ડીપ્રેશન હોય તો આ કહાની તમારા માટે | મોટીવેશનલ સ્ટોરી | વાર્તા ગુજરાતી | શ્રેષ્ઠ પ્રેરક કથા | ટૂંકી બોધકથા | Depression Hoy To Aa Varta Tamara Mate | Gujarati Motivational Story | Gujarati motivational story with moral | motivational Gujarati blog | Gujarati short stories read online
એક મધ્યમવર્ગી પરિવારનો છોકરો ખુબ હાર્ડવર્ક કરીને પોતાનો બિઝનેશ શરુ કરે છે . એ બીઝનેશમાં સફળ પણ થઇ જાય છે . એ સફળ હોવાના કારને લગ્નના માંગા પણ આવે છે , એક સારી છોકરી જોઇને પરની પણ જાય છે . સમય જતા બાળકો પણ થાય છે . એટલા વર્ષ તો બધું સારું ચાલ્યું પણ હમણા થોડા દિવસોથી એ ઉદાસ રહેતો હતો . હસવાનું તો ભૂલી જ ગયો હોય એમ કહીએ તો પણ ચાલે . ઓફિસથી ઘરે આવ્યા બાદ કોઈ જોડે બોલવું નહિ , કોઈ જોડે હસવું નહિ , કોઇપણ જાતની ચર્ચા જ સાવ બંધ જ થઇ ગઈ હતી . કશું ગમે નઈ એમ કહીએ તો ચાલે .
એક અઠવાડિયું પસાર થઇ ગયું તો પણ એના સ્વભાવમાં સુધારો આવ્યો હોય એવું લાગતું ન હતું . પછી મહામહેનતે વાત જાણી કે એને ડીપ્રેશન છે પણ શેનું એ કોઈને ખબર નથી . એવું લાગતું હતું કે એ પોતાના જીવનથી કંટાળી ગયો છે , આત્મહત્યાના વિચાર તો ઘણા આવે છે પણ જ્યારે મરવા જાય છે ત્યારે પોતાનો પરિવાર યાદ આવતા અટકી જાય છે .
પછી એની પત્ની એને એક સારા ડોક્ટર પાસે લઇ જાય છે ત્યાં ડોકટરે એમ કીધું કે કોઈ સારા ડીપ્રેશનના નિષ્ણાંત પાસે લઇ જાઓ , કોઈ એવા સલાહકાર પાસે લુઈ જાઓ કે એ સલાહકાર સરળ રીતે ડીપ્રેશનમાંથી બહાર લાવી શકે . એટલે ઘણા ખરાના રેફરસ લીધા બાદ એક સારા નિષ્ણાત નો પરિચય થાય છે અને ભાઈ ને ડીપ્રેશન છે કેમ છે , કેવી રીતે થયું એ બધું વિગતવાર જણાવે છે . સવાલ પુછાતા એ જાણવા મળ્યું કે એ ખુબ પૈસા કમાવા માંગે છે , મોટો વ્યક્તિ બનવા માંગે છે પણ રુકાવટ બહુ જ આવે છે હમણાથી શું કરું એ સમજણ નથી પડતી , ક્યાં જાઉં સમજણ નથી પડતી . ખુબ જ લોસ થઇ રહ્યો છે .
સલાહકાર સલાહ આપતા જણાવે છે કે તમે એક કામ કરો તમે બારમાં ધોરણમાં ભણતા બધા દોસ્તોને મળો , એમની સાથે બેસો , એમના જીવનમાં શું ચાલે છે એ જાણો . પહેલા આટલું કરો પછી આગળ શું કરવાનું છે એ હું તમને કહું પહેલા તમે તમારા શાળામાં ભણતા દોસ્તોને મળતા આવો .
એટલે એ ભાઈ જ્યારે પોરાની શાળામાં જાય છે ત્યારે પહેલા તો જીવી ગતેલી યાદો તાજી થઇ જાય છે બધું ભૂલીને બસ નાનપણના દિવસોમાં ખોવાઈ જાય છે થોડીવાર તો ત્યાં જ બસી જાય છે જ્યારે શાળા છૂટી જાય છે ત્યારે પોતાના શિક્ષકોને મળે છે બધા એને કોન્ગ્રાંસ કહે છે એટલા માટે કે તે એના દોસ્તો કરતા જીવનમાં નામ અને શોહરતમાં ઘણો આગળ છે .
