સફળતાનો મંત્ર કઠીન મહેનત | મોટીવેશનલ સ્ટોરી | વાર્તા ગુજરાતી | શ્રેષ્ઠ પ્રેરક કથા | ટૂંકી બોધકથા |Safaltano Mantra Kathin Mahenat | Gujarati Motivational Story
સફળતાનો મંત્ર કઠીન મહેનત | Gujarati Motivational Story, Gujarati Varta , Gujarati Online Story | Gujarati motivational story with moral | motivational Gujarati blog | Gujarati short stories read online
વાર્તા નાની જરૂર
હોય છે પણ જીવનમાં કશુંક નવું શીખવાડી જાય છે . કહેવાય છે સફળતાનો મૂળ મંત્ર છે
કઠીન પરિશ્રમ . આ કઠીન પરિશ્રમ જ એક વ્યક્તિને બીજા વ્યક્તિથી જુદો પાડે છે અને
અંતે આકાશની ઊંચાઈઓને આંબી શકે છે . એક નાનકડી કીડી જો વારેઘડીયે પડીને પણ ઉપર
ચડવાનો કે કોઈ વસ્તુનો ભાર લઈને આગળ વધી શક્તિ હોય તો આપણે તો માણસ છીએ શું કામ આમ
આસાનીથી હાર માણી લેવી જોઈએ . વાર્તા પણ કંઇક આવી જ છે તો જાણો શું આ વાર્તા વિશે .
એક બાવીસ વર્ષની
છોકરી જેનું નામ હેમાની હતું . પરિવાર ખુબ જ નિમ્ન મધ્યકક્ષાનો હતો . પરિવારના
સભ્યોની વાત કરીએ તો એક નાનો ભાઈ જેનું પાર્થિવ અને માં બાપ હતા . હવે વાત એવી હતી
કે માં તો સારી હતી પણ બાપ દારુડીયો હતો . જે રોજ ઘરે દારેં પી ને આવે અને પરિવાર
પર પોતાનો ખોફ આજમાવે . કોઈવાર તો પત્નીની માર્જુદ પણ કરે . આતાટલો અવાજ ઘરમાંથી
આવતા છતાય પાડોશી પણ જોવાની તસ્દી પણ ના લે . જો પાડોસી કોઈ પોલીસવાળાને બોલાવે તો
પક્ષ તે દારુદીયાનો જ લે કેમ કે એ પોલીસવાળાએ જ એને શરાબ પીવડાવી હોય છે એનો દોસ્ત
હોવાને લીધે . કોઈ ટ્રક જો જતો હોય અને એમાંથી જો દારૂની બોટલો મળી આવે તો પહેલા
અડધી તો એ લોકો પોતે લઇ લે અને જનતા સમક્ષ ટીવી ન્યુઝ ચેનલોમાં દારૂની બોટલો
જીસીબીથી ફોડી નાખી અથવા આટલી દારૂની બોટલોનો નાશ કર્યો એવા ઢોંગ કરે . વાસ્તવિકતા
તો બીજી જ હોય છે . હેમાનીના પિતા જે કમાય એ બધું જુગાર માં કે દારૂમાં વાપરી નાખે
. માં બીજાના ઘરે કચરા પોતા કરવા જાય અને પોતાના સંતાનનું અને પોતાનું પેટ ભરે . આ
બધું હેમાની નાની હતી ત્યારની વાત છે . જેમ જેમ હેમાની મોટી થતી ગઈ જેમ સમજણ આવવા
લાગી તેમ કોઈના કોઈ નાની મોટી નોકરી કરતી થઇ કેમ કે ભણતર માટે . સ્કુલની ફી માટે ,
વાંચવા માટેના પુસ્તક માટે . હેમાનીએ પોતાના સ્કુલની ફી તો કમાઈને ભરી છે . એક
બાજુ હેમાની ભણતી જાય અને બીજી બાજુ એ નોકરી પણ કરતી જાય . કોઈ વાર સમય મળી જાય તો
માં ને મદદ કરવા માટે એની જોડે પણ જતી રહે .
