Fixed Menu (yes/no)

header ads

હનુમાનમાંથી શીખવા મળતી પાંચ વાતો | Hanuman Story in Gujarati | Hanuman Status | Hanuman Mathi shikhva Malti Panch Vato Gujaratima

 હનુમાનમાંથી શીખવા મળતી પાંચ વાતોહનુમાનજી વિષે જાણવા જેવુ | હનુમાનજી ની કથા | હનુમાન વિશે પાંચ વાક્યો | હનુમાન ફોટો | Hanuman vishe Janvaa Jevu | Hanumanjini katha | Hanuman Vishe Panch Vakyo | Hanuman no Photo | Hanuman Story in Gujarati 


હનુમાનજી વિષે જાણવા જેવુ | હનુમાનજી ની કથા | હનુમાન વિશે પાંચ વાક્યો | હનુમાન ફોટો | Hanuman vishe Janvaa Jevu | Hanumanjini katha | Hanuman Vishe Panch Vakyo | Hanuman no Photo | Hanuman Story in Gujarati 





કહેવાય છે કે દરેક વ્યક્તિમાં કોઈ તો ખાસ વાત તો હોય છે બસ સાચી નજરની જરૂર છે . એક સંત વ્યક્તિ , એક સાચો વ્યક્તિ સારી રીતે આવા વ્યક્તિઓને ઓળખી લે છે જેમ કે હનુમાને રામને શોધી લીધા .

 

સૃષ્ટી રચવાવાળા ને ભગવાન કહેવાય છે ને સર્વ સંકટ દુર કરવાવાળા ને હનુમાન કહેવાય છે . હનુમાન રામના પ્રિય ભક્ત છે એ તો બધાને ખબર જ છે . એક ગુરુ જ્યારે કોઈ આદેશ દે છે ત્યારે ભક્ત ના કેવી રીતે પાડી શકે . બસ આપણે આવા જ એક ભક્ત વિષે જાણવાનું છે અને એમાંથી પાચ વાતો શીખવાની છે .

 

કહેવાય છે કે જ્યારે જ્યારે રામકથા ચાલુ હોય છે ત્યારે ત્યારે સ્વયમ હનુમાન પણ તે સ્થાને ઉપસ્થિત જ છે અને એમને હાજર રહેવું પડે . ઘણી ખરી જગ્યાએ તો ઘણાને પરચા પણ બતાવ્યા છે આ કોઈ ખોટું નથી પણ એક સાચી ઘટના છે . અને લોકોને માનવું જ પડે કે ના સાક્ષાત હનુમાન રામકથામાં હોય જ .

 

ઘણા ખરાને સવાલ એ પણ થતો હશે કે હનુમાન નામ જ કેમ ? જ્યારે હનુમાન આ ઘરતી પર જન્મ લીધો ત્યારે તેમનું નામ બજરંગબલી હતું . તો હનુમાન નામ કેમ પડ્યું ? તો કહી દઉં કે હનુમાન જ્યારે બાળહનુમાન હતા ત્યારે તેમને ખુબ જ ભૂખ લાગી એટલે તેમે આકાશે પીળા રંગનું એક ફળ દેખાણું એટલે એ તો ઉડ્યા તે ફળ ખાવા . નાના હતા એટલે સમજણ તો ના હોય ને કે એ ફળ નહિ પણ સૂર્યદેવ છે સંસારને પ્રકાશિત કરવાનું કામ છે . જ્યારે ઇન્દ્રને ખબર પડી ત્યારે તે પોતે હનુમાન ને રોકવા માટે પોતાનું હથિયાર જેને વજ્ર કહે છે એ બાળ હનુમાન તરફ વજ્રથી પ્રહાર કર્યો . અને વજ્ર સુધુ બાળહનુમાણની દાઢ પર વાગ્યું . ( મો ની નીચેનો ભાગ દાઢી ) હવે દાઢને સંસ્કૃતમાં હનુ કહે છે , એટલે જે દાઢ પર વાગવાના કારણે તેમનું નામ હનુમાન પડ્યું એવું એવું કહેવામાં આવે છે .

 
હનુમાનમાંથી જાણવા જેવી અને શીખવા જેવી વાતો .




૧ .     બળ અને બુદ્ધિ વચ્ચે સંતુલન બનાવી રાખવું :

