Fixed Menu (yes/no)

header ads

હનુમંત રામાયણ કોણે વાંચી ? Hanumant Ramayan Kone Vanchi in Gujarati

હનુમંત રામાયણ કોણે વાંચી ? Hanumant Ramayan Kone Vanchi in Gujarati  |  હનુમાનજીની રામાયણ કોઈએ નથી વાંચી


હનુમાનજી વિષે જાણવા જેવુ | હનુમાનજી ની કથા | હનુમાન વિશે પાંચ વાક્યો | હનુમાન ફોટો | Hanuman vishe Janvaa Jevu | Hanumanjini katha | Hanuman Vishe Panch Vakyo | Hanuman no Photo | Hanuman Story in Gujarati



 

પહેલાના લોકો કહી ગયા છે બસ કામ પર ધ્યાન આપો સફળતા આપોઆપ પગ ચૂમવા આવશે . જે કામ સારા માંથી , સાચા માંથી કરવામાં આવેલું હોય એ કોઈ દિવસ નકામું જતું નથી , અને કામની પ્રશંસા પણ થાય છે .

 

અહી બીજું પણ કંઇક કહેવામાં આવ્યું છે ઈશ્વરનાદરબારમાં સાચા બનો બાકી દુનિયા તો તમને એક દિવસ ખોટા સાબિત કરીને જ રહેશે , પછી ભલે ને તમે લોકોના હજારો કામ જ કેમ ના કર્યા હોય . તમે ભલે લોકોના સો કામ કર્યા હોય પણ જો એક કામ નહિ કરો તો એ લોકો તમને ખરાબ જ ગણશે . એટલે જો બનવું હોય તો ઈશ્વરના દરબારમાં સાચા બનીને રહો દુનિયા તો ખોટાની જ બનેલી છે .

 

વાત છે અહી હનુમંત રામાયણની . તમે બધાએ ઋષિ વાલ્મીકીની રામાયણ તો વાંચી હશે , જોઈ પણ હશે ટીવી , મોબાઈલમાં પણ શું તમે હનુમત રામાયણ કોઈ દિવસ વાંચી છે , જોઈ છે ખરા , તો જવાબ હશે ના ? તો નહિ જ જોવા મળે કેમ કે હનુમાનજીએ પોતે લખેલી રામાયણ દરિયામાં ફેકી દીધી ? સવાલ હશે કેમ ? તો વાંચો વાર્તા ?

 

જ્યારે મહર્ષિ વાલ્મીકીની રામાયણ પૂરી થઇ ગઈ ત્યારે નારદ ત્યાં તે સ્થળે પહોચ્યા , જાણવા માટે કે તેમને રામાયણ કેવી લખી છે . નારદનું કામ શું બધી જગ્યાએ ભ્રમણ કરવાનું , અહીની વાત ત્યાં કરવાની અને ત્યાની વાત અહી . ટપાલ સેવા જેવું કામ .

 

નારદજી જ્યારે મહર્ષિ વાલ્મીકિને કહે છે કે મારે જાણવું છે કે તમે રામાયણ કેવી લખી છે ત્યારે મહર્ષિ વાલ્મીકી નારદજીને એ રામાયણ વાંચીને સંભળાવે છે . જ્યારે રામાયણ આખી વામનચાઈ જાય છે ત્યારે મહર્ષિ વાલ્મીકી નાર્જીને કહે છે કે હે નારદજી કેવી લખી છે મેં રામાયણ . ત્યારે નારદજી કહે છે કે સારી લખી છે પણ ....

પણ શુ નારદજી ! રમાયાનમાં કોઈ ભૂલ છે ત્યારે

નારદજી કહે છે કે ના ના કોઈ ભૂલ જેવું લાગતું નથી પણ મને તો હનુમાને લખેલી હનુમત રામાયણ વધારે સારી લાગી . એમને પણ રામાયણ લખી છે . મને તો એ હનુમંત રામાયણ અદભુત લાગી . મારા મુખે કોઈ શબ્દો નથી રામાયણ દર્શાવાના . એટલું કહીને નારદજી તો ત્યાંથી ચાલી નીકળ્યા પણ મહર્ષિ વાલ્મિકીના મનમાં એક વિચાર મુકીને ગયા કે શું એ હનુમંત રામાયણમાં એવું તો શું લખ્યું છે જે મારી લખેલી રામાયણ એમને ઓછી પસંદમાં આવી . હનુમાનમાંથી શીખવા મળતી પાંચ વાતો 