સફળ તો બધાને
બનવું હોય છે પણ મહેનત પણ એટલી જ જરૂરી છે . આ દુનિયામાં જેટલા પણ લોકો સફળ થયા છે
પોતાની મહેનત ધ્વારા જ થયા છે . કેટલુય વેઠવું પડે છે , કેટલુય સહેવું પડે છે ,
કેટલુય અપમાન પણ સહન કરવું પડે છે ત્યારે સફળ બની શકાય છે .
હેમાનીએ
સોસાયટીમાં આ બધું ઘણું વેઠેલું હતું એટલે એને પોલીસ બનવાની તમન્ના જાગી , જેથી
કરીને તેની આસપાસ ગુના ઓછા થાય અથવા નહીવત થાય . ખાસ આ દારૂબંધીના નામે થતી લુંટફાટ
, હપ્તા વસુલી . એનું કારણ માત્ર બસ પોતાના પિતા . જે એને જે પ્રેમ મળવો જોઈતો હતો
એ પ્રેમ ના આપી શક્યા . અને પછી લીધો મોટો નિર્ણય .
હેમાનીને વીસ વર્ષ
તો થઇ ગયા હતા . ભણવાની સાથે સાથે દોડવાની પ્રેક્ટીસ પણ ચાલુ રાખી . જ્યારે પણ સમય
મળે ત્યારે દોડવા તો જવાનું જ . સાંજે તો પાકું . કેમ કે એક સાંજ નો સમય હતો જે
સમયે દોડી શકે . સવારે તો બધી જવાબદારી હતી બધાની . ગમે તેવો સમય કેમ ના હોય
દોડવાનું કાળું રાખ્યું કોઈ પણ જાતની આળસ વગર .
પરીક્ષા નજીક આવી
રહી હતી પોલીસની . હેમાનીનું વાંચન પણ ચાલુ હતું . જેવો ફ્રી પીરીયડ મળે
ત્યારે ત્યારે
લાઈબ્રેરી જઈને વાંચતી . લેખિત પરીક્ષા તો પાસ કરી લીધી પણ હવે પરીક્ષા દોડવાની હતી
પ્રેક્ટીકલ હતું અને નંબર પણ કોઈ બીજા શહેરમાં આવ્યો હતો એટલે ત્યાં જવાનું
રહેવાનું અઘરું તો હતું પણ શું થાય મનના ઈરાદા બદલે એ બીજા હેમાની નહિ . પોતાની
જાતે બીજા શહેરમાં જઈ પ્રેક્ટીકલ આપવાનું હતું . ઘભરાહટ તો થતી હતી પણ હું જીતીશ
એવા આત્મવિશ્વાસ સાથે સિટીનો અવાજ પડતા જ દોડવાનું ચાલુ કર્યું . જોત જોતામાં પરિણામ
પણ આવી ગયું . એનો પોતાનો નંબર આવ્યો ત્યારે ખુશીના આંસુ આવી ગયા . ધીરજનું પરિણામ મીઠું હોય છે .થોડીવાર પછી
ઘરે આવવા નીકળી ગઈ .
પછી શું હેમાની
જ્યાં પોસ્ટ પર ત્યાં એવા તો બદલાવ આવ્યા કોઈ વિચારી પણ ના શકે . ખરેખર આપણા
દેશમાં હેમાની જેવી કોઈ પોલીસ હોવી જોઈએ .
વાર્તા નાની જરૂર
છે પણ આત્મવિશ્વાસથી ભરપુર છે . એટલે તો કહેવાય છે કે મહેનત કરનેવાલો કી કભી હાર
નહિ હોતી . બીજી પંખ ઇતને ફેલાઓ કી ખુદ આસમાં ભી તરસે તુજે છું ને કો .
0 ટિપ્પણીઓ