તમને બધાને જાણ તો હશે જ હનુંમાનજી કેટલા શક્તિશાળી હતા . સાથે સાથે બુદ્ધિશાળી પણ હતા . જ્યારે રામે હનુમાનજીને આદેશ કાર્યો માતા સીતા વિષે ખબર અંતર વિષે જાણકારી મેળવાનો ત્યારે હનુંમાનજઈ દરિયો પાર કરવા જાય છે ત્યારે દરિયા માંથી એક રાક્ષસી બહાર આવી પહાડ જેવી ઉચાઇવાળી . તેનું નામ સુરષા હતું . હનુમાનજીને અધવચ્ચે રોક્યા અને કહ્યું જેને પણ દરિયો પાર કરી જવાનું હોય એ મારા મો અંદર જઈને પાછુ આવવાનું રહેશે . મારું મો બંધ થતા થતા બહાર જો કોઈ ના આવી શકે એને મારૂ ભોજન બનવું પડે છે . આ મને બ્રહ્માજીએ વરદાન આપેલુ છે  એટલે તમે તો શું કોઈ પણ આગળ ના વધી શકે . હનુમાનજી ઈચ્છે તો પોતાની મરજીથી કશું પણ કરી શકે પણ એમને બ્રહ્માજીના વરદાનનું માન રાખ્યું . પહેલા તો હનુમાનજીએ પોતાની ઊંચાઈ આકાશ જેટલી વધારી દીધી અને જ્યારે સુરષા નામની રાક્ષશીએ પોતાનું મો એટલું જ પહોળું અને વિશાળ કર્યું એટલે હનુમાનજીએ કીડી જેટલું કદ કરી નાખ્યું અને મો ની અંદર જઈ આવતા પણ રહ્યા .

 

કોણે કીધું ચમત્કાર નથી થતા થાય જ છે પણ તમારો રસ્તો સીધો હોવો જોઈએ કોઈ પણ સ્વાર્થ વિનાનોઅહી એ વાત શીખવા મળે છે હમેશા બળનો ઉપયોગ જરૂરી નથી કોઈવાર બુદ્ધિનો પણ ઉપયોગ કરી લેવો જોઈએ . હનુમાનજીએ બળ સાથે ક્લનું કામ કર્યું . બ્રહ્માજીના વરદાનની પણ અવહેલના ના થઇ અને દરિયો પણ પાર થઇ ગયો .

 
૨ . વ્યવસ્થાપણ (Management)




જ્યારે હનુમાન લંકા જાય છે રામનો સંદેશો લઈને ત્યારે આટલા બધા અસુરોમાં એક સાચા ભક્તને શોધી કાઢ્યો . સાચો ભક્ત જ છે તેની ચકાસણી માટે તે પોતે બ્રહામણનો વેશ ધરીને જાય છે પરીક્ષા કરવા અને તે પરીક્ષામાં વિભીષણ ઉતીર્ણ થાય છે . ત્યાર બાદ વિભીષણ પાસે માતા સીતાના સમાચાર પૂછે છે અને પ્રભુ રામનો સંદેશો આપીને પૂરી લંકામાં ભય ફેલાવી દે છે , પોતાની સળગતી પૂછડી દ્વારા . તેને આટલામાં એ લોકોને સમજાવી દીધું કે અમારી સેના ખુબ તાકાતવર છે જેથી લોકોમાં ભય ફેલાયેલો રહે . લોકોના મનમાં પણ આ વાતનું ઘર કરી ગયું કે જો એક વાનર લંકામાં આટલું બધું નુકશાન કરી શકે છે તો બીજા શું કરશે યુદ્ધના સમય દરમિયાન . લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો .

 

હનુમાને એવી વ્યવસ્થા કરી કે લોકો યુદ્ધ વચ્ચેના સમયમાં એ લોકો ભયમાં જ જીવે . જો તમને જીવનમાં વ્યવસ્થાપન આવડતું હશે તો તમે તમારા દરેક કામને આસાન કરી શકો છો . જીવનમાં જો મોટું લક્ષ્ય પામવું હોય તો એમાં આવતા નાના નાના સ્ટેપ પાર કરવા પડે . નાના નાના પગલાં અમલમાં લેવા પડે .

૩ . અહંકાર ના કરવો.




જ્યારે હનુમાન લંકા પાર જઈ માતા સીતાના સમાચાર લઈને આવે છે ત્યારે જામવનજી કહે છે અરે વાહ હનુમાન તમે તો કમાલ કરી નાખી . એટલા મોટા , એટલા વિશાળ દરિયો પાર કરીને તમે આવતા રહ્યા . તમે બહુ શક્તિશાળી છો . તમારામાં ખુબ જ સામર્થ્ય છે . ભૂજાઓમાં ખુબ જ જોર છે . ત્યારે હનુમાન કહે છે આ બધું મેં નથી કર્યું . જામવનજી કહે કહે ના અ બધું તમે તો કર્યું છે . હનુમાન કે ના આ બધું મેં નથી કર્યું . તો જામવનજી કહે તો બોલો આ બધું કોણે કર્યું . તો હનુમાન કહે આ તો મારા પ્રભુ શ્રીરામે કર્યું છે . હું તો માત્ર નિમિત માત્ર જ છું . ત્યારે પ્રભુ શ્રીરામે હનુમાન સમક્ષ મીઠું સ્મિત કર્યું અને આગળ ડગલાં ચાલવા લાગ્યા .

