પરીક્ષા થશે પણ ખરાબ નહિ થવા દે ભગવાન | Gujarati Motivational Story | Gujarati motivational story with moral
Gujarati motivational story pdf | moral stories in gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in gujarati | motivational gujarati blog | gujarati story | motivational speech in gujarati pdf
કહેવાય છે કે ભગવાન ખોટા લોકોને ભલે ગમે તેટલું આપે બાહ્ય સુખ ( ધન દોલત ) પણ સાથ ક્યારેય નહિ આપે , જ્યારે એ સાચા લોકોની ગમે તેટલી પરીક્ષા કરે પણ કોઈ દિવસ સાથ નહિ છોડે . પોતાનામાં વિશ્વાસ રાખો બધું સારું થશે . વાર્તા નાની જરૂર હોય છે પણ કશું શીખવાડતી જાય છે . જો સમજો તો , વાર્તાનો ભાવાર્થ સમજો તો , તેની પરિભાષા સમજો તો .પરમાત્મા પર ભરોશો રાખો ....
એક સતાવીસ –
અઠાવીસ વર્ષનો જુવાન ગરીબ પરિવારનો હોય છે . તે ખુબ જ મહેનત કરતો હોય છે સરકારી
નોકરી માટે . એને એમ કે કાશ અહી આસપાસ સરકારી નોકરી મળી જાય તો હું આવનારા સમયમાં
મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું . પણ આપણે ધારીએ એવું બને તો સંઘર્ષ નામનો શબ્દ
બન્યો જ શું કરવા હોય . લોકો પોતાની ધારણા પ્રમાણે ના જીવતા હોત .
સમય જતા એ જુવાનને
સરકારી નોકરી તો મળી જાય છે પણ દુર કોઈ બીજા શહેરના ગામડામાં એ પણ સાવ છેલ્લું
ગામ. ( ખૂણાનું ગામ ) હવે કરે શું પણ જવું તો પડે , આખરે સરકારી નોકરી સરકારી જ
કહેવાય અજ નહિ તો કાલે બધું બરાબર થઇ જશે . બસ પોતાનામાં ભગવાનની શ્રદ્ધા જાળવી
રાખો .
ગામથી શાળા લગભગ
ચાર કિલોમીટર દુર હતી . રોજ ચાર કિલોમીટર ચાલીને શાળાએ જવાનું અને ચાર કિલોમીટર
ચાલીને પાછું આવવાનું . કોઈ વાર કોઈ જતું
આવતું સાધન મળી જાય તો ભયો ભયો . થોડું સારું લાગે . ભગવાન સાથે હોય એવું લાગે . પણ
તેને વિચાર આવ્યો આવું રોજ રોજ ક્યા સુધી કોઈના સાધન પાછળ બેસીને આવીશ , લાગે છે
મારે હવે કોઈ બાઈક લાવું પડશે . એટલે એ , તે દિવસથી પૈસા બચાવવાનું ચાલુ કરી દે છે
. થોડા પૈસા પોતાના ઘરે મોકલાવે અને થોડા પૈસા પોતાના માટે કાઢે , ( ખાવા – પીવા
માટે ) અને જે વધે એ બચાવે , બાઈક લાવવા માટે .
આખરે બાઈક આવી
ગયું . ભગવાને સાથ તો આપ્યો . ખુશ તો હતો પણ મારા જેવા તો બીજા કેટલાય લોકો આવા
હશે એમના માટે દુઃખ વ્યક્ત કર્યું . એ જ્યારે શાળાએ જાય ત્યારે કોઈને કોઈને સાથે
પાછળ બેસાડીને જ જાય , અને જ્યારે પાછો આવે ત્યારે કોઈને કોઈને પાછળ બેસાડીને જ
આવે . પાછળ બેસનારા બધા આવી ગયા જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ , અપંગ વ્યક્તિ , કોઈ
બાળક વગેરે વગેરે . આવું તો નિત રોજ ચાલતું રહ્યું . બધા તેને ઓળખવા લાગ્યા . આ
સાહેબનું બાઈક તો એટલું બધું તો ફેમસ થઇ ગયું કે બધાને એમ જ કે બીજો કોઈ મદદ કરે
કે ના કરે પણ આ સાહેબ લોકોની મદદ તો કરે જ છે . કોઈના કોઈ એમના બાઓઇક પાછળ બેઠેલું
જ હોય , કોઈ દિવસ ખાલી નહિ ગયો હોય કે કોઈ ના બેઠું હોય .