 

હવે મહર્ષિ વાલ્મીકીથી તો રહેવાયું નહિ . તેથી તે કૈલાસ પર્વતે પહોચ્યા . રામના ચાલ્યા ગયા બાદ તેઓ શિવના કૈલાસ પર્વત પર રહેવા લાગ્યા . જ્યારે તેઓ ત્યાં પહોચે છે ત્યારે હનુમાનને મળે છે અને તેમને લખેલી હનુમત રામાયણ વાંચવા જણાવે છે . ત્યારે હનુમાન કહે છે હે મહર્ષિ વાલ્મીકી જોઈ લો , વાંચી લો આ મોટા પર્વત પર લખી . જ્યારે મહર્ષિ વાલ્મીકી હનુમંત રામાયણ વાંચે છે ત્યારે એમની આંખમાંથી અશ્રુની ધારા વહેતી થાય છે , ત્યાં જ રડી પડે છે એ વાંચતા વાંચતા .

 

જ્યારે હનુમાન પૂછે છે હે વાલ્મીકી શું થયું , ના ગમી તમને આ રામાયણ , કોઈ પ્રકારની ભૂલ છે , કોઈ ખામી રહી ગઈ છે , ત્યારે વાલ્મીકી કહે છે ના હનુમાન તમારી લખેલી રામાયણ તો અદભુત છે , વ્યાકરણ પણ બરાબર છે , લખાયેલા શબ્દો પણ બંધબેસતા છે . તો શું થયું તમને આ રામાયણ વાંચીને .

 

ત્યારે મહર્ષિ વાલ્મીકી કહે છે કે તમારી રામાયણ મારીરામાયણ કરતા પણ અદભુત છે હવે દુનિયા કેવી રીતે કેમ જાણે વાંચે મારી રામાયણ ? એની ચિંતા છે .

 

હનુમાન કહે બસ આટલી વાતમાં તમે રડી પડ્યા ! હનુમાને પોતાનું વિકરાળ રૂપ ધારણ કર્યું અને એક હાથમાં મહર્ષિ વાલ્મીકિને અને બીજા હાથમાં એ પહાડને લઇ જેમાં રામાયણ લખી હતી એ બેને લઈને દરિયા પાસે જાય છે અને હનુમાને લખેલી જે રામાયણ હતી એ વાલ્મીકીની સામે જ પધરાવી દે છે . અને હનુમાન કહે છે મહર્ષિ વાલ્મીકિને મારા માટે અ રામાયણ કરતા મારા પ્રભુનું નામ પ્યારું છે . તમે હવે દુનિયાને બતાવો રામાયણ વિષે . હું એટલું જ ઈચ્છું છું કે મારા પ્રભુનું નામ ગુંજવું જોઈએ . એ નામ પછી મારા કારણે ગુંજે કે તમારા કારને શું ફેર પડે છે . વાણીનો જાદુ જ નિરાળો હોય છે . 

 

ત્યારે મહર્ષિ વાલ્મીકિને અહેસાસ થયો ખરેખર નામના ખોટી હતી મારી સાચો તો હનુમાન છે એને પોતાના નામ કરતા બીજાની વધારે ચિંતા છે પોતાના પ્રભુનો સાચો ભકત છે .

 

એટલે જ અહીં રામનો ચહીતો , માનીતો નજીકનો જો કોઈ ભક્ત હોય તો હનુમાન , અને રામાયણના રચિતા મહર્ષિ વાલ્મીકી  બન્યા . એમને પણ દુનિયામાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું રામાયણ લખીને .

 

આ વાર્તાનો ભાવાર્થ માત્ર એટલો જ છે બસ સાચા મનથી કરેલું કામ હંમેશા સિદ્ધ થાય છે પછી ભલે સામે કોઈ ભી હોય .  


FAQ : 


પ્રશ્ન ; સૌ પહેલા રામાયણ કોણે લખી ? 
જવાબ : હનુમાને ( કેસરીનંદન ) 

પ્રશ્ન : હનુમાને હનુમંત રામાયણ ક્યાં લખી ? 
જવાબ : કૈલાસ પર્વતની શીલા ઉપર . 

પ્રશ્ન : રામાયણના રચયિતા કોણ ગણાય છે ?
જવાબ : મહર્ષિ વાલ્મીકી .


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