ધીરજ રાખો ચમત્કાર જરૂર થશે | મોટીવેશનલ સ્ટોરી | વાર્તા ગુજરાતી | શ્રેષ્ઠ પ્રેરક કથા | ટૂંકી બોધકથા | Dhiraj Rakho Chamtkar Jarur Thashe | Gujarati Motivational Story | Gujarati motivational story with moral | motivational Gujarati blog | Gujarati short stories read online
મોટીવેશનલ સ્ટોરી | વાર્તા ગુજરાતી | શ્રેષ્ઠ પ્રેરક કથા | ટૂંકી બોધકથા | Gujarati Prerak Varta | Gujarati Motivational Story | Gujarati motivational story with moral | motivational Gujarati blog | Gujarati short stories read online
એક શેઠ હતો એક શેઠાણી હતી . શેઠ ધવાન તો ઘણો હતો , બંગલો હતો તેમાં એક બાજુની સાઈડમાં મોઘીધાટ
ગાડીઓ , બીજી બાજુ આંખો આંબી જાય
તેવો બગીચો , બંગામાં રહેલી શો પીસની
કીમતી વસ્તુઓ એમાં માછલીઘરથી માંડીને મોઘાધાટ ઝુમ્બર સુધી બધી જ પ્રકારની વસ્તુઓ .
કોઈ વસ્તુની , નોકરચાકરની અછત લાગે એવું
હતું જ નહિ . પણ શું ફાયદો આટલા મોટા બંગલામાં માત્રને માત્ર બે જ વ્યક્તિ પતિ અને
પત્ની .
એક વખત શેઠાણી મોટા આલીશાન બંગલામાં હવન કરાવે તેવી ઈચ્છા હતી , હવે શેઠાણી તો ધાર્મિક સ્વભાવની જ્યારે શેઠ
નાસ્તિક સ્વભાવનો . કામ વગર શેઠ કોઈ જોડે વાત પણ ના કરે . તો પણ શેઠની પોતાની મનની
વાત શેઠને કરે છે સારો મુડ જોઇને એટલે શેઠ હા પાડે અને વાસ્તવમાં પણ શેઠાણીએ આવું
જ કર્યું સારું એવું શેઠ માટે ભાવતું ભોજન બનાવ્યું અને સમયનો લાભ લઈને મનની વાત
કહેવાની કોશિશ કરી , કોશિશ શું કરી જ દીધી અને
મુડ સારો હોવાથી શેઠ પણ હા પાડી દે છે . એટલે બે દિવસ પછી હવન કરાવવો એવું નક્કી
થયું .
બે દિવસ તો આમ જ વીતી ગયા . મહેમાનોને તેડાં પણ મોકલાવી દીધા બધા
સાંજે આવવા પણ લાગ્યા . જોત જોતામાં બધા આવી ગયા હવન ચાલુ પણ થઇ ગયો . હવે સેઠ
નાસ્તિક હોવાથી એ તો ના બેઠા પણ એના નાના ભાઈને હવનમાં બેસવાનો આદેશ આપ્યો એટલે એ
તો બેસી ગયો પણ શેઠ તો ઉપર પોતાના ઓરડામાં બેસીને પોતાનું કામ કરવા લાગ્યા . એમને
કોઈ બોલાવવા આવે એવી કોઈનામાં હિમ્મત નતી એટલે એ ઉપર જ રહ્યા . હવન પૂરો થયો બધા
પોત પોતાના ઘરે રવાના થયા . જ્યારે સુવાનો સમય આવ્યો ત્યારે શેઠને ઘભરામણ થવા લાગી
એટલે શેઠે નોકરોને બુમો પાડી અને જલ્દીથી ડોક્ટરને બોલવાનો ઉપદેશ આપ્યો .
દસ મીનીટમાં તો શહેરના જાણીતા પ્રખ્યાત ડોકટરો આવી પહોચ્યા શેઠના
બંગલે અને શેઠની સારવાર કરવા લાગ્યા . સારવાર દરમિયાન જાણવા મળ્યું કે શેઠને
પરિવારની અને બિઝનેશની વધુ પડતી ચિંતા કરે છે એટલે થોડી ઘભરામણ થઇ ગઈ બીજું આ
કેસમાં કશું નથી . આરામ કરવાનું કહ્યું અને બીજું એમ પણ કહ્યું કે ઊંધ ના આવે તો આ
ઉંધની ગોળી આપીને જઉં છું લઇ લેજો મોડા . એટલું કહીને ડોક્ટર પણ રવાના થયા એમનો
ચાર્જ લઈને ઉપચાર માટેનો .
