Fixed Menu (yes/no)

header ads

બતક અને બાજની વાર્તા | બાળવાર્તા | Children's Story in Gujarati

 

બતક અને બાજની વાર્તા  |  બાળવાર્તા | Children's Story in Gujarati


Gujarati Varta story | moral stories in Gujarati | small story in Gujarati | Panchatantra stories in Gujarati | Gujarati Varta story book | Gujarati stories with moral | Gujarati Bal Varta | story








1)      બતક અને બાજ વાર્તા : 





એક મોટું જંગલ હતું . એમાં સરસ મજાનું નાનું એવું તળાવ હતું . એ તળાવમાં ઘણી બધી માછલી રહેતી હતી . માછલી તો હતી જ એની સાથે સાથે કાચબો , બતક જેવા બીજા ઘણા પક્ષીઓ પણ તળાવ પાસે ઝાડ પર રહેતા હતા .

 

બધા પક્ષીઓ કોઈ કોઈવાર સભા ભરતા . સભા એટલા માટે ભરાતી કે કોઈ ને કશી સમસ્યા તો નથી ને , કોઈ મુશ્કેલી તો નથી . કોઈ હેરાન તો નથી કરતુ ને . પહેલા તો બધા પક્ષીઓ મૌન રહ્યા પણ પોપટભાઈથી તો રહેવાયું નહિ અને સભામાં બોલી ઉઠ્યા કે આ નદીમાં રહેતું બતક અખો દિવસ ક્વેટ ક્વેટ કર્યા કરે છે બપોરે સુવું હોય તો પણ સુવા નથી મળતું . બધા પક્ષીઓ ખુબ જ હેરાન થાય છે જ્યારે એ બતક બોલ બોલ કર્યા કરે છે . ખરો ઉનાળો છે એટલે આ નડી જ સહારો છે તરસ છીપાવવા માટે . જો ઉનાળો ના હોત તો બીજીકોઈ જગા પર જતા રહ્યા હોત .

 


જ્યારે પેલી બાજ ઉંચેથી પોતાના આહાર માટે સીધી નદીમાં તરાપ મારે છે માછલી પર ત્યારે તો પેલું બતક એવું બુમો ને ચીસો પાડે છે કે એ માછલીઓ એના પોતાના સંતાન ના હોય .

 

બતક કરતા તો બાજલાખ દરજે સારી . ભલે ઉચે ઉડતી હોય પણ કેવી અવાજ કર્યા વગર  પોતાનું નિશાન સાંધે છે કોઈને જાણ થાય જ નહિ કે એ ક્યારે આવી ને ગઈ પણ આ બતક તો બાપ રે બાપ .

 

બધાને બતક કરતા બાજવધારે સારી લાગી . આ બધું બતક છાની છુપીથી બધું સાંભળતું હતું . એટલે એને એક વિચાર કર્યો કે બાજને બોલાવીને આ બધા પક્ષીને હેરાન કરવાનું કહું બદલામાં હું એને જેટલી જોવે એટલી માછલીઓ આપીશ .

 

નિર્ણય કર્યા મુજબ બતક બાજને બોલાવે છે . એ સમયે બોલાવે છે જ્યારે બધા પક્ષીઓ બપોરના સમયે સુઈ ગયા હોય . જ્યારે બધા પક્ષીઓ પોત પોતાના માળામાં હોય . બાજ નીચે આવે પણ છે અને બતકની બધી વાત પણ સાંભળે છે . બતકની વાત સાંભળ્યા પછી બાજ પણ એના પક્ષમાં જોડાઈ જાય છે .હનુમંત રામાયણ કોણે વાંચી 

 


બાજ જ્યારે પોતાનો આહાર કરી લે પછી કોઈના કોઈ રીતે એ પક્ષીઓના માળા પર કે પક્ષીઓ પર ઉપરથી કશી વસ્તુનો પ્રહાર કરે . એ પણ બપોરના સમયે જ જેથી તેમની ઊંધ બગડે . આ બધુ જોઈને બતક જોર જોરથી હસવા લાગે અને વધારે આવાજ કરે .

સફળતા સુવિચાર

એમને થયુકે હવે અહીં રહેવા જેવું નથી . આખરે કંટાળીને બધા પક્ષીઓ એ જગા છોડીને જ જતા રહ્યા .

 

બોધ : આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે ક્યારેય કોઈને સારા માની લેવા નહિ . જ્યાં પોતાના લોકો છે ત્યાં થોડો અવાજ જેવું રહેવાનું એ જોઇને એવું ના માની લેવાય કે એ સારા નથી . ઘરમાં વાસણ હોય તો ખખડે પણ ખરા એનો મતલબ એવો નથી કે વાસણો જ ના વાપરવા .

 FAQ : 

  • પ્રશ્ન :  વાર્તા પરથી શો બોધ મળ્યો ?
 જવાબ : આ વાર્તા પરથી એ બોધ મળ્યો કે કોઈને પણ જોયા જાણ્યા વિના સારા માની લેવા નહિ . 

  •  પ્રશ્ન : કયું પક્ષી ઉચે આકાશે ઉડે પણ આહાર માટે નિશાન હંમેશા નીચે રાખે : 
જવાબ : બાજ 
  • પ્રશ્ન : બતકની કોની સાથે ભેટ થઇ ?
જવાબ ; બાજ સાથે 
  • પ્રશ્ન : બતક કેવું બોલે ? 
જવાબ : બતક ક્વાટ ક્વાટ બોલે . 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