પણ કહેવાય છે કે બધા દિવસ સારા જ જાય એવું પણ હોતું નથી , કોઈ દિવસ ખરાબ પણ જાય , એટલો ખરાબ જાય કે રાત્રે ઊંધ જ ના આવે . શું થશે આગળ , આ વિચારથી મન ઘભ્રાઈ જાય . અને એવું જ આ સાહેબ જોડે બન્યું . એક દિવસ એવો ઉગ્યો કે કોઈ ચોર આ સાહેબના બાઈક પાછળ બેઠો . હવે કોઈ ચોર છે એની ખબર તો કેવી રીતે પડે . એના મો પર તો લખ્યું ના હોય કે હું ચોર છું મારાથી બધા સાવધાન રહેજો . એ ચોર તો પહેલા તો ચુપ ચાપ બેસી રહ્યો પણ સુમસામ રસ્તો જેવો આવ્યો કે તરત જ એને તો ચપ્પુ કાઢ્યું અને પેલા સાહેબના ગળાના ભાગ પર રાખ્યું અને કહ્યું હવે તું નીચે ઉતર અને ચુપ ચાપ અહીંથી ચાલતી પકડ આજથી આ બાઈક મારું . પેલો સાહેબ પણ રડવાકોઈની મદદ નહિ કરે . લોકોમાં ડરનો માહોલ ઉભો થઇ જશે . આટલું કહેતા તો પેલા ચોરને પણ કહ્યું જોને કેટલો સજ્જન માણસ છે પણ મારે પણ પોતાનું પેટ ભરવાનું છે હું અનુ બાઈક તો લઇ જ લઈશ પછી જે થાય એ .
ગુસ્સો આવતો હોય તો આ વાર્તા તમારા માટે....
બાઈક લઈને તો પેલો
ચોર તો જતો રહ્યો . પણ સાહેબ ઉદાસ ચહેરે ઘરે આવ્યા . મોડા આવ્યા પોતાના ઘરે
અંધારાના સમયે એટલે કોઈ જોવે પણ નઈ અને પૂછે પણ નહિ કે બાઈક ક્યાં ગયું . ઘરે
આવીને તો રડવા જેવું મો થઇ ગયું . ભાગ્વાબને કહેવા લાગ્યો હે પ્રભુ આ તારો કેવો
ન્યાય મેં કોઈનું ખરાબ કર્યું નથી અને આજે મારી જોડે ખરાબ કેમ થવા દીધું ?
રાત્રી તો જેમ તેમ
પસાર થઇ ગઈ અને જ્યારે એ જુવાન બ્રશ કરવા બહાર નીકળ્યો તો બાઈક એની ઘરની બહાર જ
પડ્યું હતું . એને આંખો બે ત્રણ વાર મીચોડી એને થયું એ સપનું તો નથી જોતો ને પણ
જયારે એ જુવાન પાસે આવે છે બાઈકને અડે છે ત્યારે એને ખબર પડે છે આતો મારું જ બાઈક
છે અને ચાવી ભરાવવાની જગ્યાએ એક ટપાલ જેવું હતું . જેવું વાંચ્યું ત્યારે સાહેબ
હસવા લાગ્યો .
એ ટપાલમાં લખ્યું
હતું કે આલ્યા આ તારું બાઈક , બાઈક છે
આમીતાભ બચ્ચન સૌ કોઈનેને ખબર્ત છે આ તારું બાઈક છે . સૌ પહેલા હું કોઈ ચા વાળાને
ત્યાં ચા પીવા ઉભો રહ્યો તો ચા વાળો કહે અરે ભાઈ તમે માસ્તરના બાઈક સાથે શું કરી
રહ્યા છો , તો મારે ખોટું બોલવું પડ્યું એમની જ માટે ચા લેવા આવ્યો છું . જ્યારે
બાઈકમાં હવા ના હોવાના કારને હવા પુરાવા ગયો તો એ ભાઈ પણ કહેવા લાગ્યો કે અલ્યા
ભાઈ તમે માસ્તરના બાઈક સાથે શું કરો છો , તો મેં કીધું અરે ભાઈ હું એમની જ માટે આ
ભજીયા લેવા આવ્યો છું , તમારી બાજુમાં કેટલા ફેમસ ભજીયા મળે છે , માસ્તરને ખાવા
હતા એટલે ભજીયા લેવા આવ્યો છું . આગળ જતા પોલીસની ગાડી ઉભી હતી તો એમાંથી એક
પોલીસવાળો કહે આલા અહી આવ ક્યા જાય છે પેલા માસ્તરનું બાઈક લઈને . હવે હું તો ભરાઈ
રહ્યો . મારે હવે બોલવું શું ? મનમાં જે આવ્યું એ બોલી ગયો , આ તો મારા સબંધી
બીમાર છે એમને દવાખાને લઇ જવા માટે માસ્તરનું બાઈક લીધું છે .
0 ટિપ્પણીઓ