શાળાની મુલાકાત લીધા બાદ બધા દોસ્તારોની મુલાકાત હેતુ વિચાર કરે છે કે સૌથી પહેલા કોને મળું હું ? એટલે બધા દોસ્તારોનું નજીકના અને દુરના દોસ્તોનું લીસ્ટ બનાવે છે એટલે થોડી આસાની રહે . માર્ગમાં જતા પહેલા કોનું ઘર પહેલા આવે છે એની ખબર પડે .
બધા દોસ્તોનું લીસ્ટ બનાવ્યા બાદ એમની મુલાકાત લીધા બાદ જાણવા મળ્યું કે સો માંથી પાંચ ટકા તો એવા નીકળ્યા જે મૃત્યુ પામ્યા હતા એમના પરિવાર રાખડી પડ્યા હતા , દશ ટકા એવા હતા જેમના અકસ્માતમાં હાથ અથવા પગ કપાઈ ગયા હતા બિચારા લાચારીભાર્યું જીવન જીવતા હતા . પાચ ટકા એવા હતા જે નાની મોટી બીમારીઓથી પીડાતા હતા . ત્રીસ ટકા એવા હતા જે મધ્યમવર્ગી પરિવારના હોવાથી ભણીને કોઈ નાની – મોટી નોકરી કરતા હતા જેમ તેમ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા . આટલા બધા મિત્રોને મળ્યા બાદ એવું મનમાં થયું મારું જીવન તો આ બધા કરતા સારું છે . હું શું કામ દુઃખી થાઉં છું અને શું કામ પણ દુઃખી થવું જ પડે . મેં આટલી મહેનત કરીને આ મુકામે પહોચ્યો છું હું આ શું કરવા જઈ રહ્યો હતો . એક થોડો શું લોસ થયો હું શું મરવા જઈ રહ્યો હતો , આપધાત કરવા જઈ રહ્યો હતો .
જ્યારે એ ભાઈ બીજીવાર પેલા સલાહકાર પાસે જાય છે ત્યારે એવું કહે છે સર તમારો આભાર , હું તમારો અભાર માનું એટલો ઓછો છે , આજ તમારા જ કારણથી હું મોતના મુખમાંથી બહાર આવ્યો છું . તમે જ મને બીજું જીવન પ્રદાન કર્યું છે . પછી થોડીવાર બેસીને થોડી ચર્ચા વિચારના કરીને ત્યાંથી વિદાય લે છે .
બસ જીવન આ જ છે , એક થોડું દુઃખ શું આવી પડ્યું આપણે તો પુરા જ પડી ભાંગીએ છીએ . પહેલા આપણે શું હતા અને હાલ શું છીએ એ જોઈ શકતા નથી . તમે એકવાર આંખો ખોલીને જુઓ તમારું ગમ તો કશું જ નથી બહાર જોઈ આવો બહાર કેવા ગમમાં દુનિયા જીવી રહી છે .
હું બસ અંતમાં એટલું જ કહીશ જ્યારે પણ જીવનમાં પડતી આવે ત્યારે પાસ્ટ જોઈ લેવું , જેવું બીજ વાવશો તેવું ફળ મળશે .ભૂતકાળ પર એક નજર મારી લેવી કે પહેલાનું જીવન કેવું હતું બસ એક જ વાર ગરીબીમાં જીવતા લોકો પર નજર નાખી જોવી . સાચી હકીતક ત્યારે સમજાય છે . પહેરવા કપડા નઈ , ખાવા રોટલી નહિ , રહેવા ઘર નહિ વર્ષના એ લોકો ૩૬૫ દિવસ શિયાળો , ઉનાળો અને ચોમાસું ખુલ્લા આકાશ નીચે જ પસાર કરી દે છે છતાય એ લોકો સ્મિત સાથે જીવે છે . હસતા મુખે જીવન પસાર કરે છે અને કોઈ ફરિયાદ કરતા નથી .
ભગવાનને એટલું જ કહે છે એ લોકો હે ભગવાન તારો આભાર તે અમને મનુષ્ય અવતાર આપ્યો . હે ભગવાન તારો આભાર અમને કોઈ પણ જાતની બીમારી નથી , તું સ્વીકાર કરે તો એક વિનતી છે અમારી બસ તું અમને ભૂખ ના લાગે એવી કોઈ ઔષધી આપી દે . એટલે અમારે કોઈ જોડે હાથ ના લંબાવા પડે !
0 ટિપ્પણીઓ