Fixed Menu (yes/no)

header ads

થાકી ગયા છો તો આ વાર્તા વાંચી લો | Gujarati Motivational Story

થાકી ગયા છો તો આ વાર્તા વાંચી લો | Gujarati Motivational Story


Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf

 



કહેવાય છે કે જીવનમાં આગળ વધવું હોય તો અટકી નહિ જવાનું . જે અટકી ગયું સમજો પાછળ રહી ગયું . વાર્તા નાની છે પણ જીવનમાં કશુક શીખવાડી જાય છે . જે હંમેશા શીખતું રહે છે એ જ આગળ વધી શકે છે અને મંજિલ સુધી પણ પહોચવાની ક્ષમતા ધરાવે છે . તો શું કામ  અધવચ્ચે થોભી જવું જોઈએ નિરંતર આગળ ના ચાલીએ , શું કામ પાછળ વાળીને જોવું પડે .

 

એક સંત અને એક શિષ્ય હતા . જો કે સંતની ઉમર તો થઇ ગઈ હતી , તો પણ સફરમાં અટક્યા નહતા . નિરંતર આગળ વધતા રહેતા . એક દિવસ સંતને કોઈ ગામડે જવાનું થયુ કોઈ ખાસ કામ હેતુ . જેવા સંત રવાના થયા તે સમયે તેમનામાનો એક શિષ્ય ઉભો થયો અને બોલ્યો સ્વામી હું પણ આવું તમારી સાથે ? સંત હવે શું કહે આવું હોય તો ચાલ પણ માર્ગમાં મારી સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાની નહિ . જો આટલું પાળી શકતો હોય તો જ મારી સાથે આવ . એટલે એ શિષ્યે જવાબ હકારમાં આપીને સફરની શરૂઆત કરી દીધી .

 

થોડે દુર શું ચાલ્યા શિષ્યના તો પગ દુખવા લાગ્યા . એટલે એનાથી રહેવાયું નહિ એ બોલવા જ જતો હતો એના ગુરુને એટલામાં ગુરુએ કીધેલી વાત યાદ આવી ગઈ કે માર્ગમાં કોઈ પણ વાતચીત કરવી નહિ . હવે કરે શું ક્યા જવાનું છે એતો એને પણ ખબર નહતી હવે કહે પણ કોને . રસ્તે જતા હતા એટલામાં એક વૃદ્ધ વ્યક્તિ સામાનનો ભારો લઈને જતી હતી એટલે શિષ્યથી તો રહેવાયું નહિ ગુરુ જોડે તો વાત કરાય નહિ એટલે શિષ્યે પેલા વૃદ્ધ વ્યક્તિને જ પૂછી નાખ્યું કે હવે ગામ કેટલું દુર છે એટલે પેલા વૃદ્ધે કહ્યું બસ આ રહ્યું અહિયાથી બસ બે કિલોમીટર જ છે ઉતાવળા ચાલશો તો ઝટ આવી જશે . અને સંતે તે વૃદ્ધની સામે થોડી મીઠું મલકાવ્યું . શિષ્યને નવાઈ તો લાગી , આટલું ચાલ્યા છતાય થાક્વાને બદલે પેલા વૃદ્ધ સામે સ્મિત કરે છે કાંઈ વાંધો નહિ .

 

આશરે બે કિલોમીટર ચાલી જવાયું હશે કોઈ ગામ આવ્યું નહિ એટલે મનમાં વિચાર આવ્યો હું બે કિલોમીટરથિય વધારે ચાલ્યો છું છતાં કેમ કોઈ ગામ નથી આવતું .કદાચ પેલો વૃદ્ધ વ્યક્તિ મને ખોટુ તો નહિ બોલ્યો હોય ને . કદાચ એને ખબર ના હોય એવું પણ બને . ચાલને હવે જવા દે ને રસ્તે કોઈ મળે તો એને પૂછી લઉં .પરીક્ષા થશે પણ ખરાબ નહિ થવા દે ભગવાન

 

