણી તો બાપની પણ
હુકમ છોકરો કરે . બાપને પણ બીક હતી કે એકનો એક છોકરો છે કશુક બોલીશ તો અડું અવળુંપગલું ના ભરી દે . આમેય બધું એનું તો છે જે કરે એ સારું જ કરશે .
બસ એક જ ચિંતા હતી
માં બાપને જો આવનારી વહુ સારી આવી જાય તો આનામાં કોઈ બદલાવ આવે .
તપાસ તો ચાલુ કરી
જ દીધેલી બસ કોઈ સારી છોકરી મળી જાય એની જ રાહ હતી .
અને એ દિવસ આજે
પૂરો થઇ ગયો . સારી છોકરી આખરે મળી જ ગઈ . પણ ....
જ્યારે બેઉના
લગ્નની વાત નક્કી થઇ ત્યારે એના પિતાનું એક અઠવાડિયામાં જ મૃત્યુ થયું . એના
પિતાની અંતિમ ઈચ્છા હતી કે લગ્ન તો એ સમયે જ થવા જોઈએ જે દિવસે નક્કી થયા હોય .
દીકરાનું તો વાણી
તોછડી તો હતી જ પણ હવે તો પિતાના મૃત્યુ પછી તો વધારે તોછડી થઇ ગઈ . સામે કોણ વડીલ
છે એનું પણ ભાન ના રાખે . માં ને તો નોકરાણી સમજે . જે દીકરો માં ની કદર ના કરી
શકતો હોય . જનેતાની કદર ના કરી શકતો હોય તો આવનારી વહુની શું કદર કરશે . એક સ્ત્રી
જાતની હાય ના લાગે એની ચિંતા હતી એક માં ને .
કહેવાય છે ને “ છોરું કછોરું થાય
પણ માવતર ના થાય ”.
લગ્ન તો થાય છે પણ
એની પત્ની પહેલી રાતે જ ઘર છોડી જતી રહે છે . એના ખરાબ સ્વભાવને કારણે . સાથે સાથે
હાય પણ આપતી જાય છે કે તું કોઈ દિવસ સુખી નહિ રહી શકે . તું માણસના રૂપમાં અસુર છે
. એ પિયર તો જતી રહે છે અને થોડા સમય પછી તલાક પણ લઇ લે છે .
આશરે છ મહિના પછી
બેઉના અલગ અલગ જગ્યાએ થઇ જાય છે ....
જે બહેન હોય છે
એના બે સંતાનો થાય છે અને પેલા ભાઈના એક જ સંતાન થાય છે .
બહેન તો એના
સંતાનોને સારા સંસ્કારો આપે છે જ્યારે પેલા ભાઈને તો સમય જ નથી મળતો . અને એની વહુ
પણ એના જેવી જ હોય છે . એના ઘરે લગ્ન કરીને ભલે આવી હોય પણ જરાય સ્વભાવ મળે નહિ .
સમાજના લીધે એના ઘરે પડી હોય છે .
અ વાતને આશરે ૩૦
વર્ષ થઇ જાય છે .......
જયારે પેલી બહેન એનાપરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા આવી હોય છે . એના દીકરાના લગ્ન થયા હોવાથી ભિખારીઓને
જમવાનું આપવા આવી હોય છે .
ચાર પાંચ
ભિખારીઓને જમવાનું તો આપે છે પછી જે ભિખારીને ખાવાનું આપવા જાય છે ત્યારે એમાંનો
એક ભિખારી મો સંતાડે છે . પણ ખબર તો પડી જાય છે આ તો એનો પહેલો પતિ હતો . પણ હવે
શું ?
કહેવાય છે કેકરેલા કર્મો આ જ જન્મમાં ભોગવવા પડે છે .
ઉપર કોઈ નર્ક નથી
નથી કે સ્વર્ગ નથી .
બોશ : પોતાના
સંતાનોમાં સારા સંસ્કારોનું સિંચન કરો કેમ કે એના પરથી તમારું ઘડપણ નકી થાય છે .
૨ ) એક દાદા અને છોકરાની વાર્તા :
કહેવાય છે કે સુખની વહેચણી થાય પણ દુઃખની ક્યારેય નહિ .
0 ટિપ્પણીઓ