મુર્ખ સિંહ અને હરણ | ગુજરાતી બાળવાર્તા | Murkh Sinh Ane Haran | Stupid lion and Deer Gujarati Children's Story
Gujarati Varta story | Moral stories in Gujarati | Small story in Gujarati | Panchatantra stories in Gujarati | Gujarati Varta storybook | Gujarati stories with moral | Gujarati Bal Varta | Story
એક મોટું જંગલ હતું . એ જંગલ એવું કે ત્યાં બધાને
રહેવાનું મન થાય . જે પ્રાણી જે પંખી જો એકવાર ત્યાં વસી જાય તો ત્યાંથી બીજા કોઈ જંગલમાં
જવાનું નામ ના લે .
આ જ જંગલમાં એક હિરાનીએ એક નાના હિરણને જન્મ આપ્યો .
જયારે જન્મ થયો ત્યારે એટલું તો સુંદર લાગતું હતું કે સૌ કોઈ એને જોવા માટે આવે .
પછી બધાને બોલાવીને એ હિરણનું નામકરણ કરવામાં આવ્યું . એનું નામ શીમ્બા રાખવામાં
આવ્યું અને એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી કે આ હિરણ આવનારા સમયમાં હિરણની
પ્રજાતિને બચાવવાનું કામ કરશે . એનો જન્મ કોઈ મોટા હેતુ માટે થયો છે . પહેલા તો
બધા હિરણ આપતીની સાંભળતા જ ભયભીત થઇ ગયા પછી કોઈ અમને તારશે એવું જાણવા મળ્યું
તો ફરીથી ખુશહાલીનો માહોલ છવાઈ ગયો .
સમય વીતતો ગયો અને એ હરણ મોટું થતું ગયું . વચ્ચેના
સમય ગાળામાં એવી કોઈ સમસ્યા નહતી સર્જાઈ કે કોઈ દુઃખી થાય પણ , સમય હવે નજીક આવીરહ્યો હતો જે ભવિષ્યવાણી કરી હતી એનો . લીલોતરી જંગલ હોય અને જો કોઈ વાધ કે સિંહને
કે અન્ય કોઈ માંસાહારી પ્રાણીને અહીં રહેવાનો આનંદ મળતો હોય સાથે સાથે ભોજન મળતું
હોય તો કોણ ના આવે . એક દિવસ આવું જ થાય છે .
એક સમય એક સિંહ એક જંગમાંમાંથી બીજા જંગલમાં આવે છે .
લાગે છે ત્યાં આહાર નહી મળતો હોય . પાણી પણ લગભગ પુરતું નહિ મળતું હોય . એટલે અહીં
આવ્યો લાગે છે . જ્યારે એ સિંહ આ જંગલમાં પ્રવેશ કરે છે ત્યારે અદભુત અનુભવ થાય છે
કેમ કે એને આવી અદભુત જગ્યા જોઈ જ નહતી . ઉપરથી આટલા બધા પ્રાણીઓનો કાફલો હોય કોણ
મુર્ખ અહી ના રોકાય .
વધુ વાંચો : બતક અને બાજની વાર્તા
સિંહ ભૂખ્યો હતો એટલી પહેલા તો એને એક હિરણ પર
પ્રહાર કર્યો અને એને મારીને ખાઈ ગયો . આ વાત સમગ્ર હિરણ પ્રજાતિને જાણ થઇ ગઈ . જે
ભવિષ્યવાણી કરી હતી એ જ આજે દિવસ લાગે છે . એટલે હિરણનો રાજા કહે આપડે હવે આ જગ્યા
છોડીને ચાલ્યા જવું પડશે નહિ તો આ સિંહ આપણી પ્રાજાતીને મારીને ખાઈ જશે . જ્યારે આ
વાત ચાલતી હતી ત્યારે શીમ્બા આવી જાય છે .
પહેલા તો શીમ્બા નમ્ર ભાવે રાજાને કહે છે કે હે રાજા
નાના મુખે મોટી વાત કરવા જઈ રહ્યો છું જો કોઈ ભૂલ થઇ જાય તો મને માફ કરજો .
એટલે રાજા કહે શીમ્બા તું બોલ અહી વાત રજુ કરવાનો
બધાને અધિકાર છે . એટલે શીમ્બા વાત રજુ કરતા કહે છે કે ...
હે રાજા આપણે જો પંદર દિવસ સુધી પોતાના ઘરોમાં છુપાઈ
રહીએ તો પેલો સિંહ આપોઆપ અ જગ્યા છોડીને ચાલ્યો જશે .
હે રાજા હું માનું છું આ જગ્યા એટલી બધી મનમોહક છે
કે કોઈને પણ અહીંથી જવાનું મન નહિ થાય પણ કયું એવું પ્રાણી હશે જે ભોજન વિના રહી
શકે ? આહાર નહિ મળે એટલે એ સિંહ આપોઆપ આ જગા છોડી ચાલ્યો જશે .
રાજાને આ વાત ગળે તો ઉતારી અને બધાને સંદેશો પહોચાડી
દીધો કે કોઈ પણ હિરણ પંદર દિવસ સુધી બહાર ના નીકળે , આ રાજાનો હુકમ છે અને આ હુકમ
તમારા બધાના જીવ બચવવા માટે કર્યો છે . એટલે બધા પોત પોતાના ઘરોમાં પંદર દિવસ સુધી
બહાર ના આવ્યા . સિંહ ને નવાઈ લાગી આટલી સરસ જગ્યા છે અને મને ફક્ત એક જ હિરણ
મળ્યું આહાર માટે બીજા ગયા ક્યાં ? સિંહે પણ દશ દિવસ ભ્ખ્યો રહ્યો અને કંટાળીને
ચાલ્યો ગયો જ્યાંથી આવ્યો હતો ત્યાંથી .
પછી જંગલમાં પાછી ખુશહાલી આવી ગઈ . ભવિષ્યવાણી સાચી
અડી અને બચાવવાળો પણ સાચો નીકળ્યો .
બોધ : આ વાર્તા પરથી એ બોધ મળે છે કે જોયા જાણ્યા
વગર કોઈ પણ નિર્ણય ના લેવો . જે પગલું ભરો એ સમજી વિચારીને ભરો અને ચર્ચા વિચારણા
કરીને ભરો . નાના બાળકોની પણ વાત એકવાર સાંભળી લો કદાચ બાજી પલટાઈ જાય .
0 ટિપ્પણીઓ