આગળ ચાલતા જાય છે ચાલતા જાય છે એટલામાં એક વૃદ્ધ ડોશીમાં મળે છે છે માર્ગમાં ને શિષ્યથી રહેવાયું નહિ . એને ગુરુ સામે જોયું તો એ તો પોતાનામાં એટલા મગ્ન હતા કે બીજું કોઈ જોવા સાંભળવા માંગતા ન હતા . એટલામાં પેલા શિષ્યે બુમ પાડી એ માં આ ગામ હવે કેટલું દુર છે ત્યારે પેલા દોશી કહે ભાઈ બસ હવે આવી ગયું બે કિલોમીટર જ દુર છે . ગુરુ પણ અ બધું જોઈ રહ્યા હતા એમને બીજીવાર પેલા દોશી તરફ મીઠું સ્મિત કરીને પોતાના માર્ગમાં આગળ વધવા લાગ્યા . પેલા શિષ્યને થોડું અજુગતું લાગ્યું કે આ શું ગુરુજી આજે તો જેને મળે એટલે મીઠું સ્મિત કરે છે આ વાત ગળે ના ઉતરી .

 

શું કહું હવે તો બે કિલોમીટરથી પણ આગળ વધી ગયા એવું લાગ્યા કરે છે પણ હજુ સુધી આ ગામ કયું છે કે આવતું નથી . ગુરુજી ક્યાં જાય છે આખરે . એવા તો ઘણાય સવાલ પેલા શિષ્યમાં ચાલતા હતા . અને ગુરુજીના સ્મિતની પાછળનું કારણ પણ સમજાતું નહતું .

 

વાત અહીં ખોટું બોલવાનો નહતો પણ જો સાચું બોલ્યા હોત પેલા માર્ગમાં આવતા ડોસો અને દોશી તો કદાચ પેલો શિષ્ય પોતાના માર્ગમાં બે ડગલા ચાલવાની પણ હિંમત ના કરી શક્યો હોત . અને થાકતો ને હારતો ગુરુજીના પાછળ ચતો રહ્યો હોત . અનુભૂતિ બંને તરફ સરખી થઇ પરમાત્મા નામની

 

એટલે જ ગુરુજીએ પહેલેથી જ વાતની ચોખવટ કરી હતી કે માર્ગમાં કોઇપણ પ્રકારની વાતચીત મારી જોડે ના કરવી હોય તો જ મારી સાથે આવજે , જો વાત કરવી હોય તો નહિ . એ જાણતા હતા કે શિષ્ય મને વારંવાર આ સવાલનો જવાબ તો પૂછશે જ . એટલે લાવને પહેલેથી જ હું વાતની ચોખ કરીને આગળ વધુ મારા માર્ગમાં .

 

આ વાર્તાથી એવો બોધ મળે છે કે ઉઠીશું નહિ તો ચાલીશું કેમ અને થાકીશું તો આગળ કેમ વધી શકીશું . મનમાં એવી જ ગ્રંથી બાંધી લો કે બસ થોડેક જ દુર છે મારી મંજિલ . બસ જો ને આ રહ્યું જે જ્યાં મારે પહોચવાનું હતું .

 

એટલું યાદ રાખવાનું કે નિરંતર આગળ ચાલતા રહેવાનું . પડીએ તો પણ ઉભા થઈને આગળ ચાલતા રહેવાનું . એટલે લખી લો કે જે થાકી ગયું સમજો હારી ગયું . જીવનમાં બીજીવાર મોકો જરૂર મળે છે ઉભું થવાનો એ મોકો જો તમે ચુકી ગયા તો તમે કશું નહિ કરી શકો .

 

આ મારાથી નહિ થાય , અ તો મને નહિ આવડે , આટલું બધું દુર કોણ જાય એવી જો કોઈ ગગ્રંથી રાખશો તો તમે આગળ કોઈ દિવસ નહિ વધી શકો .

 

વાર્તા નાની જરૂર હોય છે મારી પણ કશું શીખવાડતી જાય છે . કોઈ દરવાજા ખોલતી જાય છે તો તમે સાચી રીતે સમજો તો ?

આભાર

મૃત્યમ

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