 

આપણા જીવનમાં પણ કંઇક આવું જ બનતું હોય છે . કામ ઓછું ને વાહ વાઈ વધારે થતી હોય છે ત્યારે વ્યક્તિમાં ઘમંડ અથવા અહંકાર જન્મ લે છે . એને મનમાં ધુસી ગયું હોય છે કે આ કામ મારા વગર શક્ય જ નથી . એટલે કહેવાય છે તમે પહેલા જે હતા એમ જ વિનમ્ર બની રહો . પ્રગતિ કરો એમાં વાંધો નથી પણ પોતાના સ્વભાવમાં ફેરફાર ના થવા દો . અહંકારને પોતાનામાં ના પ્રવેશવા દો .

 

૪ . લાગણીઓને કાબુમાં રાખતા શીખો .




જ્યારે હનુમાન લંકા આવે છે પ્રભુ રામનો સંદેશો લઈને ત્યારે માતા સીતા નારાજ હતા . એ હનુમાનને કહેવા લાગ્યા તમારા પ્રભુ રામ ક્યા છે શું એમને મારી જરાય ફિકર નથી કે એમને તમને મોકલ્યા . શું એ પોતે ના આવી શક્યા . ત્યારે હનુમાન કહે હે માં એ રાવણ જેવા નથી એ તમને છુપાઈને નહિ લઇ જાય . ખુલ્લી છાતીએ આવીને રાવણનું વધ કરીને પછી જ તમને અહીંથી લઇ જશે . હે માં તમને હું પણ અહીંથી લઇ જઈ શકું છું , મારી પીઠ પર બેસાડીને પણ હું એવું નહિ કરું કેમ કે મને કોઈ આદેશ નથી . માતા મને ખબર છે તમે ઉદાસ છો , તમે અહી એકલા છો હું તમને બસ સાંત્વના આપવા આવ્યો છું કે બસ થોડો સમય રાહ જોઈ લો હવે પ્રભુ રામ આવતા જ હશે . યુદ્ધની બધી જ તૈયારીઓ થઇ ગઈ છે . હે માં પોતાનામાં વિશ્વાસ રાખો પ્રભુ આવશે , દરિયો પાર કરીને .

હનુમાને પોતાની લાગણીઓને કાબુમાં રાખી . જો એ ઇચ્છતા તો માં ને ક્ષણ ભરમાં જ પ્રભુ રામ પાસે લાબ્વી દે પણ કોઈ આદેશ નહતો . કોણ ભલું પોતાની માતાને દુઃખી જોઈ શકે .

આ ચોથી વાતમાં શીખવા મળે છે કે જીવનમાં પોતાની લાગણીઓને કાબુમાં રાખો . જીવનમાં પ્રેકટીકલ બનતા શીખો .

 

૫ . હંમેશા હા પડતા શીખો.




કહેવાય છે સફળતાનો મૂળ મંત્ર છે કઠીન પરિશ્રમ . આ કઠીન પરિશ્રમ જ એક વ્યક્તિને બીજા વ્યક્તિથી જુદો પાડે છે જ્યારે પ્રભુ રામના ભાઈ લક્ષ્મણના પ્રાણ સંકટમાં હતા ત્યારે વૈદ્જીએ હિમાલયમાંથી પ્રાણ હેતુ જડીબુટી લાવવા કહ્યું ત્યારે હનુમાને હા જ પાડી . જો હનુમાનને ના પાડવી હોત તો ના પાડી શકતા હતા . ક્યા લંકા અને ક્યાં હિમાલય . બસ એક જ રાત્રીમાં જડીબુટી લાવવાની હતી એ પણ સૂર્યોદય પહેલા . જો સૂર્યોદય પછી થોડી પણ વાર થાય તો પ્રાણ સંકટમાં હતા .

 

કહેવાય છે જ્યારે હનુમાન હિમાલય જવા રવાના થયા ત્યારે વિધુતની ગતિથી જતા દેખાયા . ખાલી એમને એટલું જ કહેવામાં આવ્યું જડીબુટી હિમાલયમાં મળે છે પણ ત્યાં તમારે શોધવી પડશે . જ્યારે ત્યાં પહોચ્યા સમજાયું નહિ ત્યારે આખેઆખો પહાડ ઉપાડી આવ્યા . એમના બસ માત્ર એક જ વાત હતી પ્રભુ રામના ભાઈ લક્ષ્મણના પ્રાણ જવા ના જોઈએ . અંતિમ સમયમાં પ્રભુ શ્રીરામ ભાંગી પડશે અને હું એવું થવા નહિ દઉં .

 

બસ આ અંતિમ અને છેલ્લી પાંચમી વાત આપડાને એ સમજાવે છે કે જીવનમાં કોઈ મોટું લક્ષ્ય ધારી લીધું હોય ત્યારે એ સફરમાં , એ માર્ગમાં આવતા અડચણોને કારને પાછુ વાળીને નહિ જોવાનું . મનથી બળવાન બનવાનું અને ખાસ કોઈ દિવસ ના શબ્દનો પ્રયોગ નહિ કરવાનો જો આગળ વધવું હોય તો .

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