ખુબ મોડું થઇ ગયું પણ ઊંધ જ ના આવી પછી ડોકટરે આપેલી ઉંધની દવા પણ
લીધી છતાય ઊંધ ના આવી . આમથી આમ આળોટે ને આમથી આમ આળોટે પણ શું ઊંધ જ ણા આવે .
એટલે ઉઠીને આલીશાન બંગલાની બહાર ગાર્ડનમાં થોડા આંટા ફેરા માર્યા તો પણ ઘભરામણ તો
ચાલુ જ હતી પછી બંગલાની બહાર નીકળી ગયા ચાલતા ચાલતા . એ ચાલતા ચાલતા ક્યાં પહોચી
ગયા ખુદને પણ ભાન નહતું જ્યારે ભાન આવ્યું ત્યારે એક ચબુતરા નીચે એક નાનો બાંકડો
હતો ત્યાં બેસી ગયા . એ જગ્યા જોતાની સાથે પોતાના બાળપણના દિવસોમાં સારી ગયા .
પોતાનું બાળપણ યાદ કરવું કોણે ના ગમે . રાતના ૩ તો વાગી જ ગયા હતા હવે તેઓ ત્યાંથી
ઉભા થઈને પોતાના ઘરે જવા રવાના થયા . જગ્યા ખુબ જ સ્ન્નાટાથી ભરેલી હતી જો કે
ડરાવણી નતી . જેવા આગળ ચલવાની શરૂઆત કરી તેવામાં સામેની એક ઝૂપડપટ્ટીમાંથી એક નાના
બાળકનો રડવાનો આવાજ સંભળાતો હતો . શેઠને કહ્યું કે કેવા લોકો છે પોતાના બાળકને
સવારના પોરમાં કેમ મારવાનો જીવ ચાલતો હશે જેને નથી એને જ આવ સમજાય બાકી જેને આપે
એની કદર ક્યાં કોઈં દિવસ થાય .
પહેલા તો મન ના માન્યું ત્યાં જઈ રડવાનું કારણ પૂછવાનું , પણ અચાનક શું થયું પગ એ બાજુ જ વળી ગયા અને અંદર જોયું તો એકલું બાળક જ હતું બીજુ કોઈ હતું પણ નહિ એટલે એટલે દયા આવી ગઈ તો રડવાનું કારણ પૂછ્યું મને પેટમાં ખુબ જ દુખાવો થાય છે જ્યારે એના માં બાપ વિષે પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે એના માં બાપ બે દિવસ પહેલા જ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા . ત્યારે એને અહેસાસ થાય છે જે અકસ્માતમાં એના માં બાપ મૃત્યુ પામ્યા એ એની જ કાર હતી પોલીશના લફડામાં પડાય એટલે કાર ઉભી ના રાખી ડ્રાઈવરે મારા કહેવાથી . એ જ જગ્યા હતી ત્યાં એમનો અકસ્માત થયો હતો . કહેવાય છે ને જેવું બીજ તમે વાવો છો એવું જ ફળ તમને મળે છે .
પુસ્તક ખરીદવા માટે નીચે આપેલી લિંક ઓપન કરો
એટલે એ શેઠ જલ્દીથી એમ્બ્યુલંસ બોલાવે છે અને બાળક સાથે એ પણ
હોસ્પીટલમાં જાય છે અને સારું થતા એ પોતાના બંગલે લઇ જાય છે . બધી વાત જ્યારે શેઠ
શેઠાણીને કહે છે ત્યારે શેઠાણી એ બાળકને અપનાવી લે છે . એક બાળકને પારકા તો પારકા
માં બાપ મળી જાય છે અને સંતાન વિહોણી માતાને એક ફૂલ જેવું બાકળ મળી જાય છે .
- કહાની
નાની જ છે પણ સમજવા જેવી છે . કોણે કીધું ચમત્કાર નથી થતા થાય જ છે પણ તમારો
રસ્તો સીધો હોવો જોઈએ કોઈ પણ સ્વાર્થ વિનાનો . શેઠને હવે સમજાયું કે આ
ઘભરામણનું કારણ શું હતું .
- કહેવાય
છે કે તમે ધર્મથી તો પીછો છોડાવી શકો છો પણ કર્મ તો તમારા પડછાયા સમાન છે , તમારો પીછો ક્યારેય નહિ છોડે .
1 ટિપ્પણીઓ
ફ્રી બુક છાપવા માટે કોલ કરજો 7600954500
જવાબ આપોકાઢી નાખો